VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Nitin Patel Viral Video: અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક આવેલી સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનનું સમારકામ ચાલી રહ્યું હોવાથી આજે (24 જૂન) વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાના ડાયવર્ઝન અને સાંકડા માર્ગને કારણે સવારથી જ વાહનોની ગતિ થંભી ગઈ હતી, જેના લીધે સઈઝ ગુરુકુળથી લઈને શેરથા સુધી કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ચિક્કાર જામમાં હજારો સામાન્ય નાગરિકો પોતાના વાહનો સાથે કલાકો સુધી અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મહા ટ્રાફિક જામ છતાં પોલીસની ગેરહાજરીથી નીતિન પટેલ ગુસ્સે ભરાયા
આ મહા ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ ગઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

