Ahmedabad: નવી જંત્રીથી આગામી દિવસોમાં કોમર્શિયલ પ્રોપર્ટીના દસ્તાવેજ વધવાની સંભાવના

દિવાળીના તહેવારો અને વેકેશનના લીધે નવેમ્બર મહિનામાં દસ્તાવેજમાં 25 ટકા ઘટાડો નોંધાયો છે.અમદાવાદની 22 સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સ્ટેમ્પ ડયૂટીની ગત નવેમ્બર-2023માં 14,852 દસ્તાવેજની 158 કરોડ આવક થઇ હતી.જેની સામે નવેમ્બર-2024માં 11,788 દસ્તાવેજની 103 કરોડથી વધુ આવક થઈ છે. એટલે કે ચાલુવર્ષે આવકમાં 50 કરોડનો ઘટાડો નોંધાયો છે. એક ટકો રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયૂટી મળી નવેમ્બર-23માં 185 કરોડની સામે નવેમ્બર-24માં 121 કરોડ આવક થઇ છે. બીજીતરફ નવી જંત્રીનો મુસદો જાહેર થઇ જતાં આગામી ચાર મહિનામાં જમીન સહિત રહેણાક અને કોમર્શિયલ પ્રોપર્ટીના દસ્તાવેજ વધશે. શહેરની 22 સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સપ્ટેમ્બર 2023માં 24,833 દસ્તાવેજની 287 કરોડ આવક થઇ હતી. જેની સામે સપ્ટેમ્બર 2024માં 35,909 દસ્તાવેજની 385 કરોડ આવક થઇ છે. જ્યારે ઓક્ટોબર-2023માં 24351 દસ્તાવેજની 264 કરોડની સામે ઓક્ટોબર-2024માં 35909 દસ્તાવેજની 385 કરોડ આવક થઇ છે. જોગાનુંજોગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર-2024ની દસ્તાવેજ સંખ્યા અને આવકની રકમ એક સમાન છે. જંત્રીની ઇફેક્ટથી મકાનની સાઇઝ નહીં ઘટે પણ ગિફ્ટ મની ઘટશે કે દૂર થઇ જશે જંત્રીની ઇફેક્ટથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મકાનની સાઇઝ નહીં ઘટે પણ ગિફ્ટ મની ઘટશે કે દૂર થઇ જશે. રિડેવલપમેન્ટ બાદ નવા મકાનમાં માત્ર વધારાના વારનો દસ્તાવેજ કરવાનો હોય છે. દસ્તાવેજના લીધે રિડેવલપમેન્ટના એગ્રિમેન્ટ મુજબ ડેવલપર્સ કે મકાન માલિક પર આર્થિક ભારણ વધશે. આ આર્થિક ભારણથી ડેવલપર્સ ફર્નિચર સહિતના ખર્ચ માટે આપતાં ગિફ્ટ મનીની રકમ આપશે નહીં અથવા તો તેમાં ઘટાડો કરશે. જંત્રી વધ્યા બાદ રિડેવલપમેન્ટમાં જતી સોસાયટીઓએ સમગ્ર ઓફરની ફરી ગણતરી કરવાની ફરજ પડશે.

Ahmedabad: નવી જંત્રીથી આગામી દિવસોમાં કોમર્શિયલ પ્રોપર્ટીના દસ્તાવેજ વધવાની સંભાવના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારો અને વેકેશનના લીધે નવેમ્બર મહિનામાં દસ્તાવેજમાં 25 ટકા ઘટાડો નોંધાયો છે.અમદાવાદની 22 સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સ્ટેમ્પ ડયૂટીની ગત નવેમ્બર-2023માં 14,852 દસ્તાવેજની 158 કરોડ આવક થઇ હતી.

જેની સામે નવેમ્બર-2024માં 11,788 દસ્તાવેજની 103 કરોડથી વધુ આવક થઈ છે. એટલે કે ચાલુવર્ષે આવકમાં 50 કરોડનો ઘટાડો નોંધાયો છે. એક ટકો રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયૂટી મળી નવેમ્બર-23માં 185 કરોડની સામે નવેમ્બર-24માં 121 કરોડ આવક થઇ છે. બીજીતરફ નવી જંત્રીનો મુસદો જાહેર થઇ જતાં આગામી ચાર મહિનામાં જમીન સહિત રહેણાક અને કોમર્શિયલ પ્રોપર્ટીના દસ્તાવેજ વધશે. શહેરની 22 સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સપ્ટેમ્બર 2023માં 24,833 દસ્તાવેજની 287 કરોડ આવક થઇ હતી. જેની સામે સપ્ટેમ્બર 2024માં 35,909 દસ્તાવેજની 385 કરોડ આવક થઇ છે. જ્યારે ઓક્ટોબર-2023માં 24351 દસ્તાવેજની 264 કરોડની સામે ઓક્ટોબર-2024માં 35909 દસ્તાવેજની 385 કરોડ આવક થઇ છે. જોગાનુંજોગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર-2024ની દસ્તાવેજ સંખ્યા અને આવકની રકમ એક સમાન છે.

જંત્રીની ઇફેક્ટથી મકાનની સાઇઝ નહીં ઘટે પણ ગિફ્ટ મની ઘટશે કે દૂર થઇ જશે

જંત્રીની ઇફેક્ટથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મકાનની સાઇઝ નહીં ઘટે પણ ગિફ્ટ મની ઘટશે કે દૂર થઇ જશે. રિડેવલપમેન્ટ બાદ નવા મકાનમાં માત્ર વધારાના વારનો દસ્તાવેજ કરવાનો હોય છે. દસ્તાવેજના લીધે રિડેવલપમેન્ટના એગ્રિમેન્ટ મુજબ ડેવલપર્સ કે મકાન માલિક પર આર્થિક ભારણ વધશે. આ આર્થિક ભારણથી ડેવલપર્સ ફર્નિચર સહિતના ખર્ચ માટે આપતાં ગિફ્ટ મનીની રકમ આપશે નહીં અથવા તો તેમાં ઘટાડો કરશે. જંત્રી વધ્યા બાદ રિડેવલપમેન્ટમાં જતી સોસાયટીઓએ સમગ્ર ઓફરની ફરી ગણતરી કરવાની ફરજ પડશે.