Rajkot: AIIMSનાં ડાયરેક્ટર, ડીન સહિત 4 સામે મહિલા તબીબના ગંભીર આક્ષેપ

રાજકોટ AIIMS (એમ્સ )ના ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબે ઉત્પિડન અને ગુંડાગીરીની ફરિયાદ કરી છે. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર સિટીએસ કટોચ સહિત ચાર સામે મહિલા તબીબે ફરિયાદ કરતા ચકચાર મચી ગઇ છે. કોલકતા કાંડ બાદ તબીબોની સુરક્ષા અને સલામતી મામલે તંત્ર એલર્ટ બન્યું છે. જેમાં એઇમ્સની ઇન્ટર્નલ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ દ્વારા તપાસ શરૂ કરવા કવાયત હાથ ધરાઇ કટોચ ઉપરાંત ડીન ડોક્ટર સંજય ગુપ્તા, એચઓડી વિભાગના અશ્વિન અગ્રવાલ, જિલ્લા વહીવટી અધિકારી જયદેવસિંહ વાળા સહિતના સામે ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકને તપાસ કરવા આદેશ આપ્યો છે. મહિલા તબીબે વિવિધ આરોપ લગાવ્યા છે. જેમાં જાતિગત ભેદભાવ અને મહિલા હોવાના મામલે પણ ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી છે. જિલ્લા કલેકટર દ્વારા પોલીસને આ મામલે અરજી મોકલી દેવાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવા કવાયત હાથ ધરાઇ છે.30 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ પણ કર્યોએક વર્ષ પહેલા આ મહિલા તબીબે વુમન સેલમાં ફરિયાદ કરી હતી. તબીબ મહિલાએ જાતીય ભેદભાવ, ગુંડાગીરી, ઉત્પીડન સહિત વિવિધ ગંભીર આરોપો સાથે આ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મહિલા તબીબની ફરિયાદોને ગંભીરતાથી લઈને AIIMS ની ઇન્ટર્નલ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસને અરજી મોકલી દેવાતા પોલીસ દ્વારા તપાસ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા પણ ગાંધીગ્રામ પોલીસ મથકને તપાસ કરવા આદેશ અપાયો છે. સાથે 30 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ પણ કર્યો છે. 

Rajkot: AIIMSનાં ડાયરેક્ટર, ડીન સહિત 4 સામે મહિલા તબીબના ગંભીર આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ AIIMS (એમ્સ )ના ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબે ઉત્પિડન અને ગુંડાગીરીની ફરિયાદ કરી છે. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર સિટીએસ કટોચ સહિત ચાર સામે મહિલા તબીબે ફરિયાદ કરતા ચકચાર મચી ગઇ છે. કોલકતા કાંડ બાદ તબીબોની સુરક્ષા અને સલામતી મામલે તંત્ર એલર્ટ બન્યું છે. જેમાં એઇમ્સની ઇન્ટર્નલ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા તપાસ શરૂ કરવા કવાયત હાથ ધરાઇ
કટોચ ઉપરાંત ડીન ડોક્ટર સંજય ગુપ્તા, એચઓડી વિભાગના અશ્વિન અગ્રવાલ, જિલ્લા વહીવટી અધિકારી જયદેવસિંહ વાળા સહિતના સામે ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકને તપાસ કરવા આદેશ આપ્યો છે. મહિલા તબીબે વિવિધ આરોપ લગાવ્યા છે. જેમાં જાતિગત ભેદભાવ અને મહિલા હોવાના મામલે પણ ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી છે. જિલ્લા કલેકટર દ્વારા પોલીસને આ મામલે અરજી મોકલી દેવાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવા કવાયત હાથ ધરાઇ છે.

30 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ પણ કર્યો
એક વર્ષ પહેલા આ મહિલા તબીબે વુમન સેલમાં ફરિયાદ કરી હતી. તબીબ મહિલાએ જાતીય ભેદભાવ, ગુંડાગીરી, ઉત્પીડન સહિત વિવિધ ગંભીર આરોપો સાથે આ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મહિલા તબીબની ફરિયાદોને ગંભીરતાથી લઈને AIIMS ની ઇન્ટર્નલ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસને અરજી મોકલી દેવાતા પોલીસ દ્વારા તપાસ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા પણ ગાંધીગ્રામ પોલીસ મથકને તપાસ કરવા આદેશ અપાયો છે. સાથે 30 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ પણ કર્યો છે.