Local body election 2026 : ખેડામાં સરકારી કચેરીમાં જ ઊભું કરાયું નકલી મતદાન મથક, હોમગાર્ડ જવાનો પાસે સામુહિક મતદાન કરાવતા ચકચાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્રની છબી ખરડાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાં જ નકલી મતદાન મથક બનાવી હોમગાર્ડ જવાનો પાસે ગેરકાયદેસર રીતે મતદાન કરાવવામાં આવતું હોવાનો આરોપ લગાવાયો છે
કચેરીની અંદર જ એક ખાનગી વ્યવસ્થા
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગર દ્વારા કચેરીની અંદર જ એક ખાનગી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ નકલી મતદાન કેન્દ્ર માટે પૂંઠાની મદદથી મતદાન કુટીર અને પૂંઠાની જ મતપેટી બનાવવામાં આવી હતી. અહીં હોમગાર્ડના જવાનો પાસે સામૂહિક રીતે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવી તે પેટીમાં નખાવવામાં આવતું હતું. સરકારી કચેરીમાં આ પ્રકારે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને કારણે રાજકીય આલમમાં હોબાળો મચી ગયો છે.
ફરિયાદ અને તપાસ
આ ગેરરીતિની જાણ થતા જ વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પરીખ અને અન્ય ઉમેદવાર છાયા પ્રજાપતિએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. લોકશાહીની પ્રક્રિયા સાથે ચેડાં કરવાના આ ગંભીર પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો--- Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

