Kutchના માંડવી બીચ પર વરસાદ બાદ વેપારીઓને થયુ મોટુ નુકસાન

કચ્છના માંડવી બીચ પર વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો ભારે વરસાદથી ખાણીપીણીની દુકાનો થઈ તબાહ ભારે વરસાદથી રેકડીઓ, દુકાનો પાણીમાં વહી કચ્છના માંડવી બીચ પર વરસાદ બાદ વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ છે,વેપારીઓને મોટુ નુકસાન થતા રડવાનો વારો આવ્યો છે.નાના ધંધાર્થીઓની રેકડીઓ, કેબિનો પાણીમાં વહી ગઈ છે.વેપારીઓ મનમાં આશા રાખીને બેઠા છે કે,તંત્ર તરફથી તેમને કોઈ મદદ મળે પરંતુ હજી કોઈ મદદ મળી નથી જેના કારણે વેપારીઓમાં દુખની લાગણી છે. માંડવી બીચ ખાતેના ધંધાર્થીઓને ભારે નુકસાન કચ્છમાં ભારે વાવાઝોડુ અને વરસાદને લઈ બીચ પર ધંધો કરી રહેલા વેપારીઓને ભારે નુકસાનીનો વારો આવ્યો છે,સંદેશ ન્યૂઝની ટીમ વેપારીઓની વેદનનાને વાચ આપવા માટે બીચ પર પહોંચી છે,માંડવી બીચ પર જે રીતે નુકસાન થયું છે જેને લઈ વેપારીઓમાં દુખ જોવા મળ્યું છે,રેકડીઓ ઉંધી વળી ગઈ છે અને સાથે સાથે જે શેડ બાંધ્યા હતા પ્લાસ્ટિકના તે ધરાશાયી થયા છે,તો હાલ બીચ પર કોઈ આવતું ના હોવાથી ધંધો કરવો પણ શક્ય નથી. કેબિનો વહી ગઈ પાણીમાં માંડવી બીચ પર ધંધા અર્થે લગાવેલી કેબિનો પાણીમાં વહી ગઈ છે.ખાણીપીણીની દુકાનો સંપૂર્ણ તબાહ થઈ ગઈ છે.નાના ધંધાર્થીઓની રેકડી, દુકાનો તૂટી ગઈ.તો છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી જતા પાણીની અંદર દુકાનો અને કેબિનો વહી ગઈ છે.બીચ ચાર દિવસ બાદ ખુલ્યો પણ સહેલાણીઓ નથી કે નથી દુકાનદાર કે ધંધાર્થીઓ.હાલ બીચ પર શાંતિનો માહોલ છે અને દરીયો તેની મોજમાં છે.માંડવીમાં ચાર દિવસમાં 36 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. વીજપોલ પણ ધરાશાયી માંડવીમાં 28 અને તાલુકામાં 58 વીજપોલ પડી ગયા વીજપોલ પડી જતાં ત્રણ દિવસથી લાઇટ વગર લોકો દિવસ રાત વિતાવી રહ્યા છે. વીજ તંત્ર દ્વાર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને પ્રભાવિત વિસ્તારોને બાદ કરીને મોટા ભાગના વિસ્તારમાં લાઈટના અજવાળા મોડી રાત્રિ સુધીમાં ચાલુ કરી દેવાની હૈયાધારણ આપી છે.

Kutchના માંડવી બીચ પર વરસાદ બાદ વેપારીઓને થયુ મોટુ નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છના માંડવી બીચ પર વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો
  • ભારે વરસાદથી ખાણીપીણીની દુકાનો થઈ તબાહ
  • ભારે વરસાદથી રેકડીઓ, દુકાનો પાણીમાં વહી

કચ્છના માંડવી બીચ પર વરસાદ બાદ વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ છે,વેપારીઓને મોટુ નુકસાન થતા રડવાનો વારો આવ્યો છે.નાના ધંધાર્થીઓની રેકડીઓ, કેબિનો પાણીમાં વહી ગઈ છે.વેપારીઓ મનમાં આશા રાખીને બેઠા છે કે,તંત્ર તરફથી તેમને કોઈ મદદ મળે પરંતુ હજી કોઈ મદદ મળી નથી જેના કારણે વેપારીઓમાં દુખની લાગણી છે.

માંડવી બીચ ખાતેના ધંધાર્થીઓને ભારે નુકસાન

કચ્છમાં ભારે વાવાઝોડુ અને વરસાદને લઈ બીચ પર ધંધો કરી રહેલા વેપારીઓને ભારે નુકસાનીનો વારો આવ્યો છે,સંદેશ ન્યૂઝની ટીમ વેપારીઓની વેદનનાને વાચ આપવા માટે બીચ પર પહોંચી છે,માંડવી બીચ પર જે રીતે નુકસાન થયું છે જેને લઈ વેપારીઓમાં દુખ જોવા મળ્યું છે,રેકડીઓ ઉંધી વળી ગઈ છે અને સાથે સાથે જે શેડ બાંધ્યા હતા પ્લાસ્ટિકના તે ધરાશાયી થયા છે,તો હાલ બીચ પર કોઈ આવતું ના હોવાથી ધંધો કરવો પણ શક્ય નથી.


કેબિનો વહી ગઈ પાણીમાં

માંડવી બીચ પર ધંધા અર્થે લગાવેલી કેબિનો પાણીમાં વહી ગઈ છે.ખાણીપીણીની દુકાનો સંપૂર્ણ તબાહ થઈ ગઈ છે.નાના ધંધાર્થીઓની રેકડી, દુકાનો તૂટી ગઈ.તો છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી જતા પાણીની અંદર દુકાનો અને કેબિનો વહી ગઈ છે.બીચ ચાર દિવસ બાદ ખુલ્યો પણ સહેલાણીઓ નથી કે નથી દુકાનદાર કે ધંધાર્થીઓ.હાલ બીચ પર શાંતિનો માહોલ છે અને દરીયો તેની મોજમાં છે.માંડવીમાં ચાર દિવસમાં 36 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે.

વીજપોલ પણ ધરાશાયી

માંડવીમાં 28 અને તાલુકામાં 58 વીજપોલ પડી ગયા વીજપોલ પડી જતાં ત્રણ દિવસથી લાઇટ વગર લોકો દિવસ રાત વિતાવી રહ્યા છે. વીજ તંત્ર દ્વાર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને પ્રભાવિત વિસ્તારોને બાદ કરીને મોટા ભાગના વિસ્તારમાં લાઈટના અજવાળા મોડી રાત્રિ સુધીમાં ચાલુ કરી દેવાની હૈયાધારણ આપી છે.