Junagadh: વંથલીમાં અકસ્માત બાદ ભારે હિંસા, ગ્રામજનોએ ડમ્પર ફૂંકી માર્યું અને કાચ ફોડ્યા

Apr 25, 2026 - 15:00
Junagadh: વંથલીમાં અકસ્માત બાદ ભારે હિંસા, ગ્રામજનોએ ડમ્પર ફૂંકી માર્યું અને કાચ ફોડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વંથલી તાલુકાના કણજડી ગામે આજે અકસ્માતની એક ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે ગામના યુવાનને હડફેટે લેતા ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેમાં એક ડમ્પરને આગ ચાંપી દેવામાં આવી હતી.

વંથલીમાં અકસ્માત બાદ ભારે હિંસા

મળતી માહિતી મુજબ, વંથલીના કણજડી ગામ પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પર ચાલકે ગામના જ એક યુવાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાન ગંભીર રીતે ઘવાતા ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ડમ્પર ચાલકોની અવારનવારની બેદરકારીથી કંટાળેલા લોકોએ કાયદો હાથમાં લીધો હતો.

પોલીસ અને વહીવટી તંત્રની કાર્યવાહી

રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્થળ પર રહેલા એક ડમ્પરને સળગાવી દીધું હતું, જેના કારણે વાહન બળીને ખાખ થઈ ગયું હતું. આટલેથી ન અટકતા, લોકોએ અન્ય 3 ડમ્પરના કાચ ફોડી નાખ્યા હતા અને રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હંગામાને કારણે વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.ઘટનાની જાણ થતા જ વંથલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

આ પણ વાંચો: Gandhinagar: મતદાનના દિવસે ગરમી તોડશે રેકોર્ડ, ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના-અંબાલાલ પટેલની આગાહી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0