Junagadh: ગણેશ જાડેજા સાથે આ હાઈપ્રોફાઈલ આરોપીઓ પણ છે જેલમાં

વીવીઆઈપી લોકો આરોપી તરીકે પોતાની કરતુતની સજા કાપી રહ્યા છે ત્રણ સસ્પેન્ડ એએસઆઈ પણ હાલ જુનાગઢ જેલમાં બંધ સામાન્ય કેદી માફક જ પોતાનો સમય પસાર કરી રહ્યા છે જુનાગઢ જિલ્લા જેલ હાઈ પ્રોફાઈલ આરોપીઓની જેલ બની છે. જેમાં જુનાગઢ જિલ્લા જેલમાં વીવીઆઈપી લોકો આરોપી તરીકે પોતાની કરતુતની સજા કાપી રહ્યા છે. અને પોતે કરેલા કામો અંગે પ્રાયશ્ચિત પણ કરી રહ્યા છે. જેમાં હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા તેમજ તોડકાંડના સૂત્રધાર જુનાગઢના પીઆઇ તરલ ભટ્ટ ઉપરાંત મર્ડર કેસમાં આરોપી તરીકે પીએસઆઈ મુકેશ મકવાણા અને ભાજપના કોર્પોરેટરના પતિ સંજય સોલંકી તેમજ પુત્ર હરેશ જીવાભાઈ સોલંકી પણ જેલમાં બંધ છે.ત્રણ સસ્પેન્ડ એએસઆઈ પણ હાલ જુનાગઢ જેલમાં બંધ તેમજ ત્રણ સસ્પેન્ડ એએસઆઈ પણ હાલ જુનાગઢ જેલમાં બંધ છે. આ તમામ આરોપીઓને સામાન્ય કેદીની જેમ જ તેની સાથે વર્તન કરવામાં આવે છે. જૂનાગઢની જિલ્લા જેલમાં 265 કેદીની ક્ષમતા છે તેની સામે બમણા એટલે કે કુલ 563 કેદીઓ હાલ જુનાગઢ જિલ્લામાં રહે છે. જેમાં 26 મહિલાઓ ઉપરાંત સૌથી વધુ 140 પુરુષો છે ત્યારે 140 આરોપીઓ હત્યા દુષ્કર્મ કેસ અને નારકોટિક્સ એક્ટ હેઠળના 35 આરોપીઓ જેલમાં જ છે. ગણેશ જાડેજા, પીએસઆઇ મુકેશ મકવાણા તેમજ પીઆઇ તરલ ભટ્ટ ઉપરાંત એએસઆઈ દિપક જાની એએસઆઇ રામજી મયાત્રા, રમેશ પાનસુરીયા નગરસેવકના પુત્ર હરેશ જીવા સોલંકી અને નગરસેવિકાના પતિ સંજય દુધા સોલંકીને પોતે કરેલા ગુનાઓ અંગે ભારોભાર દુઃખ છે અને આવેશમાં આવીને આ તમામ લોકોએ ગુના આચાર્ય હોવાનું મનોમન રટણ કરી રહ્યા છે.  સામાન્ય કેદી માફક જ પોતાનો સમય પસાર કરી રહ્યા છે આ તમામ કેદીઓ દિવસ દરમિયાન પુસ્તકો વાંચીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એમ.એલ.એના પુત્ર હોય કે પોલીસના જવાનો હોય તમામ લોકો માટે જેલ એક સમાન છે. અને એક અઠવાડિયામાં ત્રણ વખત તેમના પરિવારજનો કે વકીલ સાથે ટેલીફોનિક વાતચીત કરવાની છૂટ આપવામાં આવે છે. હાલ તો જુનાગઢ જિલ્લા જેલ હાઈ પ્રોફાઈલ બની છે. કેદીઓ માટે કોઈપણ સુવિધાઓ વગર દરેક કેદીઓ સામાન્ય કેદી માફક જ પોતાનો સમય પસાર કરી રહ્યા છે.

Junagadh: ગણેશ જાડેજા સાથે આ હાઈપ્રોફાઈલ આરોપીઓ પણ છે જેલમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વીવીઆઈપી લોકો આરોપી તરીકે પોતાની કરતુતની સજા કાપી રહ્યા છે
  • ત્રણ સસ્પેન્ડ એએસઆઈ પણ હાલ જુનાગઢ જેલમાં બંધ
  • સામાન્ય કેદી માફક જ પોતાનો સમય પસાર કરી રહ્યા છે

જુનાગઢ જિલ્લા જેલ હાઈ પ્રોફાઈલ આરોપીઓની જેલ બની છે. જેમાં જુનાગઢ જિલ્લા જેલમાં વીવીઆઈપી લોકો આરોપી તરીકે પોતાની કરતુતની સજા કાપી રહ્યા છે. અને પોતે કરેલા કામો અંગે પ્રાયશ્ચિત પણ કરી રહ્યા છે. જેમાં હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા તેમજ તોડકાંડના સૂત્રધાર જુનાગઢના પીઆઇ તરલ ભટ્ટ ઉપરાંત મર્ડર કેસમાં આરોપી તરીકે પીએસઆઈ મુકેશ મકવાણા અને ભાજપના કોર્પોરેટરના પતિ સંજય સોલંકી તેમજ પુત્ર હરેશ જીવાભાઈ સોલંકી પણ જેલમાં બંધ છે.

ત્રણ સસ્પેન્ડ એએસઆઈ પણ હાલ જુનાગઢ જેલમાં બંધ

તેમજ ત્રણ સસ્પેન્ડ એએસઆઈ પણ હાલ જુનાગઢ જેલમાં બંધ છે. આ તમામ આરોપીઓને સામાન્ય કેદીની જેમ જ તેની સાથે વર્તન કરવામાં આવે છે. જૂનાગઢની જિલ્લા જેલમાં 265 કેદીની ક્ષમતા છે તેની સામે બમણા એટલે કે કુલ 563 કેદીઓ હાલ જુનાગઢ જિલ્લામાં રહે છે. જેમાં 26 મહિલાઓ ઉપરાંત સૌથી વધુ 140 પુરુષો છે ત્યારે 140 આરોપીઓ હત્યા દુષ્કર્મ કેસ અને નારકોટિક્સ એક્ટ હેઠળના 35 આરોપીઓ જેલમાં જ છે. ગણેશ જાડેજા, પીએસઆઇ મુકેશ મકવાણા તેમજ પીઆઇ તરલ ભટ્ટ ઉપરાંત એએસઆઈ દિપક જાની એએસઆઇ રામજી મયાત્રા, રમેશ પાનસુરીયા નગરસેવકના પુત્ર હરેશ જીવા સોલંકી અને નગરસેવિકાના પતિ સંજય દુધા સોલંકીને પોતે કરેલા ગુનાઓ અંગે ભારોભાર દુઃખ છે અને આવેશમાં આવીને આ તમામ લોકોએ ગુના આચાર્ય હોવાનું મનોમન રટણ કરી રહ્યા છે.

 સામાન્ય કેદી માફક જ પોતાનો સમય પસાર કરી રહ્યા છે

આ તમામ કેદીઓ દિવસ દરમિયાન પુસ્તકો વાંચીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એમ.એલ.એના પુત્ર હોય કે પોલીસના જવાનો હોય તમામ લોકો માટે જેલ એક સમાન છે. અને એક અઠવાડિયામાં ત્રણ વખત તેમના પરિવારજનો કે વકીલ સાથે ટેલીફોનિક વાતચીત કરવાની છૂટ આપવામાં આવે છે. હાલ તો જુનાગઢ જિલ્લા જેલ હાઈ પ્રોફાઈલ બની છે. કેદીઓ માટે કોઈપણ સુવિધાઓ વગર દરેક કેદીઓ સામાન્ય કેદી માફક જ પોતાનો સમય પસાર કરી રહ્યા છે.