Kheda: ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થયેલ છે. અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે બબાલ થતા કઠલાલમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે. કયા કારણથી બે જૂથ વચ્ચે બબાલ તે જાણવા મળ્યું નથી. ખેડા જિલ્લાની તમામ પોલીસ કઠલાલ પહોંચી છે. જિલ્લા એસ પી પણ કઠલાલ પહોંચ્યા છે. ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. બંને જૂથો કયા કારણોસર સામ-સામે આવી ગયા હતા તે કારણ હજુ અકબંધ છે. બંને કોમના ટોળાઓ વચ્ચે અથડામણ થતાં ખેડા જિલ્લાની તમામ પોલીસ કઠલાલ પહોંચી છે. કઠલાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તહેવારોના સમયમાં આ પ્રકારની જૂથ અથડામણથી સમગ્ર વિસ્તારમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયું છે.

Kheda: ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થયેલ છે. અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે બબાલ થતા કઠલાલમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે. કયા કારણથી બે જૂથ વચ્ચે બબાલ તે જાણવા મળ્યું નથી. ખેડા જિલ્લાની તમામ પોલીસ કઠલાલ પહોંચી છે. જિલ્લા એસ પી પણ કઠલાલ પહોંચ્યા છે. 

ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. બંને જૂથો કયા કારણોસર સામ-સામે આવી ગયા હતા તે કારણ હજુ અકબંધ છે. બંને કોમના ટોળાઓ વચ્ચે અથડામણ થતાં ખેડા જિલ્લાની તમામ પોલીસ કઠલાલ પહોંચી છે. કઠલાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તહેવારોના સમયમાં આ પ્રકારની જૂથ અથડામણથી સમગ્ર વિસ્તારમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયું છે.