Kheda News : ચકલાસીમાં 40 લાખની રોકડ ઝડપાઈ, LCB ની રેડમાં 500 ના દરની 8000 નોટો મળી આવતા ચકચાર

Oct 22, 2025 - 16:00
Kheda News : ચકલાસીમાં 40 લાખની રોકડ ઝડપાઈ, LCB ની રેડમાં 500 ના દરની 8000 નોટો મળી આવતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લામાં પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને એક મોટી સફળતા મળી છે. બાતમીના આધારે LCB એ જિલ્લાના ચકલાસી ગામમાં દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન, પોલીસને અકબર શેખ નામના વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી સર્ચ ઓપરેશનમાં કુલ 40 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ ઝડપી પાડવામાં આવી છે. આ રકમમાં 500ના દરની 8000 નંગ નોટોનો સમાવેશ થતો હતો. તહેવારોના માહોલમાં આટલી મોટી રોકડ રકમ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

રોકડના સ્રોત અંગે અકબર શેખ મૌન

LCB દ્વારા જ્યારે ઘરના માલિક અકબર શેખની રોકડ રકમના સ્રોત અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તે યોગ્ય અને સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. આટલી મોટી રકમ ક્યાંથી આવી અને તેનો હેતુ શું છે, તે વિશે તે સ્પષ્ટતા કરી શક્યો નહોવાથી પોલીસે આ રકમને શંકાસ્પદ માનીને તાત્કાલિક જપ્ત કરી લીધી હતી. બિનહિસાબી રોકડ મળી આવતા પોલીસે આ મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. રોકડનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને શું આ રકમ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

વધુ તપાસના ચક્રો ગતિમાન

ખેડા LCBએ 40 લાખની રોકડ જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અકબર શેખનું કોઈ મોટું નેટવર્ક છે કે કેમ અને આ રકમનો વ્યવહાર કયા હેતુથી કરવામાં આવી રહ્યો હતો. આવકવેરા વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવે તેવી શક્યતા છે. પોલીસ માટે આ એક મહત્વપૂર્ણ કેસ છે, જે કદાચ કોઈ મોટા આર્થિક કૌભાંડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરી શકે છે. સમગ્ર મામલે ઝડપાયેલી રોકડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0