Kutch યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ, રજિસ્ટ્રાર અને અધિકારીની ગેરકાયદે ભરતી

કચ્છ યુનિવર્સિટીમાં ભરતીમાં કૌભાંડ થયું હોવાનો ઘટસ્ફોટ થયો. યુનિવર્સિટીમાં સત્તાધીશો ગેરકાયદે ભરતી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. સત્તાધીશો નિયમ ભંગ કરી હંગામી કર્મચારીઓને કાયમી કર્યા અને ગેરકાયદે ભરતી કરતા હોવાનો શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી.ભરતી મામલે કોર્ટમાં અરજીયુનિવર્સિટીમાં ગેરકાયદે ભરતી કરાતી હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. પ્રદીપ નામના ઉમેદવાર દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં જણાવ્યું કે કચ્છ યુનિવર્સિટીમાં 1 આસિ.રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફીસરની ગેરકાયદે ભરતી કરવામાં આવી. પ્રદીપની અરજી પર કોર્ટે જવાબ માંગતા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર 23 ડિસેમ્બરના રોજ ઓરલ ઓર્ડર કર્યો હતો. કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં હાઈકોર્ટમાં અરજી કરાયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો. આસિ.રજિસ્ટ્રાર અને સેક્શન ઓફીસરની ગેરકાયદે ભરતી કરાઈ હોવા મુદ્દે જવાબદાર ઉમેદવારોએ સ્પષ્ટતા કરી. રજિસ્ટ્રાર અને સેકશન ઓફિસરનું કહેવું છે કે તેઓએ સંયુક્ત રીતે નિમણૂંકમાં વિલંબને લઈને યુનિવર્સિટી વિરુદ્ધ કેસ કર્યો હતો. જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ અને ઇન્ચાર્જ કુલપતિએ ભરતી કરી હતી.પીડિત ઉમેદવારનો સત્તાધીશો પર આરોપઉમેદવારો પોતાની લાગવગના આધારે યુનિવર્સિટીમાં ભરતી કરાવતા યોગ્ય ઉમેદવાર તેમના હકથી વંચિત રહે છે. સત્તાધીશો યુનિવર્સિટીને બાપદાદાની જાગીર સમજી વ્હાલાદવાલની નીતિ અપનાવતા નિયમ ભંગ કરી નિમણૂંકના ઓર્ડર આપતા હોવાનો પ્રદીપ નામના ઉમેદવારે આક્ષેપ કર્યો. પ્રદીપે રજૂઆત કરી કે સત્તાધીશો જ કાયદાનો અમલ કરતા નથી. કારણ કે હાઈકોર્ટમાં તેમણે ભરતીમાં ગેરરીતિની અરજી કર્યા બાદ 23 ડિસેમ્બરે ઓરલ ઓર્ડર અપાયો હતો.અને પોતાના કૌભાંડ બહાર ના આવે માટે સત્તાધીશોએ તાત્કાલિક 24 ડિસેમ્બરે બેઠક યોજી 26 ડિસેમ્બરના રોજ રજિસ્ટ્રાર સહિત સેકસન ઓફિસરની નિમણૂંકના ઓર્ડર આપી દીધા હતા. પોતે દોષિત ના ઠરે માટે અધિકારીઓના એપોઇમેન્ટ લેટરમાં કોર્ટ કેસ ટાંકી નિમણૂંક કરી હોવાનું દર્શાવ્યું. કાર્યવાહીની માંગરાજ્યમાં નકલી ઓફિસર, નકલી દવાખાના, નકલી ડોક્ટર અને પોન્ઝી સ્કીમ જેવા કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં અધિકારીઓની ભરતીમાં કૌભાંડ આચરતું હોવાની શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી. આ મામલે પીડિત ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરતાં અધિકારીઓની ગેરકાયદે ભરતી મામલે ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Kutch યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ, રજિસ્ટ્રાર અને અધિકારીની ગેરકાયદે ભરતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ યુનિવર્સિટીમાં ભરતીમાં કૌભાંડ થયું હોવાનો ઘટસ્ફોટ થયો. યુનિવર્સિટીમાં સત્તાધીશો ગેરકાયદે ભરતી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. સત્તાધીશો નિયમ ભંગ કરી હંગામી કર્મચારીઓને કાયમી કર્યા અને ગેરકાયદે ભરતી કરતા હોવાનો શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી.

ભરતી મામલે કોર્ટમાં અરજી

યુનિવર્સિટીમાં ગેરકાયદે ભરતી કરાતી હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. પ્રદીપ નામના ઉમેદવાર દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં જણાવ્યું કે કચ્છ યુનિવર્સિટીમાં 1 આસિ.રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફીસરની ગેરકાયદે ભરતી કરવામાં આવી. પ્રદીપની અરજી પર કોર્ટે જવાબ માંગતા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર 23 ડિસેમ્બરના રોજ ઓરલ ઓર્ડર કર્યો હતો. કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં હાઈકોર્ટમાં અરજી કરાયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો. આસિ.રજિસ્ટ્રાર અને સેક્શન ઓફીસરની ગેરકાયદે ભરતી કરાઈ હોવા મુદ્દે જવાબદાર ઉમેદવારોએ સ્પષ્ટતા કરી. રજિસ્ટ્રાર અને સેકશન ઓફિસરનું કહેવું છે કે તેઓએ સંયુક્ત રીતે નિમણૂંકમાં વિલંબને લઈને યુનિવર્સિટી વિરુદ્ધ કેસ કર્યો હતો. જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ અને ઇન્ચાર્જ કુલપતિએ ભરતી કરી હતી.

પીડિત ઉમેદવારનો સત્તાધીશો પર આરોપ

ઉમેદવારો પોતાની લાગવગના આધારે યુનિવર્સિટીમાં ભરતી કરાવતા યોગ્ય ઉમેદવાર તેમના હકથી વંચિત રહે છે. સત્તાધીશો યુનિવર્સિટીને બાપદાદાની જાગીર સમજી વ્હાલાદવાલની નીતિ અપનાવતા નિયમ ભંગ કરી નિમણૂંકના ઓર્ડર આપતા હોવાનો પ્રદીપ નામના ઉમેદવારે આક્ષેપ કર્યો. પ્રદીપે રજૂઆત કરી કે સત્તાધીશો જ કાયદાનો અમલ કરતા નથી. કારણ કે હાઈકોર્ટમાં તેમણે ભરતીમાં ગેરરીતિની અરજી કર્યા બાદ 23 ડિસેમ્બરે ઓરલ ઓર્ડર અપાયો હતો.અને પોતાના કૌભાંડ બહાર ના આવે માટે સત્તાધીશોએ તાત્કાલિક 24 ડિસેમ્બરે બેઠક યોજી 26 ડિસેમ્બરના રોજ રજિસ્ટ્રાર સહિત સેકસન ઓફિસરની નિમણૂંકના ઓર્ડર આપી દીધા હતા. પોતે દોષિત ના ઠરે માટે અધિકારીઓના એપોઇમેન્ટ લેટરમાં કોર્ટ કેસ ટાંકી નિમણૂંક કરી હોવાનું દર્શાવ્યું.

કાર્યવાહીની માંગ

રાજ્યમાં નકલી ઓફિસર, નકલી દવાખાના, નકલી ડોક્ટર અને પોન્ઝી સ્કીમ જેવા કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં અધિકારીઓની ભરતીમાં કૌભાંડ આચરતું હોવાની શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી. આ મામલે પીડિત ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરતાં અધિકારીઓની ગેરકાયદે ભરતી મામલે ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.