Kshtriya Aandolan: અમિત શાહે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી સાથે બેઠક

ગૃહમંત્રી અમિતશાહના નિવાસસ્થાને મળી બેઠક CM ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં રહ્યા ઉપસ્થિતહર્ષ સંઘવી અને સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિતરાજ્યમાં ક્ષત્રિય સમાજ આંદોલન મુદ્દે હવે ભાજપ માટે મહત્વનો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અમિત શાહ પોતાના નામંકન દાખલ કરવા માટે ગુજરાત પહોંચ્યા છે ત્યાં બીજી તરફ રાજકોટ બેઠકથી પરશોત્તમ રૂપાલાના મુદ્દે ફરી એકવાર ભાજપમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેના માટે અમિત શાહના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની બેઠક યોજાઈ છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે ભાજપ હાઇકમાન્ડ સક્રિય બન્યું છે. જ્યાં એક તરફ નામંકન દાખલ કરવા પહેલાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન થયો હતો પરંતુ કોઈ નિર્ણય આવી શક્યો ન હતો. આ પછી રૂપાલાએ નામંકન ફાઈલ કરવા સમયે પણ વધુ એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગ હતી. તેમ છતાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા માફી આપવાના મોડ પર નથી. જેના પગલે હવે ભાજપમાં ફરી એકવાર બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં અમિત શાહની હાજરીમાં બેઠક યોજાઈ રહી છે. ક્ષત્રિય સમાજનું ઓપરેશન રૂપાલા-2 જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજે ઓપરેશન રૂપાલા - 2ની શરૂઆત કરી કરી છે. જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખે દેલવાડા ગામે પૂજા કરી છે. તેમાં કરણસિંહ ચાવડાએ પૂજા કરી રૂપાલા પાર્ટ - 2ની શરૂઆત કરી છે. તથા ગુજરાતના દરેક ગામમાં ભાજપના વિરોધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર નિશાન સાધ્યું છે. તથા પદ્મિનીબાએ જણાવ્યું છે કે હાલ સંકલન સમિતિની સાથે છું.

Kshtriya Aandolan: અમિત શાહે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી સાથે બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગૃહમંત્રી અમિતશાહના નિવાસસ્થાને મળી બેઠક
  • CM ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં રહ્યા ઉપસ્થિત
  • હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

રાજ્યમાં ક્ષત્રિય સમાજ આંદોલન મુદ્દે હવે ભાજપ માટે મહત્વનો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અમિત શાહ પોતાના નામંકન દાખલ કરવા માટે ગુજરાત પહોંચ્યા છે ત્યાં બીજી તરફ રાજકોટ બેઠકથી પરશોત્તમ રૂપાલાના મુદ્દે ફરી એકવાર ભાજપમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેના માટે અમિત શાહના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની બેઠક યોજાઈ છે.

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે ભાજપ હાઇકમાન્ડ સક્રિય બન્યું છે. જ્યાં એક તરફ નામંકન દાખલ કરવા પહેલાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન થયો હતો પરંતુ કોઈ નિર્ણય આવી શક્યો ન હતો.

આ પછી રૂપાલાએ નામંકન ફાઈલ કરવા સમયે પણ વધુ એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગ હતી. તેમ છતાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા માફી આપવાના મોડ પર નથી. જેના પગલે હવે ભાજપમાં ફરી એકવાર બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં અમિત શાહની હાજરીમાં બેઠક યોજાઈ રહી છે.

ક્ષત્રિય સમાજનું ઓપરેશન રૂપાલા-2

જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજે ઓપરેશન રૂપાલા - 2ની શરૂઆત કરી કરી છે. જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખે દેલવાડા ગામે પૂજા કરી છે. તેમાં કરણસિંહ ચાવડાએ પૂજા કરી રૂપાલા પાર્ટ - 2ની શરૂઆત કરી છે. તથા ગુજરાતના દરેક ગામમાં ભાજપના વિરોધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર નિશાન સાધ્યું છે. તથા પદ્મિનીબાએ જણાવ્યું છે કે હાલ સંકલન સમિતિની સાથે છું.