Ahmedabad: પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા નહીં કરાવવું પડે એફિડેવિટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે નાગરિકોને મોટી રાહત થશે. AMC દ્વારા જન્મ મરણ EKYC માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારો હવે તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ નહીં કરાવવું પડે.EKYC માટે હવે એફિડેવિટ વગર જ થશે સુધારા તમને જણાવી દઈએ કે અગાઉ અનેક લોકો એફિડેવિટ કરાવવાને લઈને પરેશાન થતા હતા. કમિશનરનો પત્ર છતાં એફિડેવિટ થતાં નાગરિકો પરેશાન હતા. બાળકના નામની પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે અગાઉ એફિડેવિટ આપવી પડતી હતી પણ હવે EKYC માટે એફિડેવિટ વગર જ સુધારા કરવામાં આવશે. આ મહત્વનો નિર્ણય અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નાગરિકોની કામગીરી સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. હવેથી જન્મ મરણ વિભાગમાં એફિડેવિટ માગવામાં આવે તો નાગરિકો સીધી જ ફરિયાદ કરી શકશે. નવા સત્રથી AMC વિદ્યાર્થીઓને મળશે દૂધ ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અન્ય એક નિર્ણય AMCના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. નવા સત્રથી AMC વિદ્યાર્થીઓને દૂધ મળશે. જાન્યુઆરીથી બાળકોને દૂધ આપવામાં આવશે. રૂપિયા 1.70 લાખ બાળકોને શૂઝ અને મોજા અપાશે, તેના માટે રૂપિયા 5 કરોડનો ખર્ચ AMC દ્વારા કરવામાં આવશે તો આ સિવાય રૂપિયા 2.5 કરોડના ખર્ચે બાળકોને ફૂડ સપ્લિમેન્ટ પણ આપવામાં આવશે. આ તમામ વિવિધ કામગીરી માટે AMC રૂપિયા 8 કરોડનો ખર્ચ બાળકો માટે કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે નાગરિકોને મોટી રાહત થશે. AMC દ્વારા જન્મ મરણ EKYC માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારો હવે તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ નહીં કરાવવું પડે.
EKYC માટે હવે એફિડેવિટ વગર જ થશે સુધારા
તમને જણાવી દઈએ કે અગાઉ અનેક લોકો એફિડેવિટ કરાવવાને લઈને પરેશાન થતા હતા. કમિશનરનો પત્ર છતાં એફિડેવિટ થતાં નાગરિકો પરેશાન હતા. બાળકના નામની પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે અગાઉ એફિડેવિટ આપવી પડતી હતી પણ હવે EKYC માટે એફિડેવિટ વગર જ સુધારા કરવામાં આવશે. આ મહત્વનો નિર્ણય અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નાગરિકોની કામગીરી સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. હવેથી જન્મ મરણ વિભાગમાં એફિડેવિટ માગવામાં આવે તો નાગરિકો સીધી જ ફરિયાદ કરી શકશે.
નવા સત્રથી AMC વિદ્યાર્થીઓને મળશે દૂધ
ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અન્ય એક નિર્ણય AMCના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. નવા સત્રથી AMC વિદ્યાર્થીઓને દૂધ મળશે. જાન્યુઆરીથી બાળકોને દૂધ આપવામાં આવશે. રૂપિયા 1.70 લાખ બાળકોને શૂઝ અને મોજા અપાશે, તેના માટે રૂપિયા 5 કરોડનો ખર્ચ AMC દ્વારા કરવામાં આવશે તો આ સિવાય રૂપિયા 2.5 કરોડના ખર્ચે બાળકોને ફૂડ સપ્લિમેન્ટ પણ આપવામાં આવશે. આ તમામ વિવિધ કામગીરી માટે AMC રૂપિયા 8 કરોડનો ખર્ચ બાળકો માટે કરશે.