Kheda News: નડિયાદમાં ટ્રકે યુવકને કચડ્યો, મીલ રોડ પર અકસ્માતમાં કિશન તળપદાનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નડિયાદ શહેરના મીલ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે યુવકને પોતાની અડફેટે લેતા તેનું કરૂણ મોત નીપજ્યું છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, નડિયાદના મીલ રોડ પરથી પસાર થઈ રહેલા કિશન તળપદા નામના યુવકને એક બેફામ બનેલા ટ્રક ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવક લોહીલુહાણ હાલતમાં રોડ પર પટકાતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
સારવાર દરમિયાન તોડ્યો દમ
ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશનને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેની સ્થિતિ વધુ લથડતા તેણે અંતિમ શ્વાસ લીધા હતા. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ચાલક ટ્રક મૂકી ફરાર
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ગભરાઈને પોતાનો ટ્રક ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ નડિયાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રકને કબજે લીધો છે. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Kheda: વીરપુર ડ્રાય સ્પેલની લપેટમાં, ઇંધણ ના મળતાં લાખો જનતા રામભરોસે !
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

