Khedaમાં ચાલુ કારે મિત્રોએ દારૂનો નશો કર્યો, અકસ્માત સર્જાતા ગામ લોકોએ ફટકાર્યા
ગુજરાતમાં દારૂ પીને કાર ચલાવવી અને પછી અકસ્માત સર્જવો એ સામાન્ય ઘટના છે અને આવી જ ઘટના ખેડામાં બની છે જેમા બે મિત્રોએ દારૂનો નશો કરી બાઈક સવારને અડફેટે લીધા છે,નશામાં ધૂત બેંકના મેનેજરે આ અકસ્માત કર્યો છે,આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં રહેલી એરબેગ પણ ખુલી ગઈ હતી. ખેડામાં નબીરાઓ બન્યા બેફામ ગુજરાતમાં જાણે નબીરાઓ બેફામ હોય તેમ લાગી રહ્યું છે,ખેડાના આખડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઈક સાથે અકસ્માત સર્જી માથાકૂટ કરી હતી તો ઘટનાની જાણ થતાની સાથે જ ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલક અને તેના મિત્રને કારમાંથી નીચે ઉતરીને ફટકાર્યા હતા તો કારમાંથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસ પણ મળી આવ્યા હતા,તો તપાસમાં સામે આવ્યું છે કે,ચાલુ કારે મિત્ર સાથે દારૂની પાર્ટી કરતા હતા અને આ ઘટના બની હતી. કારચાલકે ઓવરટેક કરતા બાઈક સાથે અકસ્માત આખડોલના વિકાસપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં નબીરાઓએ ચાલુ પાર્ટી દરમિયાન આ અકસ્માત કર્યો હતો,બેંક મેનેજર ચિરાગ દવે અને મિત્ર વિશાલ મેકવાન નશામાં હતા અને અકસ્માત કર્યા બાદ લોકો સાથે ગાળાગાળી કરી હતી,ગ્રામજનોએ બન્ને આરોપીઓને પોલીસને સોંપ્યા છે,તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.બાઈકચાલકને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પેટલાદ નડિયાદ તરફ આવતા બાઈક સાથે સર્જ્યો છે અકસ્માત. નડિયાદ રૂરલ પોલીસે તપાસ હાથધરી નડિયાદ રૂરલ પોલીસે આરોપીઓના મેડિકલ કરાવી પ્રોહિબિશન, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને અકસ્માતનો એમ અલગ-અલગ ગુના નોંધી આગળની વધુ કાર્યવાહી હાથધરી છે.આરોપીઓ ભાનમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમણે અકસ્માત સર્જયો છે,ત્યારે પોલીસની તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.
![Khedaમાં ચાલુ કારે મિત્રોએ દારૂનો નશો કર્યો, અકસ્માત સર્જાતા ગામ લોકોએ ફટકાર્યા](https://epapercdn.sandesh.com/images/2025/02/09/JDT7GmNt2xVnn6KkxsKxQmp5BvFVadso75a66z4y.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં દારૂ પીને કાર ચલાવવી અને પછી અકસ્માત સર્જવો એ સામાન્ય ઘટના છે અને આવી જ ઘટના ખેડામાં બની છે જેમા બે મિત્રોએ દારૂનો નશો કરી બાઈક સવારને અડફેટે લીધા છે,નશામાં ધૂત બેંકના મેનેજરે આ અકસ્માત કર્યો છે,આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં રહેલી એરબેગ પણ ખુલી ગઈ હતી.
ખેડામાં નબીરાઓ બન્યા બેફામ
ગુજરાતમાં જાણે નબીરાઓ બેફામ હોય તેમ લાગી રહ્યું છે,ખેડાના આખડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઈક સાથે અકસ્માત સર્જી માથાકૂટ કરી હતી તો ઘટનાની જાણ થતાની સાથે જ ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલક અને તેના મિત્રને કારમાંથી નીચે ઉતરીને ફટકાર્યા હતા તો કારમાંથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસ પણ મળી આવ્યા હતા,તો તપાસમાં સામે આવ્યું છે કે,ચાલુ કારે મિત્ર સાથે દારૂની પાર્ટી કરતા હતા અને આ ઘટના બની હતી.
કારચાલકે ઓવરટેક કરતા બાઈક સાથે અકસ્માત
આખડોલના વિકાસપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં નબીરાઓએ ચાલુ પાર્ટી દરમિયાન આ અકસ્માત કર્યો હતો,બેંક મેનેજર ચિરાગ દવે અને મિત્ર વિશાલ મેકવાન નશામાં હતા અને અકસ્માત કર્યા બાદ લોકો સાથે ગાળાગાળી કરી હતી,ગ્રામજનોએ બન્ને આરોપીઓને પોલીસને સોંપ્યા છે,તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.બાઈકચાલકને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પેટલાદ નડિયાદ તરફ આવતા બાઈક સાથે સર્જ્યો છે અકસ્માત.
નડિયાદ રૂરલ પોલીસે તપાસ હાથધરી
નડિયાદ રૂરલ પોલીસે આરોપીઓના મેડિકલ કરાવી પ્રોહિબિશન, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને અકસ્માતનો એમ અલગ-અલગ ગુના નોંધી આગળની વધુ કાર્યવાહી હાથધરી છે.આરોપીઓ ભાનમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમણે અકસ્માત સર્જયો છે,ત્યારે પોલીસની તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.