Kheda: નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

નડિયાદના શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયાપીપલગ, ડભાણ, ડુમરાલ, ઉત્તરસંડા, ફતેપુરા, પીજ, વસો ગામમાં વરસાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ નડિયાદ શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના શ્રેયસ ગરનાળામાં વરસાદી પાણી પણ ભરાયા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ફરી બેટિંગ શરૂ કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નડિયાદ અને તેની આસપાસના પીપલગ, ડભાણ, ડુમરાલ, ઉત્તરસંડા, ફતેપુરા, પીજ, વસો ગામમાં વરસાદ વરસી રહ્યો છે. બપોરે 3 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના ગોતા, સોલા, થલતેજ, ઈસ્કોન ચાર રસ્તા, વસ્ત્રાપુર, શિવરંજની, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે ટુ-વ્હીલર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે અને આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. તેમજ રાજ્યમાં 2થી 4 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. તેમજ 3થી 4 ઓગસ્ટે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. વરસાદને લઈ અંબાલાલ પટેલની પણ આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. નદીઓમાં પૂર પણ આવી શકે છે તેમ જણાવ્યું છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. તેમજ મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ છે.

Kheda: નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નડિયાદના શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયા
  • પીપલગ, ડભાણ, ડુમરાલ, ઉત્તરસંડા, ફતેપુરા, પીજ, વસો ગામમાં વરસાદ
  • વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

નડિયાદ શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના શ્રેયસ ગરનાળામાં વરસાદી પાણી પણ ભરાયા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ફરી બેટિંગ શરૂ કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

નડિયાદ અને તેની આસપાસના પીપલગ, ડભાણ, ડુમરાલ, ઉત્તરસંડા, ફતેપુરા, પીજ, વસો ગામમાં વરસાદ વરસી રહ્યો છે. બપોરે 3 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના ગોતા, સોલા, થલતેજ, ઈસ્કોન ચાર રસ્તા, વસ્ત્રાપુર, શિવરંજની, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે ટુ-વ્હીલર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે અને આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. તેમજ રાજ્યમાં 2થી 4 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

રાજ્યના આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી

રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. તેમજ 3થી 4 ઓગસ્ટે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

વરસાદને લઈ અંબાલાલ પટેલની પણ આગાહી

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. નદીઓમાં પૂર પણ આવી શકે છે તેમ જણાવ્યું છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. તેમજ મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ છે.