Khyati Hospital કાંડમાં સંડોવાયેલા 2 ડોકટરના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કાંડમાં સંડોવાયેલા 2 ડોક્ટરોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,ડો.સંજય પટોલિયાનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે તો PMJAYના ડો.શૈલેષ આનંદનું લાયસન્સ કરાયું સસ્પેન્ડ,ડો.શૈલેષ આનંદનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે.ગુજરાત મેડિકલ કાઉન્સિલે લાયસન્સ કર્યા સસ્પેન્ડ,અગાઉ ડો.પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ થયું છે સસ્પેન્ડ તો મહત્વનું છે કે 3 વર્ષમાં ખ્યાતિકાંડમાં 112 દર્દીઓના થયા છે મોત.3 વર્ષ માટે લાયસન્સ થયું સસ્પેન્ડ ગુજરાત સરકારના એડી. ડાયરેક્ટર, મેડિકલ સર્વિસીસ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદના આધારે PMJAYના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. યુ.બી. ગાંધીની અધ્યક્ષતામાં એક 7 સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અને કાઉન્સિલના સુનાવણીના આધારે, બન્ને ડોક્ટરોની કામગીરી જાહેર આરોગ્ય માટે જોખમી ગણાતા, તેમના લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ના સેક્શન 22(1)(બી)(આઈ) હેઠળ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દર 2 મહિને ધંધો વધારવા માટે કરતા કાળી કમાણી આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો દર્દીઓ વધારવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો અને એન્જીયોગ્રાફી બાદ દર્દીઓનું નિરીક્ષણ પણ રામ ભરોસે થતું હતુ અને ઓપરેશન બાદ દર્દીઓની તકેદારી પણ રખાતી ન હતી સાથે સાથે સંજય પટોડિયા મહિનામાં બે વખત કરતો હતો મિટિંગ અને પટોડિયા માર્કેટિંગ સહિત તબીબો સાથે કરતો હતો મિટિંગ તો ચિરાગ રાજપૂત 2 છોકરીના નામે 2 લાખ પગાર ચૂકવતો હતો અને નાણાંકીય વ્યવહાર બતાવવા 2 લાખ પગાર ચૂકવાતો હતો અને રાજશ્રી કોઠારી વધુ દર્દી લાવવા માર્કેટિંગ ટીમને કરતી હતી દબાણ. હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો હતો કાર્તિક પટેલે કહ્યુ કે,હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો હું લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું,ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51%નો ભાગીદાર છું અને કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તે સ્વીકારી હાજર થયો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કાંડમાં સંડોવાયેલા 2 ડોક્ટરોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,ડો.સંજય પટોલિયાનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે તો PMJAYના ડો.શૈલેષ આનંદનું લાયસન્સ કરાયું સસ્પેન્ડ,ડો.શૈલેષ આનંદનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે.ગુજરાત મેડિકલ કાઉન્સિલે લાયસન્સ કર્યા સસ્પેન્ડ,અગાઉ ડો.પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ થયું છે સસ્પેન્ડ તો મહત્વનું છે કે 3 વર્ષમાં ખ્યાતિકાંડમાં 112 દર્દીઓના થયા છે મોત.
3 વર્ષ માટે લાયસન્સ થયું સસ્પેન્ડ
ગુજરાત સરકારના એડી. ડાયરેક્ટર, મેડિકલ સર્વિસીસ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદના આધારે PMJAYના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. યુ.બી. ગાંધીની અધ્યક્ષતામાં એક 7 સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અને કાઉન્સિલના સુનાવણીના આધારે, બન્ને ડોક્ટરોની કામગીરી જાહેર આરોગ્ય માટે જોખમી ગણાતા, તેમના લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ના સેક્શન 22(1)(બી)(આઈ) હેઠળ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દર 2 મહિને ધંધો વધારવા માટે કરતા કાળી કમાણી
આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો દર્દીઓ વધારવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો અને એન્જીયોગ્રાફી બાદ દર્દીઓનું નિરીક્ષણ પણ રામ ભરોસે થતું હતુ અને ઓપરેશન બાદ દર્દીઓની તકેદારી પણ રખાતી ન હતી સાથે સાથે સંજય પટોડિયા મહિનામાં બે વખત કરતો હતો મિટિંગ અને પટોડિયા માર્કેટિંગ સહિત તબીબો સાથે કરતો હતો મિટિંગ તો ચિરાગ રાજપૂત 2 છોકરીના નામે 2 લાખ પગાર ચૂકવતો હતો અને નાણાંકીય વ્યવહાર બતાવવા 2 લાખ પગાર ચૂકવાતો હતો અને રાજશ્રી કોઠારી વધુ દર્દી લાવવા માર્કેટિંગ ટીમને કરતી હતી દબાણ.
હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો હતો
કાર્તિક પટેલે કહ્યુ કે,હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો હું લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું,ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51%નો ભાગીદાર છું અને કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તે સ્વીકારી હાજર થયો છે.