Ambaji: ભાદરવી મેળામાં ભક્તોની સુરક્ષાના સવાલ વચ્ચે આખરે રીંછ પકડાયું
છેલ્લા 22 દિવસથી ગબ્બર પર આંટા મારતું રીંછ આજે 5 કલાકની મહેનત બાદ પકડાયું છે. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યું ટીમ દ્વારા ટ્રેયર ગનથી બેભાન કરી રીંછનુ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર દેખાતો રીંછ પકડાયું છે. આજે સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનીટરીંગ અને વોચ રાખી રીંછનુ રેસ્ક્યું કર્યું છે. રાત્રીના સમયે રીંછને ગન વડે બેભાન કરી ગબ્બર નીચે લવાયું. રીંછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. 5 પીંજરા પણ મુકવામાં આવ્યા હતા. રીંછને ફોરેસ્ટની ઓફિસ લઈ જવામાં આવ્યું, ત્યાં લઈ જઈને ઈન્જેક્શન આપી ફરી હોશમાં લવાયું. ગઈકાલે રાત્રે ગબ્બર ખાતે ફરીથી રીંછ દેખાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. વારંવાર રીંછ દેખાવાની ઘટનાને લઈને આવનાર ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉભા થઇ રહ્યા હતા. ગબ્બર ખાતે આવેલા શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા ગઈ રાત્રે જોવા મળ્યા હતા. છેલ્લા 22 દિવસમાં ગબ્બર ખાતે ચોથી વખત રીંછ દેખાયું છે. 14 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 5 સપ્ટેમ્બર અને ગઈ રાત્રે 6 સપ્ટેમ્બરે રીંછ દેખાયું હતું. અંધારાના સમયમાં રીંછ ગબ્બર આસપાસ આંટાફેરા કરતા જોવા મળ્યું હતું. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે રીંછ પકડવું જરૂરી બની ગયું હતું. સતત પેટ્રોલિંગ વચ્ચે રીંછ પકડાયું સતત 20થી 22 દિવસ દરમિયાન ગબ્બર અને આજુબાજુના વિસ્તારમાં રીંછ દેખાવાનો મામલો યથાવત રહ્યું હતું. ત્યારે અંબાજીના RFO જે. એન. રાણાએ રીંછ વિશે જણાવ્યું હતું કે, અમારી ફોરેસ્ટની ટીમ અને અધિકારીઓ રીંછને લઈને સતત પેટ્રોલિંગ અને મોનેટરીંગ કરી રહ્યા છે. જ્યાં જ્યાં રીંછ લોકેટ થયો હતો ત્યાં જેમ કે ગબ્બર અને આજુબાજુના વિસ્તારો સહિત કુલ પાંચ જેટલા પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા. ગબ્બર ખાતે, કાલ ભૈરવ મંદિર જોડે , ગાયત્રી મંદિર જોડે, રબારી વાસ જોડે, દંક્ષ મંદિર જોડે એમ કુલ પાંચ પાંજરાઓ રીંછને પકડવા માટે મૂકવામાં આવ્યા હતા. તો સાથે સાથે ટ્રેપ કેમેરાઓ ગોઠવેલા હતા. ટ્રેયર ગનથી રીંછને બેભાન કરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રીંછને લઈને તમામ પ્રકારના અમારા ફોરેસ્ટ વિભાગ અને રેસ્ક્યૂ ટીમ સાથે અધિકારીઓ સતત મોનિટિંગ કરી રહ્યા હતા. રાત્રે પણ અમારી ટીમ સતત વોચ રાખી રહી હતી. ફોરેસ્ટ ટીમ રેસ્ક્યુ માટે કાર્યરત વધુમાં આરએફઓ જે.એન. રાણાએ જણાવ્યું હતું કે, 15 જૂનથી ઓક્ટોબર સુધી સેન્ચ્યુરી વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. કેમ કે આ પ્રિયેડ પ્રાણીઓનો મેટિંગ પ્રીયેડ હોય છે અને બંને પ્રાણીઓમાં સશક્ત નર કમજોર નર પર હાવી થઈ જતો હોય છે અને તેમની જગ્યા લઇ લેતો હોય છે. જેથી કમજોર નર પોતાની સુરક્ષાને લઈને પોતાનો વિસ્તાર છોડી દેતો હોય છે. રીંછ કદાચ પોતાનો વિસ્તાર ભૂલી પણ ગયો હોય કે પછી પોતાનો વિસ્તાર છોડી દીધો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં અમારા ધ્યાને એક જ રીંછની મુવમેન્ટ જોવા મળી હતી અને અમારી ટીમ સતત તેમને રેસ્ક્યૂ કરવા માટે કાર્યરત છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા 22 દિવસથી ગબ્બર પર આંટા મારતું રીંછ આજે 5 કલાકની મહેનત બાદ પકડાયું છે. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યું ટીમ દ્વારા ટ્રેયર ગનથી બેભાન કરી રીંછનુ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર દેખાતો રીંછ પકડાયું છે. આજે સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનીટરીંગ અને વોચ રાખી રીંછનુ રેસ્ક્યું કર્યું છે. રાત્રીના સમયે રીંછને ગન વડે બેભાન કરી ગબ્બર નીચે લવાયું. રીંછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. 5 પીંજરા પણ મુકવામાં આવ્યા હતા. રીંછને ફોરેસ્ટની ઓફિસ લઈ જવામાં આવ્યું, ત્યાં લઈ જઈને ઈન્જેક્શન આપી ફરી હોશમાં લવાયું.
ગઈકાલે રાત્રે ગબ્બર ખાતે ફરીથી રીંછ દેખાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. વારંવાર રીંછ દેખાવાની ઘટનાને લઈને આવનાર ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉભા થઇ રહ્યા હતા. ગબ્બર ખાતે આવેલા શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા ગઈ રાત્રે જોવા મળ્યા હતા. છેલ્લા 22 દિવસમાં ગબ્બર ખાતે ચોથી વખત રીંછ દેખાયું છે. 14 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 5 સપ્ટેમ્બર અને ગઈ રાત્રે 6 સપ્ટેમ્બરે રીંછ દેખાયું હતું. અંધારાના સમયમાં રીંછ ગબ્બર આસપાસ આંટાફેરા કરતા જોવા મળ્યું હતું. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે રીંછ પકડવું જરૂરી બની ગયું હતું.
સતત પેટ્રોલિંગ વચ્ચે રીંછ પકડાયું
સતત 20થી 22 દિવસ દરમિયાન ગબ્બર અને આજુબાજુના વિસ્તારમાં રીંછ દેખાવાનો મામલો યથાવત રહ્યું હતું. ત્યારે અંબાજીના RFO જે. એન. રાણાએ રીંછ વિશે જણાવ્યું હતું કે, અમારી ફોરેસ્ટની ટીમ અને અધિકારીઓ રીંછને લઈને સતત પેટ્રોલિંગ અને મોનેટરીંગ કરી રહ્યા છે. જ્યાં જ્યાં રીંછ લોકેટ થયો હતો ત્યાં જેમ કે ગબ્બર અને આજુબાજુના વિસ્તારો સહિત કુલ પાંચ જેટલા પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા. ગબ્બર ખાતે, કાલ ભૈરવ મંદિર જોડે , ગાયત્રી મંદિર જોડે, રબારી વાસ જોડે, દંક્ષ મંદિર જોડે એમ કુલ પાંચ પાંજરાઓ રીંછને પકડવા માટે મૂકવામાં આવ્યા હતા. તો સાથે સાથે ટ્રેપ કેમેરાઓ ગોઠવેલા હતા. ટ્રેયર ગનથી રીંછને બેભાન કરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રીંછને લઈને તમામ પ્રકારના અમારા ફોરેસ્ટ વિભાગ અને રેસ્ક્યૂ ટીમ સાથે અધિકારીઓ સતત મોનિટિંગ કરી રહ્યા હતા. રાત્રે પણ અમારી ટીમ સતત વોચ રાખી રહી હતી.
ફોરેસ્ટ ટીમ રેસ્ક્યુ માટે કાર્યરત
વધુમાં આરએફઓ જે.એન. રાણાએ જણાવ્યું હતું કે, 15 જૂનથી ઓક્ટોબર સુધી સેન્ચ્યુરી વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. કેમ કે આ પ્રિયેડ પ્રાણીઓનો મેટિંગ પ્રીયેડ હોય છે અને બંને પ્રાણીઓમાં સશક્ત નર કમજોર નર પર હાવી થઈ જતો હોય છે અને તેમની જગ્યા લઇ લેતો હોય છે. જેથી કમજોર નર પોતાની સુરક્ષાને લઈને પોતાનો વિસ્તાર છોડી દેતો હોય છે. રીંછ કદાચ પોતાનો વિસ્તાર ભૂલી પણ ગયો હોય કે પછી પોતાનો વિસ્તાર છોડી દીધો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં અમારા ધ્યાને એક જ રીંછની મુવમેન્ટ જોવા મળી હતી અને અમારી ટીમ સતત તેમને રેસ્ક્યૂ કરવા માટે કાર્યરત છે.