Rajkot: ચીફ ફાયર ઓફિસર હાજર ન થતાં NOCની કામગીરી ટલ્લે ચઢી
રાજકોટ મહાનગર પાલિકામાં ફાયર NOCની ફાઈલો ટલ્લે ચડી છે, જેનું કારણ એ છે કે હજુ સુધી નવા ચીફ ફાયર ઓફિસર હાજર થયા નથી અને સમગ્ર કામગીરી હાલમાં ટલ્લે ચઢી છે. ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રી હાજર ન થતાં સમગ્ર કામગીરી અટકી પડી છે.સોમવારથી ફાયર NOCની કામગીરી શરૂ થશે તેવો દાવો તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીને ઓર્ડર અપાયો હતો પણ હજુ સુધી તેઓ હાજર ન થતાં સમગ્ર કામગીરી ઠપ્પ થઈ છે. ત્યારે હવે મહાનગરપાલિકાનું તંત્ર રહી રહીને હરકતમાં આવ્યું છે અને અમિત દવેને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને સોમવારથી ફાયર NOCની કામગીરી શરૂ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોઈ જ સત્તાવાર અધિકારી ફરજ પર હાજર ના હોવાના કારણે 78 જેટલી ફાયર NOCની અરજીઓ પેન્ડિંગ પડી છે અને કેટલીક નવી બિલ્ડિંગોની કામગીરી પણ ઠપ્પ થઈ છે. અગાઉના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા એ.બી.મારૂને રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા હતા. આ લાંચિયા ફાયર ઓફિસરે ફાયર NOC માટે લાંચની રકમ માગી હતી. આ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદીને ફાયર એનઓસી માટે 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACB અફિસરને રંગેહાથ ઝડપી લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે જ આ અધિકારીને લાંચ લેતા ઝડપી લેવાયા હતા. આ પહેલા પણ ઘણા લાંચિયા અધિકારી રાજ્યમાંથી ઝડપાયા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લાંચિયા અધિકારી અનિલ મારુંનું 25 દિવસ બાદ પણ સસ્પેન્શન થયું નથી! હાલમાં આ લાંચિયા ફાયર અધિકારી અનિલ મારું સામે મિલકત સહિત 4 ઈન્કવાયરીઓ ચાલી રહી છે. લાંચ લેવાના ગુન્હામાં પકડાયેલા અનિલ મારુંનું 25 દિવસ બાદ પણ સસ્પેન્શન થયું નથી. સામાન્ય રીતે 48 કલાક જેલમાં રહેનાર કોઈ પણ સરકારી કર્મચારી સસ્પેન્ડ થઈ જાય છે પણ અનિલ મારુંને સસ્પેન્ડ કરવાનું સરકારી તંત્ર ભૂલી ગયું હોય તેવુ લાગી રહ્યું છે. રાજકોટ મહાપાલિકામાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર રહેલા મારું પાસે બિનહિસાબી મિલકત અંગે છેલ્લા 25 દિવસથી તપાસ ચાલી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ મહાનગર પાલિકામાં ફાયર NOCની ફાઈલો ટલ્લે ચડી છે, જેનું કારણ એ છે કે હજુ સુધી નવા ચીફ ફાયર ઓફિસર હાજર થયા નથી અને સમગ્ર કામગીરી હાલમાં ટલ્લે ચઢી છે. ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રી હાજર ન થતાં સમગ્ર કામગીરી અટકી પડી છે.
સોમવારથી ફાયર NOCની કામગીરી શરૂ થશે તેવો દાવો
તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીને ઓર્ડર અપાયો હતો પણ હજુ સુધી તેઓ હાજર ન થતાં સમગ્ર કામગીરી ઠપ્પ થઈ છે. ત્યારે હવે મહાનગરપાલિકાનું તંત્ર રહી રહીને હરકતમાં આવ્યું છે અને અમિત દવેને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને સોમવારથી ફાયર NOCની કામગીરી શરૂ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોઈ જ સત્તાવાર અધિકારી ફરજ પર હાજર ના હોવાના કારણે 78 જેટલી ફાયર NOCની અરજીઓ પેન્ડિંગ પડી છે અને કેટલીક નવી બિલ્ડિંગોની કામગીરી પણ ઠપ્પ થઈ છે.
અગાઉના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા
ઉલ્લેખનીય છે કે અગાઉ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા એ.બી.મારૂને રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા હતા. આ લાંચિયા ફાયર ઓફિસરે ફાયર NOC માટે લાંચની રકમ માગી હતી. આ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદીને ફાયર એનઓસી માટે 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACB અફિસરને રંગેહાથ ઝડપી લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે જ આ અધિકારીને લાંચ લેતા ઝડપી લેવાયા હતા. આ પહેલા પણ ઘણા લાંચિયા અધિકારી રાજ્યમાંથી ઝડપાયા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
લાંચિયા અધિકારી અનિલ મારુંનું 25 દિવસ બાદ પણ સસ્પેન્શન થયું નથી!
હાલમાં આ લાંચિયા ફાયર અધિકારી અનિલ મારું સામે મિલકત સહિત 4 ઈન્કવાયરીઓ ચાલી રહી છે. લાંચ લેવાના ગુન્હામાં પકડાયેલા અનિલ મારુંનું 25 દિવસ બાદ પણ સસ્પેન્શન થયું નથી. સામાન્ય રીતે 48 કલાક જેલમાં રહેનાર કોઈ પણ સરકારી કર્મચારી સસ્પેન્ડ થઈ જાય છે પણ અનિલ મારુંને સસ્પેન્ડ કરવાનું સરકારી તંત્ર ભૂલી ગયું હોય તેવુ લાગી રહ્યું છે. રાજકોટ મહાપાલિકામાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર રહેલા મારું પાસે બિનહિસાબી મિલકત અંગે છેલ્લા 25 દિવસથી તપાસ ચાલી રહી છે.