ગુજરાતનું પ્રથમ એરફીલ્ડ રબર ટાઈપ બેરેજ સાબરમતી પર અહીં તૈયાર કરાશે, જાણો ખર્ચો અને તેની વિશેષતા
Barrage Cum Bridge To Be Built In Ahmedabad: અટલ ફુટ ઓવરબ્રિજ પછી હવે અમદાવાદવાસીઓને એપ્રિલ-2027 સુધીમાં એરફિલ્ડ રબર બેરેજનુ નવું નજરાણું મળશે. સાબરમતીથી કેમ્પ સદર બજાર સુધી 350 કરોડ રૂપિયાના ખર્ચથી 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે. ગુજરાતમાં આ પ્રકારનો સૌ પ્રથમ બેરેજ કમ બ્રિજ તૈયાર થશે. બેરેજ કમ બ્રિજના કારણે અચેર સદરબજારથી ઉપરવાસમાં સંગ્રહીત થનારા પાણીના જથ્થાથી શહેરમાં પાણીની અછતના સમયમાં પણ 10થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે.ટ્રાફિક સમસ્યા હળવી બનશેસાબરમતી ટોરેન્ટ પાવરસ્ટેશન (બી.આર.ટી.એસ.) રોડથી કેમ્પ સદરબજાર (એરપોર્ટ રોડ)ના બંને તરફના રસ્તાઓને જોડતો બ્રિજ બનશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાબરમતી, ચાંદખેડા, મોટેરાથી લઈ પૂર્વ વિસ્તારમાં આવેલા હાંસોલ તથા એરપોર્ટને સીધી કનેક્ટિવિટી મળશે. ટ્રાફિક સમસ્યા મહદઅંશે હળવી બનશે. આ પણ વાંચો: ગુજરાતમાં દર મહિને સામાન્ય જીવન જીવવા 46000 રૂ.ની જરૂર પડે, જાણો કયું રાજ્ય સૌથી સસ્તું?બેરેજ કમ બ્રિજ પૈકી રબર બેરેજનુ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત હોવાથી તેને ડીફલેકટ કરવાથી નદીના વહેતા પુરને અવરોધરૂપના થાય તેને અનુરૂપ યુનિક એરફીલ્ડ રબર બેરેજ બનાવવામા આવશે. રબર ટાઈપ બેરેજનુ કામ YOOIL ENVIROTECH પ્રા.લી., દક્ષિણ કોરીયાને આપવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર માટે રો વોટર સંગ્રહ કરવા તથા રોડ નેટવર્ક તથા સિવિલ તથા સ્ટ્રીટલાઈટની કામગીરી રાજકમલ બિલ્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને અપાઈ છે.બેરેજ કમ બ્રિજની વિશેષતા કઈ હશે?•બ્રિજની બંને સાઈડ ફૂટપાથ તથા રિવરફ્રન્ટ રોડ માટે ચારે બાજુ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટિવિટી અપાશે.•મુખ્ય બ્રિજના ડેકના નીચેના ભાગમાં 3 મીટર પહોળાઈની ટેન્સાઈલ રુફીંગ સાથેની ફૂટપાથ બનાવાશે.•બ્રિજનો મુખ્ય સ્પાન 126 મીટરની લોખંડની કમાનનો તથા બંને બાજુના 42 મીટરના સ્પાનને સસ્પેન્ડેડ આર્ચ પ્રકારના તથા બાકીના સ્પાન આર.સી.સી. પ્રિ-સ્ટ્રેસના ગર્ડર પ્રકારના હશે.•થીમ બેઈઝ ડેકોરેટીવ લાઈટીંગ તથા વોટર ટ્રાન્સપોટેશન માટે લોકગેટનુ પ્રોવિઝન રખાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Barrage Cum Bridge To Be Built In Ahmedabad: અટલ ફુટ ઓવરબ્રિજ પછી હવે અમદાવાદવાસીઓને એપ્રિલ-2027 સુધીમાં એરફિલ્ડ રબર બેરેજનુ નવું નજરાણું મળશે. સાબરમતીથી કેમ્પ સદર બજાર સુધી 350 કરોડ રૂપિયાના ખર્ચથી 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે. ગુજરાતમાં આ પ્રકારનો સૌ પ્રથમ બેરેજ કમ બ્રિજ તૈયાર થશે. બેરેજ કમ બ્રિજના કારણે અચેર સદરબજારથી ઉપરવાસમાં સંગ્રહીત થનારા પાણીના જથ્થાથી શહેરમાં પાણીની અછતના સમયમાં પણ 10થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે.
ટ્રાફિક સમસ્યા હળવી બનશે
સાબરમતી ટોરેન્ટ પાવરસ્ટેશન (બી.આર.ટી.એસ.) રોડથી કેમ્પ સદરબજાર (એરપોર્ટ રોડ)ના બંને તરફના રસ્તાઓને જોડતો બ્રિજ બનશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાબરમતી, ચાંદખેડા, મોટેરાથી લઈ પૂર્વ વિસ્તારમાં આવેલા હાંસોલ તથા એરપોર્ટને સીધી કનેક્ટિવિટી મળશે. ટ્રાફિક સમસ્યા મહદઅંશે હળવી બનશે.
આ પણ વાંચો: ગુજરાતમાં દર મહિને સામાન્ય જીવન જીવવા 46000 રૂ.ની જરૂર પડે, જાણો કયું રાજ્ય સૌથી સસ્તું?
બેરેજ કમ બ્રિજ પૈકી રબર બેરેજનુ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત હોવાથી તેને ડીફલેકટ કરવાથી નદીના વહેતા પુરને અવરોધરૂપના થાય તેને અનુરૂપ યુનિક એરફીલ્ડ રબર બેરેજ બનાવવામા આવશે. રબર ટાઈપ બેરેજનુ કામ YOOIL ENVIROTECH પ્રા.લી., દક્ષિણ કોરીયાને આપવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર માટે રો વોટર સંગ્રહ કરવા તથા રોડ નેટવર્ક તથા સિવિલ તથા સ્ટ્રીટલાઈટની કામગીરી રાજકમલ બિલ્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને અપાઈ છે.
બેરેજ કમ બ્રિજની વિશેષતા કઈ હશે?
•બ્રિજની બંને સાઈડ ફૂટપાથ તથા રિવરફ્રન્ટ રોડ માટે ચારે બાજુ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટિવિટી અપાશે.
•મુખ્ય બ્રિજના ડેકના નીચેના ભાગમાં 3 મીટર પહોળાઈની ટેન્સાઈલ રુફીંગ સાથેની ફૂટપાથ બનાવાશે.
•બ્રિજનો મુખ્ય સ્પાન 126 મીટરની લોખંડની કમાનનો તથા બંને બાજુના 42 મીટરના સ્પાનને સસ્પેન્ડેડ આર્ચ પ્રકારના તથા બાકીના સ્પાન આર.સી.સી. પ્રિ-સ્ટ્રેસના ગર્ડર પ્રકારના હશે.
•થીમ બેઈઝ ડેકોરેટીવ લાઈટીંગ તથા વોટર ટ્રાન્સપોટેશન માટે લોકગેટનુ પ્રોવિઝન રખાશે.