Ahmedabadના ચવલજ ગામેથી પગપાળા ઝાલા પરિવારનો નિકળ્યો સંઘ, શકિતમાતાજીને ચઢાવશે ધજા
અમદાવાદના ચવલજ ગામથી ઝાલા પરિવારનો પગપાળા સંઘ શ્રી આદ્યશક્તિ માતાજી મંદિર ધામા ખાતે જવા માટે નિકળ્યો છે,દર વર્ષની જેમ આ વર્ષે પણ સંઘ નિકળ્યો છે જેમાં નાના થી લઈ મોટા લોકો આ સંઘમાં જોડાયા છે.80 યુવાનો અને વડીલો ઝાલા પરિવારમાંથી ચાલતા સંઘમાં જઈ રહ્યા છે અને દિવાળી બાદ આ સંઘ નિકળતો હોય છે. માતાજીનો જન્મોત્સવ શ્રી શક્તિમાતાજીનો જન્મોત્સવ હોવાથી આ સંઘ નિકળ્યો છે અને સંઘ પહોંચીને માતાજીની ધજા પણ ચઢાવશે,કારતક સુદ અગિયારસ તારીખ 12/11/2024 ના રોજ મંગળવારે ધામા ખાતે ધ્વજારોહણ કરીને ઝાલા પરિવાર માતાજીનો જન્મોત્સવ ઉજવશે,કહેવાય છે કે શકિત માતાજીએ ઝાલા પરિવારમાં પૂજાય છે જેને લઈ આ સંઘ નિકળ્યો છે.સાથે સાથે મહત્વપૂર્ણ વાત તો એ છે કે,આ સંઘ પાંચ દિવસની અંદર ધામા ગામ ખાતે પહોંચી જશે. પ્રથમ તોરણ બંધાયું હતુ માં શકિતના પ્રાગટય દિન નિમિત્તે ઝાલા કૂળના દરબારો દ્વારા માથે કેસરી સાફો અને હાથમાં તલવાર દ્વારા શકિત માતાએ જે ટોડલે પ્રથમ તોરણ બાંધ્યુ હતુ તે ટોડલે તોરણ બાંધી આસ્થાભેર ઉજવણી કરે છે. પાટડી રાજવી પરિવારના યુવરાજ દ્વારા અન્નકૂટનું આયોજન થાય છે આ સાથે પાટડીમાં નવચંડી હવન, અન્નકૂટ અને શોભાયાત્રાનું આયોજન પણ થાય છે. દર વર્ષે અહીં શકિતમાતાના મંદિરના દર્શન માટે આજે હેકડેઠેઠ માનવ મહેરામણ ઊમટે છે.ઝાલા પરિવારના કુળદેવી તરીકે પણ પૂજાય છે વિ.સં. ૧૧૭૧ ચૈત્ર વદ ૧૩ ના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતાં. શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-૧૩ ના રોજ ઝાલાકુળનો વંશજ પોતાનાં પરિવારજનો સાથે પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે.પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતું એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડીમાં અડીખમ ઊભા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ચવલજ ગામથી ઝાલા પરિવારનો પગપાળા સંઘ શ્રી આદ્યશક્તિ માતાજી મંદિર ધામા ખાતે જવા માટે નિકળ્યો છે,દર વર્ષની જેમ આ વર્ષે પણ સંઘ નિકળ્યો છે જેમાં નાના થી લઈ મોટા લોકો આ સંઘમાં જોડાયા છે.80 યુવાનો અને વડીલો ઝાલા પરિવારમાંથી ચાલતા સંઘમાં જઈ રહ્યા છે અને દિવાળી બાદ આ સંઘ નિકળતો હોય છે.
માતાજીનો જન્મોત્સવ
શ્રી શક્તિમાતાજીનો જન્મોત્સવ હોવાથી આ સંઘ નિકળ્યો છે અને સંઘ પહોંચીને માતાજીની ધજા પણ ચઢાવશે,કારતક સુદ અગિયારસ તારીખ 12/11/2024 ના રોજ મંગળવારે ધામા ખાતે ધ્વજારોહણ કરીને ઝાલા પરિવાર માતાજીનો જન્મોત્સવ ઉજવશે,કહેવાય છે કે શકિત માતાજીએ ઝાલા પરિવારમાં પૂજાય છે જેને લઈ આ સંઘ નિકળ્યો છે.સાથે સાથે મહત્વપૂર્ણ વાત તો એ છે કે,આ સંઘ પાંચ દિવસની અંદર ધામા ગામ ખાતે પહોંચી જશે.
પ્રથમ તોરણ બંધાયું હતુ
માં શકિતના પ્રાગટય દિન નિમિત્તે ઝાલા કૂળના દરબારો દ્વારા માથે કેસરી સાફો અને હાથમાં તલવાર દ્વારા શકિત માતાએ જે ટોડલે પ્રથમ તોરણ બાંધ્યુ હતુ તે ટોડલે તોરણ બાંધી આસ્થાભેર ઉજવણી કરે છે. પાટડી રાજવી પરિવારના યુવરાજ દ્વારા અન્નકૂટનું આયોજન થાય છે આ સાથે પાટડીમાં નવચંડી હવન, અન્નકૂટ અને શોભાયાત્રાનું આયોજન પણ થાય છે. દર વર્ષે અહીં શકિતમાતાના મંદિરના દર્શન માટે આજે હેકડેઠેઠ માનવ મહેરામણ ઊમટે છે.
ઝાલા પરિવારના કુળદેવી તરીકે પણ પૂજાય છે
વિ.સં. ૧૧૭૧ ચૈત્ર વદ ૧૩ ના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતાં. શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-૧૩ ના રોજ ઝાલાકુળનો વંશજ પોતાનાં પરિવારજનો સાથે પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે.પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતું એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડીમાં અડીખમ ઊભા છે.