Lakhatar: ઓળકમાં તસ્કરોએ ત્રણ મકાન અને એક દુકાનમાંથી હાથફેરો કર્યો
લખતર તાલુકાના ઓળક ગામે શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ 3 ઘર અને 1 અનાજ દળવાની ઘંટીમાં હાથફેરો કર્યો હતો.જિલ્લામાં ઠંડીની શરૂઆત થતા તસ્કરો પણ સક્રીય બન્યા છે. જેમાં ઓળક ગામે શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. ઓળકમાં રહેતા ચંચીબેન જીવણભાઈ માલકીયાના કુટુંબમાં મરણ થયુ હોય તેઓ રાતવાસો કરવા ગયા હતા.ત્યારે બંધ મકાનને તસ્કરોએ નીશાન બનાવી રૂપીયા 60 હજાર રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત ચંદુભાઈ નારણભાઈ ઓકળીયા અને મુનાભાઈ ભાવાભાઈ મળતોલીયાના મકાનના તાળા પણ તસ્કરોએ તોડયા હતા. જયારે કરણભાઈ કાળુભાઈળ ઓળકીયાની અનાજ દળવાની ઘંટીમાંથી પરચુરણ રકમ ચોરી હતી. જયારે મહેશભાઈ વેલશીભાઈ મજેઠીયાના ઘરે તસ્કરોએ પ્રવેશ કરતા ઘરના સભ્યો જાગી જતા તસ્કરો ફરાર થઈ ગયા હતા. આથી ઘરના સભ્યો તસ્કરો પાછળ થયા હતા. તો તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો.અંદાજે 7થી 8 શખ્સો ધારીયા, છરી જેવા હથિયારો સાથે બાઈક લઈને ચોરી કરવા આવ્યા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળે છે. બનાવની જાણ થતા લખતર પોલીસની ટીમ ઓળક દોડી ગઈ હતી અને બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લખતર તાલુકાના ઓળક ગામે શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ 3 ઘર અને 1 અનાજ દળવાની ઘંટીમાં હાથફેરો કર્યો હતો.જિલ્લામાં ઠંડીની શરૂઆત થતા તસ્કરો પણ સક્રીય બન્યા છે. જેમાં ઓળક ગામે શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. ઓળકમાં રહેતા ચંચીબેન જીવણભાઈ માલકીયાના કુટુંબમાં મરણ થયુ હોય તેઓ રાતવાસો કરવા ગયા હતા.
ત્યારે બંધ મકાનને તસ્કરોએ નીશાન બનાવી રૂપીયા 60 હજાર રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત ચંદુભાઈ નારણભાઈ ઓકળીયા અને મુનાભાઈ ભાવાભાઈ મળતોલીયાના મકાનના તાળા પણ તસ્કરોએ તોડયા હતા. જયારે કરણભાઈ કાળુભાઈળ ઓળકીયાની અનાજ દળવાની ઘંટીમાંથી પરચુરણ રકમ ચોરી હતી. જયારે મહેશભાઈ વેલશીભાઈ મજેઠીયાના ઘરે તસ્કરોએ પ્રવેશ કરતા ઘરના સભ્યો જાગી જતા તસ્કરો ફરાર થઈ ગયા હતા. આથી ઘરના સભ્યો તસ્કરો પાછળ થયા હતા. તો તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો.
અંદાજે 7થી 8 શખ્સો ધારીયા, છરી જેવા હથિયારો સાથે બાઈક લઈને ચોરી કરવા આવ્યા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળે છે. બનાવની જાણ થતા લખતર પોલીસની ટીમ ઓળક દોડી ગઈ હતી અને બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે