Limbdi: કટારિયા ગામમાં આંગણવાડી-પંચાયત જવાના રસ્તે ગંદકીથી ગ્રામજનો ત્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લીંબડી તાલુકાના કટારીયા ગામમાં આંગણવાડી અને પંચાયત જવાના રસ્તે જ ગંદાપાણી ભરાયા હોવા છતાય સમસ્યા નહી ઉકેલાતા ગ્રામજનોએ સમસ્યા ઉકેલવાની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ સ્વચ્છતા અભીયાન ચાલી રહયુ છે ત્યારે લીંબડી તાલુકાના કટારીયા ગામમાં રસ્તામાં ગંદાપાણી ભરાતા ગ્રામજનો મુસ્કેલીનો સામનો કરી રહયા છે.કટારીયાની આંગણવાડી અને ગ્રામપંચાયત જવાના રસ્તામાં જ ગંદાપાણી રસ્તામાં ભરાઇ રહે છે.આ સમસ્યા ઉકેલવા માટે ગામના લોકો ગામના તલાટી મંત્રી અને ગામના સરપંચને રજૂઆત કરવા છતાય સમસ્યા ઉકેલાતી નથી.જેના કારણે આંગણવાડીએ જતા બાળકો અને ગંદાપાણી માંથી પસાર થતા ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો મંડરાઇ રહયો છે.આ બાબતે ગ્રામજનોએ તલાટી સરપંચ સમસ્યા નહી ઉકેલતા હોવાથી ટી.ડી.ઓ કે ડી.ડી.ઓ.આ ગંભીર મામલતાની તપાસ કરાવી કાયમી સમસ્યાનો ઉકેલ આવે એવી માંગ કરી છે.
What's Your Reaction?






