Kutch: રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, 2 મહિનામાં 3 લોકોના મોત
કચ્છના રાપર શહેરમાં નગરપાલિકાના પ્રતાપે રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, છેલ્લા 2 મહિનામાં ત્રણ લોકોના મોત આખલાના આતંકના કારણે થયા છે. રાપર શહેરમાં નગરપાલિકાના પ્રતાપે રખડતા આખલા અને ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે.વર્ષીય વસંતભાઈને આખલાએ અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી ત્યારે ગઈકાલે રાપર શહેરના અયોધ્યાપુરી ચકરા પાસે ત્રણ આખલાના ઝઘડામાં રાપર લોહાણા મહાજનના ઉપ પ્રમુખ વસંતભાઈ દયારામભાઈ ઠક્કર ઉર્ફે બકાભાઈ, તેઓ રાપર દરીયાસ્થાન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તથા નગરપાલિકાના માજી પ્રમુખ પ્રવિણભાઈ ઠક્કરના નાના ભાઈ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપ પ્રમુખ તરીકે સેવાઓ આપતા વસંતભાઈ ઠક્કરનું સાંજે સાત વાગ્યાની આસપાસ અયોધ્યાપુરીમાં રખડતા આખલા ઝઘડી રહ્યા હતા. ત્યારે બાઈક દ્વારા બજારમાં આવી રહેલા વસંતભાઈને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે તેમને પાટણ પણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખદ નિધન થયું હતું. વસંતભાઈ ઠક્કર ખુબ ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તમામ સમાજના લોકો સાથે મળતાવળા સ્વભાવ ધરાવતા હતા. 2 મહિનામાં આખલાની અડફેટે 3 લોકોના મોત રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલા પકડવાનું નગરપાલિકા દ્વારા માત્ર નાટક કરવામાં આવે છે. રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલા રાપર શહેરમાં જ આવેલી એક ઢોરો નિભાવતી સંસ્થાના છે અને આ સંસ્થા દ્વારા રખડતા ઢોરો અને આખલા રાખવામાં આવતા નથી. છેલ્લા 2 માસમાં 3 લોકો જેમાં નિવૃત્ત કર્મચારી અને આધેડ મહિલા અને આજે વસંતભાઈ આમ ત્રણ લોકોના મોત થયા છે. રખડતા આખલા અને ઢોરોની અંદાજે 2 હજારથી વધુ સંખ્યા ત્યારે અત્યાર સુધી આખલાઓએ 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચાડી હશે. રાપર શહેરના તમામ સાતે સાત વોર્ડમાં રખડતા આખલા અને ઢોરોની અંદાજે 2 હજારથી વધુ સંખ્યા છે. રાપર શહેરમાં રખડતા આખલા અને ઢોરોના લીધે લોકોના મોત અને ઈજાઓ અંગે રોષની લાગણી ફેલાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના રાપર શહેરમાં નગરપાલિકાના પ્રતાપે રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, છેલ્લા 2 મહિનામાં ત્રણ લોકોના મોત આખલાના આતંકના કારણે થયા છે. રાપર શહેરમાં નગરપાલિકાના પ્રતાપે રખડતા આખલા અને ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે.
વર્ષીય વસંતભાઈને આખલાએ અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી
ત્યારે ગઈકાલે રાપર શહેરના અયોધ્યાપુરી ચકરા પાસે ત્રણ આખલાના ઝઘડામાં રાપર લોહાણા મહાજનના ઉપ પ્રમુખ વસંતભાઈ દયારામભાઈ ઠક્કર ઉર્ફે બકાભાઈ, તેઓ રાપર દરીયાસ્થાન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તથા નગરપાલિકાના માજી પ્રમુખ પ્રવિણભાઈ ઠક્કરના નાના ભાઈ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપ પ્રમુખ તરીકે સેવાઓ આપતા વસંતભાઈ ઠક્કરનું સાંજે સાત વાગ્યાની આસપાસ અયોધ્યાપુરીમાં રખડતા આખલા ઝઘડી રહ્યા હતા. ત્યારે બાઈક દ્વારા બજારમાં આવી રહેલા વસંતભાઈને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે તેમને પાટણ પણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખદ નિધન થયું હતું. વસંતભાઈ ઠક્કર ખુબ ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તમામ સમાજના લોકો સાથે મળતાવળા સ્વભાવ ધરાવતા હતા.
2 મહિનામાં આખલાની અડફેટે 3 લોકોના મોત
રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલા પકડવાનું નગરપાલિકા દ્વારા માત્ર નાટક કરવામાં આવે છે. રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલા રાપર શહેરમાં જ આવેલી એક ઢોરો નિભાવતી સંસ્થાના છે અને આ સંસ્થા દ્વારા રખડતા ઢોરો અને આખલા રાખવામાં આવતા નથી. છેલ્લા 2 માસમાં 3 લોકો જેમાં નિવૃત્ત કર્મચારી અને આધેડ મહિલા અને આજે વસંતભાઈ આમ ત્રણ લોકોના મોત થયા છે.
રખડતા આખલા અને ઢોરોની અંદાજે 2 હજારથી વધુ સંખ્યા
ત્યારે અત્યાર સુધી આખલાઓએ 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચાડી હશે. રાપર શહેરના તમામ સાતે સાત વોર્ડમાં રખડતા આખલા અને ઢોરોની અંદાજે 2 હજારથી વધુ સંખ્યા છે. રાપર શહેરમાં રખડતા આખલા અને ઢોરોના લીધે લોકોના મોત અને ઈજાઓ અંગે રોષની લાગણી ફેલાઈ છે.