Kheda News: ગુમ બાળકી મુદ્દે આરોપી તપાસમાં પોલીસને ગુમરાહ કરી રહ્યો છે, 60 કલાકમાં 10 વખત નિવેદન બદલ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આંકલાવમાં બાળકીનું ઘર પાસેથી અપહરણ કરીને તેની હત્યા કરી નદીમાં ફેંકી દેવાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં આરોપી અજય પઢિયારની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. ત્યારે આ ઘટનામાં હવે નવો ખુલાસો થયો છે. આરોપી પોલીસ તપાસમાં ગુમરાહ કરી રહ્યો છે. તેણે 60 કલાકમાં 10 વખત નિવેદનો બદલ્યા છે. તે ખોટા લોકેશન બતાવીને પોલીસને તપાસમાં ગુમરાહ કરી રહ્યો છે. છેલ્લા 60 કલાકથી બાળકીની શોધખોળ હાથ ધરાઈ છે પણ હજી સુધી તેનો પત્તો લાગ્યો નથી.
આંકલાવમાં બાળકીને નદીમાં ફેંકવા મુદ્દે નવો ખુલાસો
આંકલાવમાં બાળકીને તાંત્રિક વિધિ માટે નહીં પણ દુષ્કર્મના ઈરાદે લઈ ગયો હોવાની આરોપીએ કબૂલાત કરી છે. આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. આરોપીએ પહેલા તાંત્રિક વિધિની કબૂલાત કરી હતી. હવે દુષ્કર્મના ઈરાદે લઈ ગયો હોવાની કબૂલાત કરી છે. તે પોલીસને અલગ અલગ નિવેદન આપી રહ્યો છે. તેણે 60 કલાકમાં 10 વખત નિવેદન બદલ્યા છે. પોલીસને ખોટુ લોકેશન આપીને ગુમરાહ કરી રહ્યો છે.
દુષ્કર્મ અને તાંત્રિક વિધિને ધ્યાને રાખીને પોલીસ તપાસ
60 કલાક બાદ પણ બાળકીનો પત્તો લાગ્યો નથી. આરોપીએ બાળકીને ગળુ દબાવી મારી નાંખીને નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી છે. આજે આરોપીને પોલીસ કોર્ટમાં રજૂ કરશે. પોલીસ દુષ્કર્મ અને તાંત્રિક વિધિ બંને દિશામાં તપાસ કરી રહી છે. ગુમ થયેલી બાળકીના પરિવારની હિંમત ખુટી રહી છે. બાળકી છેલ્લા 60 કલાકથી ગુમ હોવાથી પરિવાર ચિંતિત થઈ રહ્યો છે.
What's Your Reaction?






