Kutch : ભુજમાં ઉનાળાની શરૂઆતે જ ફૂડ વિભાગ એક્શન મોડમાં, નંદની આઈસ્ક્રીમમાં દરોડા પાડી એક્સપાયરી જથ્થાનો નાશ કરાયો

Apr 20, 2026 - 22:00
Kutch : ભુજમાં ઉનાળાની શરૂઆતે જ ફૂડ વિભાગ એક્શન મોડમાં, નંદની આઈસ્ક્રીમમાં દરોડા પાડી એક્સપાયરી જથ્થાનો નાશ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં આવેલી જાણીતી ‘નંદની આઈસ્ક્રીમ’ પાર્લર પર ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ મળી આવતા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

વિવિધ આઈસ્ક્રીમના સેમ્પલ લેવાયા

ફૂડ વિભાગની ટીમે નંદની આઈસ્ક્રીમમાં વેચાતા વિવિધ ફ્લેવરના આઈસ્ક્રીમ અને તેની બનાવટમાં વપરાતી સામગ્રીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ શંકાસ્પદ જણાતા વિવિધ આઈસ્ક્રીમના નમૂના લીધા હતા, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂના ફેઈલ જશે, તો સંચાલકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

₹10,000ની કિંમતનો માલ જપ્ત કરી નાશ કરાયો

તપાસ દરમિયાન પાર્લરમાંથી મુદત વીતી ગઈ હોય તેવીસામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગે અંદાજે ₹10,000ની કિંમતનો 5 કિલો જેટલો બિનઆરોગ્યપ્રદ જથ્થો જપ્ત કર્યો હતો અને તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમનો વપરાશ વધતો હોય છે, ત્યારે તંત્રની આ કાર્યવાહીથી ખાણી-પીણીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો----     Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0