Junagadh: ખેડૂતોનો હુંકાર, ઘેડની સમસ્યાઓને લઈ ખેડૂતોની મહાપંચાયત યોજાઇ

જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ઘેડની સમસ્યાઓને લઈ ખેડૂતોની મહાપંચાયત યોજાઇ હતી. બજરંગ પુનીયા, પાલભાઈ આંબલીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં દર વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેમાં ઘેડ પંથકના ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે. ભારે વરસાદના કારણે ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ફરી વળે છે અને ઘેડ પંથક બેટમાં ફેરવાય છે. ત્યારે ખેડૂતો દ્વારા ખેતરમાં આવેલા પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા દર વર્ષે સરકાર પાસે સહાયની માગ કરવામાં આવે છે. અને નુકસાનીનું વળતર ચૂકવવા રજૂઆત કરવામાં આવે છે. જ્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય વળતર ન મળતા અને પૂરની પરિસ્થિતિનું કાયમી નિરાકરણ ન આવતા આજે બામણાસા ઘેડ ખાતે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા બામણાસા ઘેડ ખાતે સંયુક્ત કિસાન મોરચા અને ગુજરાત તથા ખેડૂત વિકાસ સમિતિ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ સહિત હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની આ મહાપંચાયતમાં ઘેડની અતિવૃષ્ટિ પૂરની પરિસ્થિતિ કમોસમી વરસાદ, તેમજ ઈકો સેન્સેટિવ જોડને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પહેલવાન બજરંગ પુનિયા, ઉપેન્દ્ર યાદવ, ઈશુદાન ગઢવી, પાલ આંબલીયા દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાયમાલ કરવાની નીતિ ઘડવામાં આવી રહી છે. અને ખેડૂતોને તેના પાકનું યોગ્ય વળતર ન ચૂકવી ખેડૂતોની કોઈ ચિંતા ન થતી હોવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે ઉપેન્દ્ર યાદવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જંગલને અને સિંહને જો બચાવવા હોય તો ખેડૂતોને બચાવવા જરૂરી છે.

Junagadh: ખેડૂતોનો હુંકાર, ઘેડની સમસ્યાઓને લઈ ખેડૂતોની મહાપંચાયત યોજાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ઘેડની સમસ્યાઓને લઈ ખેડૂતોની મહાપંચાયત યોજાઇ હતી. બજરંગ પુનીયા, પાલભાઈ આંબલીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં દર વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેમાં ઘેડ પંથકના ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે. ભારે વરસાદના કારણે ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ફરી વળે છે અને ઘેડ પંથક બેટમાં ફેરવાય છે. ત્યારે ખેડૂતો દ્વારા ખેતરમાં આવેલા પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા દર વર્ષે સરકાર પાસે સહાયની માગ કરવામાં આવે છે. અને નુકસાનીનું વળતર ચૂકવવા રજૂઆત કરવામાં આવે છે. જ્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય વળતર ન મળતા અને પૂરની પરિસ્થિતિનું કાયમી નિરાકરણ ન આવતા આજે બામણાસા ઘેડ ખાતે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.


આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા

બામણાસા ઘેડ ખાતે સંયુક્ત કિસાન મોરચા અને ગુજરાત તથા ખેડૂત વિકાસ સમિતિ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ સહિત હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની આ મહાપંચાયતમાં ઘેડની અતિવૃષ્ટિ પૂરની પરિસ્થિતિ કમોસમી વરસાદ, તેમજ ઈકો સેન્સેટિવ જોડને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પહેલવાન બજરંગ પુનિયા, ઉપેન્દ્ર યાદવ, ઈશુદાન ગઢવી, પાલ આંબલીયા દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાયમાલ કરવાની નીતિ ઘડવામાં આવી રહી છે. અને ખેડૂતોને તેના પાકનું યોગ્ય વળતર ન ચૂકવી ખેડૂતોની કોઈ ચિંતા ન થતી હોવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે ઉપેન્દ્ર યાદવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જંગલને અને સિંહને જો બચાવવા હોય તો ખેડૂતોને બચાવવા જરૂરી છે.