Kutch News: નવરાત્રિના બંદોબસ્તમાં ચમક્યા મુંદ્રાના હોમગાર્ડ્સ, બંધ મકાનને નિશાન બનાવતા બે ચોરો રંગેહાથ ઝડપાયા

Oct 16, 2026 - 00:30
Kutch News: નવરાત્રિના બંદોબસ્તમાં ચમક્યા મુંદ્રાના હોમગાર્ડ્સ, બંધ મકાનને નિશાન બનાવતા બે ચોરો રંગેહાથ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના ઔદ્યોગિક અને વ્યસ્ત મુંદ્રા શહેરમાં હાલ નવરાત્રિના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને હોમગાર્ડ્સ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તહેવારોના દિવસોમાં લોકો ગરબા અને ઉત્સવમાં વ્યસ્ત હોય ત્યારે અસામાજિક તત્વો અને ચોરો સક્રિય થઈ જતા હોય છે, પરંતુ મુંદ્રામાં તૈનાત હોમગાર્ડ જવાનોની સતર્કતાએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે.

સવાલી શેરીમાં બંધ મકાનને બનાવ્યું નિશાન

મુંદ્રાની જાણીતી સવાલી શેરી વિસ્તારમાં ગત રાત્રે સુરક્ષા વ્યવસ્થા પૂરબહારમાં ચાલી રહી હતી. આ દરમિયાન એક બંધ મકાનને કેટલાક તસ્કરોએ પોતાના નિશાન બનાવ્યું હતું. તહેવારના માહોલનો ફાયદો ઉઠાવીને ઘરમાં ઘૂસેલા ચોરોને ખબર નહોતી કે સુરક્ષાકર્મીઓની બાજ નજર તેમના પર જ છે. સ્થાનિક વિસ્તારમાં અસામાન્ય હિલચાલ ધ્યાનમાં આવતા મામલો ગરમાયો હતો.

મહિલાની સમયસૂચકતા અને હોમગાર્ડ્સની ધમાકેદાર એન્ટ્રી

ઘટના સ્થળે હાજર એક સ્થાનિક મહિલાએ અદ્ભુત સમયસૂચકતા દાખવીને તાત્કાલિક તસવીરો અને માહિતી સંબંધિત ડ્યુટી પર હાજર હોમગાર્ડ જવાનો સુધી પહોંચાડી હતી. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હોમગાર્ડ જવાન શૈલેષભાઈ અને ચિરાગભાઈએ જીવના જોખમે ત્વરિત એક્શન લીધા હતા અને તે મકાનને ચારેય બાજુથી ઘેરી લીધું હતું. તેમની આ બહાદુરીના કારણે કોઈ મોટી ચોરીની ઘટના બનતી અટકી ગઈ હતી.

Kutch News: Mundra Homeguards Catch Thieves During Navratri

જીવના જોખમે દબોચ્યા બે તસ્કરોને

હોમગાર્ડ જવાન શૈલેષભાઈ અને ચિરાગભાઈએ કોઈપણ ડર વગર પોતાની ફરજ નિભાવતા જીવના જોખમે બંને ચોરોને રૂબરૂ પકડી લીધા હતા. ચોરોએ ભાગી છૂટવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ જવાનોની લોખંડી પકડ અને સાહસ આગળ તેમની એક ન ચાલી અને બંને તસ્કરો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

Kutch News: Mundra Homeguards Catch Thieves During Navratri

મુંદ્રા પોલીસને સુપરત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ

સ્થાનિક લોકોની મદદથી હોમગાર્ડ જવાનો દ્વારા રંગેહાથ પકડાયેલા બંને તસ્કરોને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી માટે મુંદ્રા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને આગળની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મુંદ્રાના આ હોમગાર્ડ જવાનોની પ્રશંસનીય કામગીરી બદલ સમગ્ર પંથકમાં તેમની પ્રશંસા થઈ રહી છે.


આ પણ વાંચો: Kutch News: ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં થશે વાઘ અને ચિત્તાનું આગમન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0