Kalol: હાઈવે પર બેકાબૂ ટેન્કરે કારને મારી ટક્કર, કારનો કચ્ચરઘાણ વળી ગયો
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. કલોલના હાઈવે ઉપર બે કાબુ ટેન્કરે કારને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટેન્કરની બ્રેક ફેલ થઈ જતા તેણે રેલિંગ તોડી સામેથી આવતી કારને ટક્કર મારી અને ટેન્કરની ટક્કરથી કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો ટેન્કરની બ્રેક ફેલ થઈ જતા અચાનક ટેન્કર ચાલક હાઈવે પર રહેલી રેલિંગ તોડીને સામેના રોડ પરથી આવી રહેલી કાર સાથે અથડાઈ અને મોટો અકસ્માત સર્જાયો છે. જો કે અકસ્માતમાં કારની એર બેગો ખુલી જતાં કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે. હાઈવે રોડ પર અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. હાઈવે રોડ ઉપર ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે. બીજી તરફ મેઈન હાઈવે રોડ અને સર્વિસ રોડ બંને રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. થોડા દિવસ પહેલા જ કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી તમને જણાવી દઈએ કે 10 દિવસ પહેલા જ કલોલ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી હતી. કલોલમાં દબાણ હટાવવા બાબતે ફેરિયાઓએ નગરપાલિકા કચેરી ઉપર પથ્થરમારો કર્યો હતો. મોડી સાંજે રજૂઆત કરવા આવેલા ફેરિયાઓએ નગરપાલિકાની બિલ્ડિંગ ઉપર પથ્થરમારો કર્યો હતો અને સમગ્ર વાતાવરણ તંગદિલી ભર્યુ સર્જ્યુ હતું. ફેરીયાઓ નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરીને નીચે ઉતર્યા ત્યારબાદ રિક્ષામાં બેસીને નગરપાલિકાની બિલ્ડીંગ ઉપર અચાનક જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ ફેરિયાઓ અગાઉથી જ રિક્ષામાં પથ્થરો ભરીને આવ્યા હતા અને નગરપાલિકાના ઝાપા પાસે પથ્થરમારો કરતા હોબાળો મચી ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. કલોલના હાઈવે ઉપર બે કાબુ ટેન્કરે કારને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટેન્કરની બ્રેક ફેલ થઈ જતા તેણે રેલિંગ તોડી સામેથી આવતી કારને ટક્કર મારી અને ટેન્કરની ટક્કરથી કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.
અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો
ટેન્કરની બ્રેક ફેલ થઈ જતા અચાનક ટેન્કર ચાલક હાઈવે પર રહેલી રેલિંગ તોડીને સામેના રોડ પરથી આવી રહેલી કાર સાથે અથડાઈ અને મોટો અકસ્માત સર્જાયો છે. જો કે અકસ્માતમાં કારની એર બેગો ખુલી જતાં કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે. હાઈવે રોડ પર અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. હાઈવે રોડ ઉપર ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે. બીજી તરફ મેઈન હાઈવે રોડ અને સર્વિસ રોડ બંને રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.
થોડા દિવસ પહેલા જ કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી
તમને જણાવી દઈએ કે 10 દિવસ પહેલા જ કલોલ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી હતી. કલોલમાં દબાણ હટાવવા બાબતે ફેરિયાઓએ નગરપાલિકા કચેરી ઉપર પથ્થરમારો કર્યો હતો. મોડી સાંજે રજૂઆત કરવા આવેલા ફેરિયાઓએ નગરપાલિકાની બિલ્ડિંગ ઉપર પથ્થરમારો કર્યો હતો અને સમગ્ર વાતાવરણ તંગદિલી ભર્યુ સર્જ્યુ હતું. ફેરીયાઓ નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરીને નીચે ઉતર્યા ત્યારબાદ રિક્ષામાં બેસીને નગરપાલિકાની બિલ્ડીંગ ઉપર અચાનક જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ ફેરિયાઓ અગાઉથી જ રિક્ષામાં પથ્થરો ભરીને આવ્યા હતા અને નગરપાલિકાના ઝાપા પાસે પથ્થરમારો કરતા હોબાળો મચી ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.