Suratમાં વિદ્યાર્થિનીનો આપઘાત કેસ, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ

Jan 22, 2025 - 09:00
Suratમાં વિદ્યાર્થિનીનો આપઘાત કેસ, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ગઈકાલે વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે,આ કેસમાં ગોડાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે સાથે સાથે DEOની ટીમે સ્કૂલમાં પહોંચી તપાસ કરી હતી અને વિદ્યાર્થિની અભ્યાસમાં અનિયમિતનો DEOને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે,પરિવારજનો દ્વારા અનેક આક્ષેપ શાળા સામે કરવામા આવ્યા છે.

વિદ્યાર્થિની મહિનામાં વધુ ગેરહાજર રહેતી : DEO

આ સમગ્ર કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારી પણ તપાસ કરી રહ્યાં છે તેમનું કહેવું છે કે,વિદ્યાર્થિનીનું આ શાળામાં પહેલું જ વર્ષ હતું અને અગાઉ તે અન્ય શાળામાં અભ્યાસ કરી રહી હતી સાથે સાથે શાળાના ત્રાસથી વિદ્યાર્થિનીના આપઘાતનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામા આવ્યો છે.શાળાના શિક્ષક, આચાર્ય પર પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે,ફી બાકી હોવાથી બે દિવસ ટોયલેટ પાસે ઉભી રાખી હતી અને અપમાનજનક વર્તન કર્યાનો પિતા-ભાઈનો આરોપ છે.

આદર્શ સ્કૂલની અંદરના CCTV સામે આવ્યા

આ સમગ્ર કેસમાં શાળાની અંદરના સીસીટીવી કેમેરાના વીડિયો સામે આવ્યા છે જેમાં વિધાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં ફી માટે બેસાડી મૂકી હતી અને એક કલાક 20 મિનિટ સુધી બેસાડી રાખવામાં આવી હોવાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે ત્યાર બાદ તેને 9 વાગ્યે પરીક્ષામાં મોકલવામાં આવી અને વિદ્યાર્થિનીને કેમ એકલી બેસાડી મૂકી તેને લઇને સવાલ ઉભો થયો છે,12 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાનું સામે આવ્યું છે જેમાં સવારે 7:45 થી 9:05 સુધી વિધાર્થીનીને બેસાડી મૂકી હોવાનું સામે આવ્યું છે.જિલ્લા શિક્ષણ અધિકારી ટીમએ શરુ કરી છે તપાસ.

DEO કચેરીના અધિકારી નરેન્દ્ર વસાવાનું નિવેદન

DEOની સૂચના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ-શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા સાથે સાથે સમગ્ર મામલે રિપોર્ટ DEOને સુપરત કરવામાં આવશે તો તપાસ ટીમે CCTVની પણ ચકાસણી કરી છે.મહિલા અધિકારી દ્વારા ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જેમાં લેખિતમાં સ્ટેટમેન્ટ મહિલા અધિકારી દ્વારા નોંધવામાં આવ્યા છે.વિધાર્થીનીની સાથે ક્લાસમાં બેસતા અન્ય વિધાર્થીનીઓની પણ પૂછપરછ કરાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0