Junagadh: વડાલમાં એસટી ડ્રાઈવર પર સરેઆમ હુમલો, ગાંધીનગર-સોમનાથ બસ રોકી ત્રણ શખ્સોએ માર માર્યો

May 7, 2026 - 11:00
Junagadh: વડાલમાં એસટી ડ્રાઈવર પર સરેઆમ હુમલો, ગાંધીનગર-સોમનાથ બસ રોકી ત્રણ શખ્સોએ માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ નજીક આવેલા વડાલ પાસે આજે એસટી બસના ડ્રાઈવર પર હુમલાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. ગાંધીનગરથી સોમનાથ તરફ જતી એસટી બસના ચાલક સાથે રસ્તામાં કોઈ બાબતે બબાલ થયા બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ કાયદો હાથમાં લીધો હતો.

સરેઆમ રસ્તા પર લાઈવ હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, વડાલ પાસે બસને આંતરીને ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ શખ્સોએ એસટી ડ્રાઈવરને બળજબરીથી નીચે ઉતાર્યો હતો અને ત્યાં જ રસ્તા પર તેને ગંભીર રીતે માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન બસમાં સવાર મુસાફરો અને આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ

અચાનક થયેલા આ હુમલામાં એસટી ડ્રાઈવરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એસટી નિગમના કર્મચારીઓ પર સતત થઈ રહેલા આવા હુમલાઓને કારણે ડ્રાઈવર-કંડક્ટર યુનિયનમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Aravalli: મેઘરજના રોલેશ્વર પાસે મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત, ભાજપ કાર્યકરનું સારવાર દરમિયાન મોત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0