Kheda: મહુધા નગરમાં વારંવાર પુરવઠો ખોરવાતા સ્થાનિકોનો મહુધા વીજકચેરીએ હોબાળો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહુધા નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેણે કારણે સ્થાનિકોએ વીજ કચેરીએ ઘણી વખત ફરિયાદો પણ કરી છે. તેમ છતાં મનમાની કરતા વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા ગઈકાલે રાત્રે વારંવાર વીજ પુરવઠો ખોરવતા મહુધા નગરના સ્થાનિકોએ વીજ કચેરીએ હોબાળો મચાવ્યો હતો તેમજ અધિકારીઓના છાજ્યા લીધા હતા. મહુધા નગરમાં ગઈકાલે રાત્રીના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જે બાબતે મહુધાના સ્થાનિકોએ મહેમદાવાદ રોડ ઉપર આવેલ એમ.જી.વિ.સી.એલ કચેરીમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં લાઈટ ચાલુ નહીં થતા ફરીથી સ્થાનિકોએ વીજ કચેરીએ ફરિયાદ કરવા સ્થાનિકોએ ફોન કરતા વીજ કચેરીના કર્મચારીએ વીજ કચેરીના ફોનનું રીસીવર નીચે મુકીદેતાં સ્થાનિકો અકડાયા હતા અને મહુધાના નગરપાલિકા, જુમા મસ્જિદ, વ્હોરવાળ, આડા બજાર જેવા વિસ્તારોના દોઢસો જેટલાં રહીશોએ મહુધા વીજ કચેરીએ હલ્લાબોલ કર્યું હતું. અને વીજ કંપનીના અધિકારીના છાજ્યા લીધા હતા. તેમજ અધિકારીઓના હાય હાય ના નારા લગાવ્યા હતા. પુરવઠાને લઈ અંતે કંટાળીને સ્થાનિકોએ ગઈકાલે રાત્રે મહુધાની વીજ કચેરીને માથે લીધી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

