Suratના બારડોલી તાલુકાના ખેડૂતો અકળાયા, પાવરગ્રીડ લાઈનને લઈ વિરોધ વધ્યો
સુરત જિલ્લા બારડોલી તાલુકાના મોતા ગામે પાવરગ્રીડ લાઇનનો વિરોધ જોવા મળ્યો હતો.આજે પોલીસ સાથે ખેડૂતોની બેઠક હતી.અને જરૂરી વાંધા નોંધાવવાના હોવાથી ખેડૂતોએ લાઇન નહીં નાખવા દેવાનો ઠરાવ કર્યો હતો. તેમજ વિજ લાઇન બાબતના વિરોધમાં ખેડૂતોનો એક સુર જોવા મળ્યો હતો. ખેડૂતોનો વિરોધ યથાવત પાવરગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે.આ વીજ લાઇન કચ્છના ખાવડાથી લઈ નવસારી વાસી બોરસી સુધી જાય છે. આ લાઇન સુરત જિલ્લાના પણ કેટલાક ગામોમાંથી પસાર થાય છે. જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે આજ મુદ્દાને લઇ ને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે વાંધા અરજી માટે અધિકારીઓ અને પોલીસ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પાકને નુકસાન થવાની ભિતી પાવર ગ્રીડ દ્વારા 765 કેવીની બે લાઇન નાખવામાં આવનાર છે. સને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટના જુના કાયદાઓ મુજબ પાવરગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે. જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે. વીજ લાઇન અન્ડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીનને પણ ખોટી અસર નહીં થાય. તેમજ બાગાયતી પાકોને જતાં નુકસાનની ભીતિ પણ ના રહે. ખેડૂતની પરમિશન વિના નહી નખાય લાઈન મોતા ગામે વીજ લાઇન કામગીરી કરવા માટે બારડોલી પોલીસ પહોંચી હતી અને ખેડૂતોનો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખેડૂતો એક સુર રહ્યા હતાં અને ગામના ખેતી વિસ્તારમાંથી આ વીજ લાઇન નહીં પસાર કરવા દેવાનું નક્કી કરાયું હતું. તેમજ પાવરગ્રીડ દ્વારા ખેડૂતોની પરવાનગી વિનાએ ખેતરમાં પ્રવેશવા પણ નહીં દેવાનો ઠરાવ કરાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લા બારડોલી તાલુકાના મોતા ગામે પાવરગ્રીડ લાઇનનો વિરોધ જોવા મળ્યો હતો.આજે પોલીસ સાથે ખેડૂતોની બેઠક હતી.અને જરૂરી વાંધા નોંધાવવાના હોવાથી ખેડૂતોએ લાઇન નહીં નાખવા દેવાનો ઠરાવ કર્યો હતો. તેમજ વિજ લાઇન બાબતના વિરોધમાં ખેડૂતોનો એક સુર જોવા મળ્યો હતો.
ખેડૂતોનો વિરોધ યથાવત
પાવરગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે.આ વીજ લાઇન કચ્છના ખાવડાથી લઈ નવસારી વાસી બોરસી સુધી જાય છે. આ લાઇન સુરત જિલ્લાના પણ કેટલાક ગામોમાંથી પસાર થાય છે. જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે આજ મુદ્દાને લઇ ને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે વાંધા અરજી માટે અધિકારીઓ અને પોલીસ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
પાકને નુકસાન થવાની ભિતી
પાવર ગ્રીડ દ્વારા 765 કેવીની બે લાઇન નાખવામાં આવનાર છે. સને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટના જુના કાયદાઓ મુજબ પાવરગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે. જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે. વીજ લાઇન અન્ડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીનને પણ ખોટી અસર નહીં થાય. તેમજ બાગાયતી પાકોને જતાં નુકસાનની ભીતિ પણ ના રહે.
ખેડૂતની પરમિશન વિના નહી નખાય લાઈન
મોતા ગામે વીજ લાઇન કામગીરી કરવા માટે બારડોલી પોલીસ પહોંચી હતી અને ખેડૂતોનો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખેડૂતો એક સુર રહ્યા હતાં અને ગામના ખેતી વિસ્તારમાંથી આ વીજ લાઇન નહીં પસાર કરવા દેવાનું નક્કી કરાયું હતું. તેમજ પાવરગ્રીડ દ્વારા ખેડૂતોની પરવાનગી વિનાએ ખેતરમાં પ્રવેશવા પણ નહીં દેવાનો ઠરાવ કરાયો હતો.