Kutch: ભચાઉમાં પોલીસ પર હુમલો કરનારા 7 ઝડપાયા, અન્ય આરોપીની શોધખોળ શરૂ

કચ્છના ભચાઉ તાલુકાના લુણવા ગામે મતદાનની પૂર્વ રાત્રિએ અંદાજે 90થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરવા સાથે એક પીએસઆઈને પકડીને હત્યાના હેતુથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે 22 જેટલા લોકો વિરુદ્ધ નામજોગ અને 70 જેટલા અજાણ્યા સ્ત્રી-પુરૂષોના ટોળા સામે ફરિયાદ આધારે 7 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.ગામમાં મોટા સ્પીડ બ્રેકર હોતા તેને તોડી પાડવા અંગે રજૂઆત કરવા જતા ગામના સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતી અને તેની ફરિયાદ ફરિયાદીએ કરતા મામલો વધુ ગરમાયો હતો, અને આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા ત્યારે પોલીસ વચ્ચે પડતાં પોલીસ કર્મચારીઓ પર પણ ટોળુ તુટી પડયું હતું અને ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ PSIને પકડી રાખ્યા અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીંકી દીધો હતો. ઉપરાંત બે મહિલા સહિત પાંચ પોલીસકર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો.પોલીસ પર 90 જેટલા લોકોના ટોળાએ હુમલો અને સરકારી વાહનમાં તોડફોડ કરી હતી. ભચાઉના લુણવા ગામે પોલીસ પર થયેલ હુમલાની ઘટનામાં 7 આરોપીને રાઉન્ડઅપ કર્યા છે.  લુણવા ગામમાં જમ્પ બનાવવા બાબતે ફરિયાદી પ્રવીણ કોલીને આરોપીએ ધાકધમકી કરી હતી. પ્રવીણ કોલીએ પોલીસ ફરિયાદ કરતા ભચાઉ પોલીસ તપાસ માટે ગામમાં પહોંચી હતી. ભચાઉ પોલીસનો કાફલો ગામમાં પહોંચતા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. ભચાઉ પોલીસે 22 લોકો સામે નામ જોગ અને 60 થી 70 લોકોના ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.  પોલીસે સાત આરોપીને રાઉન્ડઅપ કર્યા અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Kutch: ભચાઉમાં પોલીસ પર હુમલો કરનારા 7 ઝડપાયા, અન્ય આરોપીની શોધખોળ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ભચાઉ તાલુકાના લુણવા ગામે મતદાનની પૂર્વ રાત્રિએ અંદાજે 90થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરવા સાથે એક પીએસઆઈને પકડીને હત્યાના હેતુથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે 22 જેટલા લોકો વિરુદ્ધ નામજોગ અને 70 જેટલા અજાણ્યા સ્ત્રી-પુરૂષોના ટોળા સામે ફરિયાદ આધારે 7 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.

ગામમાં મોટા સ્પીડ બ્રેકર હોતા તેને તોડી પાડવા અંગે રજૂઆત કરવા જતા ગામના સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતી અને તેની ફરિયાદ ફરિયાદીએ કરતા મામલો વધુ ગરમાયો હતો, અને આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા ત્યારે પોલીસ વચ્ચે પડતાં પોલીસ કર્મચારીઓ પર પણ ટોળુ તુટી પડયું હતું અને ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ PSIને પકડી રાખ્યા અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીંકી દીધો હતો. ઉપરાંત બે મહિલા સહિત પાંચ પોલીસકર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો.

પોલીસ પર 90 જેટલા લોકોના ટોળાએ હુમલો અને સરકારી વાહનમાં તોડફોડ કરી હતી. ભચાઉના લુણવા ગામે પોલીસ પર થયેલ હુમલાની ઘટનામાં 7 આરોપીને રાઉન્ડઅપ કર્યા છે.  લુણવા ગામમાં જમ્પ બનાવવા બાબતે ફરિયાદી પ્રવીણ કોલીને આરોપીએ ધાકધમકી કરી હતી. પ્રવીણ કોલીએ પોલીસ ફરિયાદ કરતા ભચાઉ પોલીસ તપાસ માટે ગામમાં પહોંચી હતી. ભચાઉ પોલીસનો કાફલો ગામમાં પહોંચતા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. ભચાઉ પોલીસે 22 લોકો સામે નામ જોગ અને 60 થી 70 લોકોના ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.  પોલીસે સાત આરોપીને રાઉન્ડઅપ કર્યા અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.