Junagadhમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના,શિક્ષકે વિધાર્થીનીને અડપલા કરતા લોકોએ માર્યો માર

શિક્ષણ જગતની શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે પ્લાસ્વા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીનીઓને અડપલા કર્યાનો આક્ષેપ વિદ્યાર્થીને પણ મારતા હોવાના આક્ષેપો સાથે શિક્ષકને માર મારવામાં આવ્યો આમ તો શિક્ષકને જીવન ઘડતરનો ગુરુ માનવામાં આવે છે. શિક્ષક એ માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ જીવનમાં યોગ્ય ઘડતર પાઠ પણ ભણાવે છે. પરંતુ પ્લાસવા ગામના શિક્ષક પાઠ ભણાવવાના બદલે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને માર મારતા તેમજ ચાલુ સ્કૂલે અને વર્ગખંડમાં વ્યસન કરતાં હોવાના આક્ષેપ કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ આ શિક્ષક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાની પણ ફરિયાદો કરવામાં આવી છે. શાળામાં જ ફટકાર્યો શિક્ષકને પ્લાસવા ગામની શાળામાં એક શિક્ષકે તમામ પ્રકારની હદો વટાવી હોય તેવા વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જૂનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામની પ્રાથમિક શાળાના ગોવિંદ બાંભરોટિયા નામના શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાના અને વિદ્યાર્થીઓને ઢોર માર્યાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ આ તમામ બાબતે વાલીઓએ સ્કૂલને તાળાબંધી કરી હતી અને આ લંપટ શિક્ષકને સ્કૂલના પટાગણમાં જ ફટકાર્યો હતો. વાલીઓએ સરપંચને કરી રજૂઆત શાળામાં ભણતા બાળકોના વાલીઓએ પ્લાસવા પ્રાથમિક શાળાના શિક્ષક ગોવિંદ બાંભરોલીયા સામે આક્ષેપો કર્યા છે કે આ શિક્ષક વ્યસન દૂર કરવાના બદલે ક્લાસમાં જ માવા મસાલા ખાય છે. ક્લાસમાં વિદ્યાર્થીનીઓને શરીરે ટચ કરી અડપલા કરે છે.તો વિદ્યાર્થીઓને પાઇપ અને ચપ્પલથી માર મારવામાં આવે છે.આ મામલે વિદ્યાર્થીઓના વાલી ગામના સરપંચના ઘરે રજૂઆત કરવા ગયા બાદ આજે સવારે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી. વાલીઓએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત આ સમગ્ર મામલો જુનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે પહોંચતા તેઓ પ્લાસવા ગામે દોડી આવ્યા હતા અને જ્યાં વાલીઓ અને ગામના અગ્રણીઓ સાથે વાત કરી શિક્ષક મામલે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.આમ ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓના તમામ પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા અને તેઓના નિવેદન લઈ ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરી રજૂઆત પણ કરવામાં આવશે. હાલ વાલીઓએ પૂરો સાથ સહકાર આપી શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું.

Junagadhમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના,શિક્ષકે વિધાર્થીનીને અડપલા કરતા લોકોએ માર્યો માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શિક્ષણ જગતની શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે
  • પ્લાસ્વા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીનીઓને અડપલા કર્યાનો આક્ષેપ
  • વિદ્યાર્થીને પણ મારતા હોવાના આક્ષેપો સાથે શિક્ષકને માર મારવામાં આવ્યો

આમ તો શિક્ષકને જીવન ઘડતરનો ગુરુ માનવામાં આવે છે. શિક્ષક એ માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ જીવનમાં યોગ્ય ઘડતર પાઠ પણ ભણાવે છે. પરંતુ પ્લાસવા ગામના શિક્ષક પાઠ ભણાવવાના બદલે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને માર મારતા તેમજ ચાલુ સ્કૂલે અને વર્ગખંડમાં વ્યસન કરતાં હોવાના આક્ષેપ કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ આ શિક્ષક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાની પણ ફરિયાદો કરવામાં આવી છે.

શાળામાં જ ફટકાર્યો શિક્ષકને

પ્લાસવા ગામની શાળામાં એક શિક્ષકે તમામ પ્રકારની હદો વટાવી હોય તેવા વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જૂનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામની પ્રાથમિક શાળાના ગોવિંદ બાંભરોટિયા નામના શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાના અને વિદ્યાર્થીઓને ઢોર માર્યાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ આ તમામ બાબતે વાલીઓએ સ્કૂલને તાળાબંધી કરી હતી અને આ લંપટ શિક્ષકને સ્કૂલના પટાગણમાં જ ફટકાર્યો હતો.


વાલીઓએ સરપંચને કરી રજૂઆત

શાળામાં ભણતા બાળકોના વાલીઓએ પ્લાસવા પ્રાથમિક શાળાના શિક્ષક ગોવિંદ બાંભરોલીયા સામે આક્ષેપો કર્યા છે કે આ શિક્ષક વ્યસન દૂર કરવાના બદલે ક્લાસમાં જ માવા મસાલા ખાય છે. ક્લાસમાં વિદ્યાર્થીનીઓને શરીરે ટચ કરી અડપલા કરે છે.તો વિદ્યાર્થીઓને પાઇપ અને ચપ્પલથી માર મારવામાં આવે છે.આ મામલે વિદ્યાર્થીઓના વાલી ગામના સરપંચના ઘરે રજૂઆત કરવા ગયા બાદ આજે સવારે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી.

વાલીઓએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

આ સમગ્ર મામલો જુનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે પહોંચતા તેઓ પ્લાસવા ગામે દોડી આવ્યા હતા અને જ્યાં વાલીઓ અને ગામના અગ્રણીઓ સાથે વાત કરી શિક્ષક મામલે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.આમ ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓના તમામ પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા અને તેઓના નિવેદન લઈ ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરી રજૂઆત પણ કરવામાં આવશે. હાલ વાલીઓએ પૂરો સાથ સહકાર આપી શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું.