Khambhat : નવો CC રોડ ખુલ્લો મૂકાયો હવે પરિવહન સેવા ઝડપી બનશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થતાં કંસારી, કાળી તલાવડી અને નગરા ગામના ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી છે. કંસારી અને કાળી તલાવડીને જોડતા માર્ગ પર રૂ. 110.80 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવા સી.સી. રોડનું ધારાસભ્ય ચિરાગ પટેલના હસ્તે લોકાર્પણ કરી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વર્ષોથી માર્ગ પર પાણી ભરાવાની સમસ્યાને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે પાકા સી.સી. રોડનું નિર્માણ થતાં આ વિસ્તારના લોકો માટે અવરજવરમાં વધુ સરળ અને સુવિધાજનક બનશે. ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં રસ્તાઓની સુવિધા મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આ માર્ગનું નિર્માણ માત્ર રસ્તાની સુવિધા પૂરતું નહીં, પરંતુ ત્રણ ગામો વચ્ચેના સંપર્ક અને રોજિંદા વ્યવહારને વધુ સરળ બનાવવાની દિશામાં પણ મહત્વનું પગલું બની રહેશે. કંસારી, કાળી તલાવડી અને નગરા ગામોને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા અંગે સ્થાનિક સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોની આ સમસ્યાને ગંભીરતાથી લઈ ધારાસભ્ય ચિરાગ પટેલે સરકાર સમક્ષ રજૂઆત કરતાં રૂ. 110.80 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. ગ્રાન્ટની મંજૂરી બાદ ટૂંકા સમયમાં માર્ગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

