Junagadh rains: જૂનાગઢમાં મેઘરાજાએ ધમરોળ્યું, ખેતરો થયા તરબોળ, અનેક ગામ સંપર્ક વિહોણા

વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં આવ્યું પુર સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં ઘોડાપુરહવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા જળાશયોના નીર છલકાયા છે. કેશોદ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે સાબરી ડેમના 7 દરવાજા બે ફૂટ ખોલાતા પસવાડિયા સહિતના ગામો સંપર્ક વિહોણું થઇ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં આવ્યું પુરધોધમાર વરસાદના કારણે ઉપરવાસમાં વધુ વરસાદથી પાણીની સતત આવક વધુ રહી છે. સાબરી ડેમના 7 દરવાજા બે ફૂટ ખોલાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે તો બીજી તરફ હજારો વિઘાની જમીન પાણીમાં તરબોળ થઇ છે. સાબરી અને બડોદરી નદીના પાણી ફરી વળતાની સાથે ગામના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.જુનાગઢના ગીરનાર પર ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે પ્લાસવા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. મુખ્ય બજાર તેમજ ઘરમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વરસાદી પાણીથી જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે.આંબલગઢ ગામે બંને પુત્રો સામે પિતા નદીમાં તણાયાજૂનાગઢના માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે આવેલી ચાંદ્રાવાળી લઘુ સિંચાઈ યોજનાની કેનાલનું કામ કરતો મજૂર પાણીમાં તણાયો છે. હાલ કેનાલનું કામ બંધ હોય અને ઘર માટેનું કરિયાણું લેવા માટે માળીયા શહેર ખાતે પોતાના બે દીકરા સાથે જતા હતો, ત્યારે નદીના પુલ પરથી પગ લપસી જતા પુત્રોની નજર સામે પિતા નદીમાં તણાયા હતા. તણાયેલા શ્રમિકની શોધખોળ શરૂ કરાઈ શ્રમિક તણાયાની ઘટના સામે આવ્યા બાદ મામલતદાર અને TDO સહિતની ટીમ અને માળીયા હાટીના શહેરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ પુરમાં તણાયેલ 50 વર્ષીય શ્રમિકનીની શોધ ખોળ શરૂ કરી છે. ભારે વરસાદને પગલે માણવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને અનેક ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે માણવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઓઝત નદીના પાણી 4 ગામોમાં ફરી વળ્યા છે અને મટીયાણા, આંબલીયા, બાલાગામ, પાદરડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ સિવાય પણ ધોધમાર વરસાદના કારણે અનેક ગામડા પાણીમાં તરબોળ થયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે જુનાગઢના મટીયાણામાં પ્લોટ વિસ્તારમાં ગોઠણ સુધી વરસાદી પાણી ભરાયા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યોરાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ અપાયુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ, દમણમાં આજે રેડ અલર્ટ છે. પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે રેડ અલર્ટ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Junagadh rains: જૂનાગઢમાં મેઘરાજાએ ધમરોળ્યું, ખેતરો થયા તરબોળ, અનેક ગામ સંપર્ક વિહોણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી
  • ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં આવ્યું પુર
  • સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં ઘોડાપુર

હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા જળાશયોના નીર છલકાયા છે. કેશોદ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે સાબરી ડેમના 7 દરવાજા બે ફૂટ ખોલાતા પસવાડિયા સહિતના ગામો સંપર્ક વિહોણું થઇ ગયું છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં આવ્યું પુર

ધોધમાર વરસાદના કારણે ઉપરવાસમાં વધુ વરસાદથી પાણીની સતત આવક વધુ રહી છે. સાબરી ડેમના 7 દરવાજા બે ફૂટ ખોલાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે તો બીજી તરફ હજારો વિઘાની જમીન પાણીમાં તરબોળ થઇ છે. સાબરી અને બડોદરી નદીના પાણી ફરી વળતાની સાથે ગામના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.

જુનાગઢના ગીરનાર પર ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે પ્લાસવા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. મુખ્ય બજાર તેમજ ઘરમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વરસાદી પાણીથી જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે.

આંબલગઢ ગામે બંને પુત્રો સામે પિતા નદીમાં તણાયા

જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે આવેલી ચાંદ્રાવાળી લઘુ સિંચાઈ યોજનાની કેનાલનું કામ કરતો મજૂર પાણીમાં તણાયો છે. હાલ કેનાલનું કામ બંધ હોય અને ઘર માટેનું કરિયાણું લેવા માટે માળીયા શહેર ખાતે પોતાના બે દીકરા સાથે જતા હતો, ત્યારે નદીના પુલ પરથી પગ લપસી જતા પુત્રોની નજર સામે પિતા નદીમાં તણાયા હતા.

તણાયેલા શ્રમિકની શોધખોળ શરૂ કરાઈ

શ્રમિક તણાયાની ઘટના સામે આવ્યા બાદ મામલતદાર અને TDO સહિતની ટીમ અને માળીયા હાટીના શહેરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ પુરમાં તણાયેલ 50 વર્ષીય શ્રમિકનીની શોધ ખોળ શરૂ કરી છે.

ભારે વરસાદને પગલે માણવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા

જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને અનેક ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે માણવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઓઝત નદીના પાણી 4 ગામોમાં ફરી વળ્યા છે અને મટીયાણા, આંબલીયા, બાલાગામ, પાદરડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ સિવાય પણ ધોધમાર વરસાદના કારણે અનેક ગામડા પાણીમાં તરબોળ થયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે જુનાગઢના મટીયાણામાં પ્લોટ વિસ્તારમાં ગોઠણ સુધી વરસાદી પાણી ભરાયા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ અપાયુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ, દમણમાં આજે રેડ અલર્ટ છે. પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે રેડ અલર્ટ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.