Kutch News: સસ્પેન્ડેડ પોલીસ કોસ્ટેબલ નીતા ચૌધરી ફરાર, જાણો શું છે મામલો?

ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોસ્ટેબલ નીતા ચૌધરી લાપતા કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ્દ કરી કસ્ટડીમાં લેવા કર્યો છે હુકમ નીતા અને બૂટલેગર યુવરાજ દારૂની ખેપ મારતા પકડાયા હતા સસ્પેન્ડેડ પોલીસ કોસ્ટેબલ નીતા ચૌધરી લાપતા થઈ છે. ત્યારે કચ્છ પોલીસે નીતાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નીતા ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસમાં ભારે દોડધામ મચી છે. તમને જણાવી દઈએ કે કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે અને કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે. થોડા દિવસ પહેલા નીતા અને બૂટલેગર યુવરાજ દારૂની ખેપ મારતા પકડાયા હતા. ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. સૂત્રોના અનુસાર, જામીન પર રહેલા નીતા ચૌધરી હાલમાં ફરાર થઇ ગયા છે. ગઇકાલે મંગળવારના રોજ ભચાઉ કોર્ટમાં નીતા ચૌધરીના વકીલ હાજર રહ્યા હતા. જણાવી દઇએ કે, ભચાઉ કોર્ટે તેના જામીન રદ્દ કરતા ધરપકડનો આદેશ કરવામાં આવ્યો હતો. જામીન પર બહાર રહેલી નીતા ચૌધરી ફરાર CID ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે PSI પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે આરોપી નેતા ચૌધરી ફરાર થઈ ગઈ છે અને તેમને પકડવા 3 અલગ અલગ ટીમો બનાવવી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.શું હતો વિવાદ? કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ થાર ગાડી કે જેના દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી. બંને આરોપી એટલે કે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

Kutch News: સસ્પેન્ડેડ પોલીસ કોસ્ટેબલ નીતા ચૌધરી ફરાર, જાણો શું છે મામલો?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોસ્ટેબલ નીતા ચૌધરી લાપતા
  • કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ્દ કરી કસ્ટડીમાં લેવા કર્યો છે હુકમ 
  • નીતા અને બૂટલેગર યુવરાજ દારૂની ખેપ મારતા પકડાયા હતા

સસ્પેન્ડેડ પોલીસ કોસ્ટેબલ નીતા ચૌધરી લાપતા થઈ છે. ત્યારે કચ્છ પોલીસે નીતાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નીતા ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસમાં ભારે દોડધામ મચી છે. તમને જણાવી દઈએ કે કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે અને કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે. થોડા દિવસ પહેલા નીતા અને બૂટલેગર યુવરાજ દારૂની ખેપ મારતા પકડાયા હતા. 

ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. સૂત્રોના અનુસાર, જામીન પર રહેલા નીતા ચૌધરી હાલમાં ફરાર થઇ ગયા છે. ગઇકાલે મંગળવારના રોજ ભચાઉ કોર્ટમાં નીતા ચૌધરીના વકીલ હાજર રહ્યા હતા. જણાવી દઇએ કે, ભચાઉ કોર્ટે તેના જામીન રદ્દ કરતા ધરપકડનો આદેશ કરવામાં આવ્યો હતો.

જામીન પર બહાર રહેલી નીતા ચૌધરી ફરાર

CID ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે PSI પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે આરોપી નેતા ચૌધરી ફરાર થઈ ગઈ છે અને તેમને પકડવા 3 અલગ અલગ ટીમો બનાવવી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.

શું હતો વિવાદ?

કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ થાર ગાડી કે જેના દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી. બંને આરોપી એટલે કે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.