Junagadh: સોરઠ પબ્લિક સ્કૂલ ફરી વિવાદમાં, 3 વિદ્યાર્થીઓએ 1 વિદ્યાર્થીનીને માર્યો માર

મસ મોટી ફી વસૂલ કરતી ખાનગી સ્કૂલોમાં ચાલતી લાલિયાવાડી સામે આવીસોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી વિદ્યાર્થીએ આંખ, નાક અને શરીરના અન્ય ભાગો ઉપર બેફામ માર માર્યો જૂનાગઢની ઝાંઝરડા રોડ પર આવેલી સોરઠ પબ્લિક સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. સોરઠ સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં બાખડતા એક વિદ્યાર્થીનીને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મસ મોટી ફી વસૂલ કરતી ખાનગી સ્કૂલોમાં ચાલતી લાલિયાવાડીઓ સામે આવી છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ચાલતી સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ જ સોરઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે બપોરના 1:00 વાગ્યાની આસપાસ સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ પૂરી થયા બાદ ઘરે જતા હતા, ત્યારે ઝાંઝરડા રોડ ઉપર આવેલ હરિ ઓમ નગરમાં રહેતા કપિલભાઈ દવેની ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી પુત્રી સ્કુલ બસમાં બેસીને ઘરે પરત આવતી હતી. વિદ્યાર્થીનીના શરીરના ભાગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી ત્યારે આ જ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પણ ઘરે જતા હતા, ત્યારે બસની બારી ખુલી રાખવા બાબતે કપિલભાઈ દવેની પુત્રીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. બે વિદ્યાર્થીઓએ હાથ પકડી રાખ્યા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આંખ, નાક અને શરીરના અન્ય ભાગો ઉપર બેફામ માર માર્યો હતો. જેને લઈને વિદ્યાર્થીની રડવા લાગી હતી અને શરીરના ભાગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે વિદ્યાર્થીની રડતા રડતા ઘરે પહોંચી ત્યારે તેમના વાલી દ્વારા પૂછવામાં આવ્યુ અને સમગ્ર ઘટના અંગે સ્કૂલ બસના ડ્રાઈવર જ કથની જણાવી દીધી હતી અને વિદ્યાર્થીના વાલી સ્કૂલે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીની હાલત લથડતા હોસ્પિટલમાં દાખલ વાલીઓ જ્યારે સ્કુલે પહોંચ્યા ત્યારે પ્રિન્સિપાલ દ્વારા તેમને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવ્યો હતો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી શકીએ એથી વધુ અમે કાંઈ ન કરી શકીએ. ત્યારબાદ વાલી પરત ઘરે ફરતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીની હાલત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. માત્ર ફી સાથે નિસબત રાખતા સંચાલકો વિદ્યાર્થીઓ અંગે સંપૂર્ણ બેધ્યાન આ સમગ્ર ઘટનાને પગલે સોરઠ પબ્લિક સ્કૂલના આચાર્ય દ્વારા સંચાલકોને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને વાલીઓની ફરિયાદના આધારે માર મારનાર ધોરણ 6ના વિદ્યાર્થીને બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સોરઠ પબ્લિક સ્કૂલના ટ્રાન્સર્પોટ વિભાગમાં હાલ કોઈ કેર ટ્રેકર ન હોવાનું સ્કૂલના પ્રિન્સિપાલે સ્વીકાર્યું હતું અને જે માટેની પ્રોસેસ ચાલુ છે તેવું જણાવ્યું હતું.ત્યારે ખાનગી સ્કૂલોમાં માત્ર ફી સાથે નિસબત રાખતા સંચાલકો વિદ્યાર્થીઓ અંગે સંપૂર્ણ બેધ્યાન હોય છે તેવી ફરિયાદો ઉઠી રહી છે.

Junagadh: સોરઠ પબ્લિક સ્કૂલ ફરી વિવાદમાં, 3 વિદ્યાર્થીઓએ 1 વિદ્યાર્થીનીને માર્યો માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મસ મોટી ફી વસૂલ કરતી ખાનગી સ્કૂલોમાં ચાલતી લાલિયાવાડી સામે આવી
  • સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી
  • વિદ્યાર્થીએ આંખ, નાક અને શરીરના અન્ય ભાગો ઉપર બેફામ માર માર્યો

જૂનાગઢની ઝાંઝરડા રોડ પર આવેલી સોરઠ પબ્લિક સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. સોરઠ સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં બાખડતા એક વિદ્યાર્થીનીને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મસ મોટી ફી વસૂલ કરતી ખાનગી સ્કૂલોમાં ચાલતી લાલિયાવાડીઓ સામે આવી છે.

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ચાલતી સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ જ સોરઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે બપોરના 1:00 વાગ્યાની આસપાસ સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ પૂરી થયા બાદ ઘરે જતા હતા, ત્યારે ઝાંઝરડા રોડ ઉપર આવેલ હરિ ઓમ નગરમાં રહેતા કપિલભાઈ દવેની ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી પુત્રી સ્કુલ બસમાં બેસીને ઘરે પરત આવતી હતી.

વિદ્યાર્થીનીના શરીરના ભાગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી

ત્યારે આ જ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પણ ઘરે જતા હતા, ત્યારે બસની બારી ખુલી રાખવા બાબતે કપિલભાઈ દવેની પુત્રીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. બે વિદ્યાર્થીઓએ હાથ પકડી રાખ્યા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આંખ, નાક અને શરીરના અન્ય ભાગો ઉપર બેફામ માર માર્યો હતો. જેને લઈને વિદ્યાર્થીની રડવા લાગી હતી અને શરીરના ભાગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે વિદ્યાર્થીની રડતા રડતા ઘરે પહોંચી ત્યારે તેમના વાલી દ્વારા પૂછવામાં આવ્યુ અને સમગ્ર ઘટના અંગે સ્કૂલ બસના ડ્રાઈવર જ કથની જણાવી દીધી હતી અને વિદ્યાર્થીના વાલી સ્કૂલે પહોંચ્યા હતા.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીની હાલત લથડતા હોસ્પિટલમાં દાખલ

વાલીઓ જ્યારે સ્કુલે પહોંચ્યા ત્યારે પ્રિન્સિપાલ દ્વારા તેમને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવ્યો હતો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી શકીએ એથી વધુ અમે કાંઈ ન કરી શકીએ. ત્યારબાદ વાલી પરત ઘરે ફરતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીની હાલત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

માત્ર ફી સાથે નિસબત રાખતા સંચાલકો વિદ્યાર્થીઓ અંગે સંપૂર્ણ બેધ્યાન

આ સમગ્ર ઘટનાને પગલે સોરઠ પબ્લિક સ્કૂલના આચાર્ય દ્વારા સંચાલકોને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને વાલીઓની ફરિયાદના આધારે માર મારનાર ધોરણ 6ના વિદ્યાર્થીને બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સોરઠ પબ્લિક સ્કૂલના ટ્રાન્સર્પોટ વિભાગમાં હાલ કોઈ કેર ટ્રેકર ન હોવાનું સ્કૂલના પ્રિન્સિપાલે સ્વીકાર્યું હતું અને જે માટેની પ્રોસેસ ચાલુ છે તેવું જણાવ્યું હતું.ત્યારે ખાનગી સ્કૂલોમાં માત્ર ફી સાથે નિસબત રાખતા સંચાલકો વિદ્યાર્થીઓ અંગે સંપૂર્ણ બેધ્યાન હોય છે તેવી ફરિયાદો ઉઠી રહી છે.