LIVE : અત્યાર સુધીના વલણોમાં ભાજપ 22 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આજે લોકોની આ રાહ પણ પૂરી થશે. આ વખતે, જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે, ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભારતીય ગઠબંધન એક્ઝિટ પોલ વિરુદ્ધ પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે  સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે.ELECTION RESULTS LIVE UPDATES :9.59 AMઅમિત શાહ બે લાખ પાંચ હજાર મતથી આગળરાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા 54 હજાર મતથી આગળ, આણંદથી ભાજપના મિતેશ પટેલ આગળ, સાબરકાંઠાથી શોભનાબેન 918 મતથી આગળ, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ બે લાખ પાંચ હજાર મતથી આગળ9.51 AMબનાસકાંઠા પર રેખાબેન ચૌધરી આગળબનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરી 2 હજાર 468 મતથી આગળ, નવસારીથી સીઆર પાટીલ 21 હજાર મતથી આગળ, વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 12365 મતથી આગળ ચાલી રહ્યા છે. 9.42 AMગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યુંગુજરાતમાં અત્યાર સુધીના વલણોના આંકડા પ્રમાણે ભાજપ 22 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરી, ચંદનજી ઠાકોર અને હીરાભાઈ જોટવા આગળ ચાલી રહ્યા છે. 9.20 AMઆણંદથી ભાજપના મિતેશ પટેલ 772 મતથી આગળ, સાબરકાંઠામાં શોભનાબેન 918 મતથી આગળ ચાલી રહ્યા છે.અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ આગળદાદરાનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર આગળ, અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 15 હજાર 516 મતથી આગળ, મહેસાણામાં ભાજપના ઉમેદવાર 13624 મતથી આગળ9.16 AMઅમિત શાહ 1.17 લાખ મતથી આગળગાંધીનગરથી અમિત શાહ 1 લાખ 17 હજાર મતથી આગળ, રાજકોટથી રૂપાલા આગળ, ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ 30 હજાર 416 મતથી આગળ, જામનગરથી કોંગ્રેસના જે.પી.મારવીયા 799 મતથી આગળ9.05 AMવલસાડથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આગળભાવનગરથી નિમુબેન બાંભણીયા 37 હજાર મતથી આગળ, પાટણથી ભાજપના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક હજાર મતથી આગળ, વલસાડથી ભાજપના ઉમેદાવાર ધવલ પટેલ 31 હજાર મતથી આગળ9.00 AMઅમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર આગળકચ્છ બેઠક ભાજપના વિનોદ ચાવડા આઠ હજાર મતથી આગળ,  ભાવનગરથી ભાજપના નેતા નિમુબેન બાંભણાયા પાંચ હજાર મથી આગળ, પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ચાર હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 15 હજાર મતથી આગળ8.53 AMઅમિત શાહ 80 હજાર મતોથી આગળગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ 80 હજાર મતોથી આગળ, વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 14 હજાર મતથી આગળ, જૂનાગઢમાં રાજેશ ચુડાસમાં 3600 મતોથી આગળ, છોટાઉદેપુરમાં જશુ રાઠવા આગળ.8.47 AMજામનગર બેઠક પરથી પૂનમબેન માડમ પાછળજામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પાછળ, અમરેલીમાં જેનીબેન ઠુંમર આગળ, દહોદમાં ભાજપના ઉમેદવાર આગળ, સાબરકાંઠાથી શોભના બારૈયા આગળ, પોરબંદરથી લલિત વસૌયા 237 મતોથી આગળ8.40 AMવડોદરાથી ભાજપ ઉમેદવાર આગળશરુઆતના વલણોમાં બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 4683 મતથી આગળ, બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા બે હજાર મતથી આગળ.8.36 AMચૈતર વસાવા અને ગેનીબેન ઠાકોર આગળચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગળ, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ,  ગુજરાતમાં 23 બેઠક પર ભાજપ અને બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન આગળ8.31 AMરાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા આગળનવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ 10 હજાર મતોથી આગળ જ્યારે સૌથી ચર્ચાસ્પદ રહેલી રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.8.21 AMગુજરાતમાં ભાજપ 16 અને કોંગ્રેસ એક બેઠક પર આગળશરુઆતના વલણોમાં બારડોલી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર આગળ, કચ્છથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહી છે.8.15 AMખેડા બેઠક પરથી દેવસિંહ ચૌહાણ, જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાં આગળ ચાલી રહ્યા છે.  તો પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.8.10 AMકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળપંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ તો પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.8.05 AMકેન્દ્રીય ગૃહમંત્રી અને સી.આર.પાટીલ આગળગુજરાત રાજ્યની મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતના વલણોમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.8.00 AMગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી શરુ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણી કરવામાં આવી રહી છે. શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.7.53 AMગુજરાત ભાજપ આજે ઉજવણી નહીં કરેલોકસભા 2024ની ચૂંટણીના પરિણામ માટે થોડીવારમાં જ મતગણતરી શરુ થશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. ત્યારે ગુજરાત ભાજપ આજે ઉજવણી કરશે નહીં. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.7:44 AM જુનાગઢમાં કુલ 135 રાઉન્ડમાં મતગણતરી7:44 AMગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારના ભાવીનો આજે  ફેંસલોગુજરાતની 26માંથી 25 બેઠકોના પરિણામ આજે જાહેર થશે. કુલ 266 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. જુનાગઢમાં કુલ 135 જ્યારે નવસારીમાં કુલ 153 રાઉન્ડમાં મતગણતરી થશે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશેએક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશેઆજે લોકસભાની ચૂંટણી પરિણામ જાહેર થશે. એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે. આ તરફ ગુજરાતમાં પણ ભાજપનો દાવો છેકે, ત્રીજી વાર ભા

LIVE : અત્યાર સુધીના વલણોમાં ભાજપ 22 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આજે લોકોની આ રાહ પણ પૂરી થશે. આ વખતે, જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે, ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભારતીય ગઠબંધન એક્ઝિટ પોલ વિરુદ્ધ પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે  સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે.

ELECTION RESULTS LIVE UPDATES :

9.59 AM

અમિત શાહ બે લાખ પાંચ હજાર મતથી આગળ

રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા 54 હજાર મતથી આગળ, આણંદથી ભાજપના મિતેશ પટેલ આગળ, સાબરકાંઠાથી શોભનાબેન 918 મતથી આગળ, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ બે લાખ પાંચ હજાર મતથી આગળ

9.51 AM

બનાસકાંઠા પર રેખાબેન ચૌધરી આગળ

બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરી 2 હજાર 468 મતથી આગળ, નવસારીથી સીઆર પાટીલ 21 હજાર મતથી આગળ, વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 12365 મતથી આગળ ચાલી રહ્યા છે. 

9.42 AM

ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું

ગુજરાતમાં અત્યાર સુધીના વલણોના આંકડા પ્રમાણે ભાજપ 22 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરી, ચંદનજી ઠાકોર અને હીરાભાઈ જોટવા આગળ ચાલી રહ્યા છે. 

9.20 AM

આણંદથી ભાજપના મિતેશ પટેલ 772 મતથી આગળ, સાબરકાંઠામાં શોભનાબેન 918 મતથી આગળ ચાલી રહ્યા છે.

અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ આગળ

દાદરાનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર આગળ, અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 15 હજાર 516 મતથી આગળ, મહેસાણામાં ભાજપના ઉમેદવાર 13624 મતથી આગળ

9.16 AM

અમિત શાહ 1.17 લાખ મતથી આગળ

ગાંધીનગરથી અમિત શાહ 1 લાખ 17 હજાર મતથી આગળ, રાજકોટથી રૂપાલા આગળ, ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ 30 હજાર 416 મતથી આગળ, જામનગરથી કોંગ્રેસના જે.પી.મારવીયા 799 મતથી આગળ

9.05 AM

વલસાડથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આગળ

ભાવનગરથી નિમુબેન બાંભણીયા 37 હજાર મતથી આગળ, પાટણથી ભાજપના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક હજાર મતથી આગળ, વલસાડથી ભાજપના ઉમેદાવાર ધવલ પટેલ 31 હજાર મતથી આગળ

9.00 AM

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર આગળ

કચ્છ બેઠક ભાજપના વિનોદ ચાવડા આઠ હજાર મતથી આગળ,  ભાવનગરથી ભાજપના નેતા નિમુબેન બાંભણાયા પાંચ હજાર મથી આગળ, પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ચાર હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 15 હજાર મતથી આગળ

8.53 AM

અમિત શાહ 80 હજાર મતોથી આગળ

ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ 80 હજાર મતોથી આગળ, વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 14 હજાર મતથી આગળ, જૂનાગઢમાં રાજેશ ચુડાસમાં 3600 મતોથી આગળ, છોટાઉદેપુરમાં જશુ રાઠવા આગળ.

8.47 AM

જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ પાછળ

જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પાછળ, અમરેલીમાં જેનીબેન ઠુંમર આગળ, દહોદમાં ભાજપના ઉમેદવાર આગળ, સાબરકાંઠાથી શોભના બારૈયા આગળ, પોરબંદરથી લલિત વસૌયા 237 મતોથી આગળ

8.40 AM

વડોદરાથી ભાજપ ઉમેદવાર આગળ

શરુઆતના વલણોમાં બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 4683 મતથી આગળ, બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા બે હજાર મતથી આગળ.

8.36 AM

ચૈતર વસાવા અને ગેનીબેન ઠાકોર આગળ

ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગળ, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ,  ગુજરાતમાં 23 બેઠક પર ભાજપ અને બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન આગળ

8.31 AM

રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા આગળ

નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ 10 હજાર મતોથી આગળ જ્યારે સૌથી ચર્ચાસ્પદ રહેલી રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.

8.21 AM

ગુજરાતમાં ભાજપ 16 અને કોંગ્રેસ એક બેઠક પર આગળ

શરુઆતના વલણોમાં બારડોલી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર આગળ, કચ્છથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહી છે.

8.15 AM

ખેડા બેઠક પરથી દેવસિંહ ચૌહાણ, જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાં આગળ ચાલી રહ્યા છે.  તો પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.

8.10 AM

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ

પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ તો પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.

8.05 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અને સી.આર.પાટીલ આગળ

ગુજરાત રાજ્યની મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતના વલણોમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.

8.00 AM

ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી શરુ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણી કરવામાં આવી રહી છે. શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.

7.53 AM

ગુજરાત ભાજપ આજે ઉજવણી નહીં કરે

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ માટે થોડીવારમાં જ મતગણતરી શરુ થશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. ત્યારે ગુજરાત ભાજપ આજે ઉજવણી કરશે નહીં. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

7:44 AM 

જુનાગઢમાં કુલ 135 રાઉન્ડમાં મતગણતરી

7:44 AM

ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારના ભાવીનો આજે  ફેંસલો

ગુજરાતની 26માંથી 25 બેઠકોના પરિણામ આજે જાહેર થશે. કુલ 266 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. જુનાગઢમાં કુલ 135 જ્યારે નવસારીમાં કુલ 153 રાઉન્ડમાં મતગણતરી થશે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે

એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે

આજે લોકસભાની ચૂંટણી પરિણામ જાહેર થશે. એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે. આ તરફ ગુજરાતમાં પણ ભાજપનો દાવો છેકે, ત્રીજી વાર ભાજ૫ 26માંથી 26 બેઠકો જીતીને ક્લિન સ્વિપ કરશે. આ તરફ, કોંગ્રેસના નેતાઓને વિશ્વાસ છેકે, ચાર બેઠકો પર જીત હાંસલ કરશે. ગુજરાતમાં આ વખતે ભાજપ 26 પૈકી 26 બેઠકો જીતે તેમ નથી. જોકે, ગુજરાત ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છેકે, ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને મત આપ્યો છે. વિકાસની રાજનીતી પર વિશ્વાસ રાખ્યો છે. ભાજપ હેટ્રીક કરશે તેમાં બેમત નથી. ક્ષત્રિય આંદોલનની કોઇ અસર થવાની નથી. 

ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે

આ તરફ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝૂમ મીટીંગ કરી ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પરિણામને લઈને વાતચીત કરી હતી. દરમિયાન, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ  ગોહિલે દાવો કર્યો કે, ગુજરાતમાં કોંગ્રેસ ચાર બેઠકો જીતશે. 12 બેઠકો પર કોંગ્રેસ કાંટે કી ટક્કર આપશે. આ વખતે ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે. આપ નેતા ઈસુદાન ગઢવીએ આશા વ્યક્ત કરીકે, ઈન્ડિયા ગઠબંધન સારુ પ્રદર્શન કરશે. આપ-કોંગ્રેસ ભરૂચ- સુરેન્દ્રનગર બેઠક જીતશે તેમાં શંકાને સ્થાન નથી. આમ, એકિઝટ પોલ અને સટ્ટાબજારે તો ગુજરાતમાં ભાજપ હેટ્રીક કરશે તેવા અનુમાન વ્યક્ત કર્યા છે પણ કોંગ્રેસને વિશ્વાસ છેકે, આ વખતે ગુજરાતમાં ખાતુ ખૂલશે.

7 તબક્કામાં થયું ચૂંટણીનું આયોજન 

2024ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. પીઆરએસના જણાવ્યા અનુસાર કુલ 543 બેઠકો પર 744 પક્ષોના 8360 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. જે છ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો પણ સામેલ છે.

ક્ષત્રિયોનો વિરોધ ભાજપને નુકસાન કરશે?

ચોથી જૂન 2024ની સૌ-કોઇ ભારતવાસીઓ લોકસભાની ચૂંટણી 2024ના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડા ભાજપ તરફી પરિણામો આપી રહ્યા છે. ભાજપ-એનડીએને 350થી વધારે બેઠકો મળે તેવા તારણો નીકળી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ભાજપને મળે તેવા પણ તારણો છે. જો કે ચૂંટણી પહેલા ક્ષત્રિયોમાં જે રીતે વિરોધ હતો તે જોતા ભાજપને ગુજરાતમાં ચાર બેઠકો પર નુકસાન થવાનો અંદાજ હતો, પરંતુ એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં ક્લિન સ્વિપ મળી રહી છે. મેટ્રિઝના સરવેમાં ગુજરાતમાં ભાજપને બે બેઠકના નુક્સાનનો દાવો કરાયો છે. આમ છતાં રાજકીય નિષ્ણાતોનું અનુમાન છે કે, ક્ષત્રિયોના વિરોધથી ભાજપને ગુજરાતમાં કોઈ નુકસાન થઈ રહ્યું નથી.