Kheda : વસો તાલુકા પંચાયતમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, બહુમતી માટે ખૂટતી કડી સમાન અપક્ષ સભ્ય બીરેન પટેલે કેસરીયા કર્યા

May 5, 2026 - 19:00
Kheda : વસો તાલુકા પંચાયતમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, બહુમતી માટે ખૂટતી કડી સમાન અપક્ષ સભ્ય બીરેન પટેલે કેસરીયા કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લાના વસો તાલુકા પંચાયતમાં સત્તાના જંગનો અંત આવ્યો છે. બહુમતીથી માત્ર એક ડગલું દૂર રહેલી ભારતીય જનતા પાર્ટીએ ચાણક્ય નીતિ અપનાવીને અપક્ષ સભ્યને પોતાના પક્ષમાં સામેલ કરી લીધા છે. આ સાથે જ વસો તાલુકા પંચાયત પર હવે સત્તાવાર રીતે ભાજપનું શાસન સ્થપાશે.

ચૂંટણીનું ગણિત 

વસો તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપને 8 બેઠકો અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર બીરેન પટેલની જીત થઈ હતી. બહુમતી માટે 9 બેઠકોની જરૂર હોવાથી સત્તાની ચાવી અપક્ષ સભ્યના હાથમાં હતી. જોકે, ધારાસભ્ય કલ્પેશ પરમારની મધ્યસ્થતા અને રાજકીય સૂઝબૂઝને કારણે અપક્ષ સભ્ય બીરેન પટેલે ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.

ખેસ પહેરાવી સ્વાગત

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે બીરેન પટેલને વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. બીરેન પટેલની સાથે તેમના 10થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ નવા સમીકરણ બાદ ભાજપનું સંખ્યાબળ 9 થઈ ગયું છે, જે બહુમતીના આંકડાને સ્પર્શે છે. કોંગ્રેસના સપના રોળાયા

બીજી તરફ, કોંગ્રેસ માત્ર એક બેઠક માટે સત્તાથી વંચિત રહી ગઈ છે. અપક્ષ સભ્ય ભાજપમાં ભળતા હવે વસો તાલુકા પંચાયતમાં ભગવો લહેરાશે. આ રાજકીય ખેલ પાછળ ધારાસભ્ય કલ્પેશ પરમારની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. આગામી દિવસોમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં ભાજપનો રસ્તો સાવ સાફ થઈ ગયો છે.


આ પણ વાંચો---    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0