Junagadh Palika Result 2025: ચોરવાડમાં વિમલ ચુડાસમા પાલિકાની ચૂંટણી જીતી ના શક્યા!

Feb 18, 2025 - 16:00
Junagadh Palika Result 2025: ચોરવાડમાં વિમલ ચુડાસમા પાલિકાની ચૂંટણી જીતી ના શક્યા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ ઘણાખરા અંશે ધારવા મુજબના પરિણામો આપી દીધા છે. સવારથી જ ઈવીએમ પર ભાજપનું જાણે એકચક્રી શાસન હોય એ રીતે પરિણામો આવવા લાગ્યા હતા. બંને પક્ષે ક્યાંક જબરદસ્ત તો ક્યાંક મોટા ઉલટફેર વાળા રિઝલ્ટ પણ સામે આવ્યા કે જેણે બતાવી દીધુ કે લોકશાહીમાં ગમે તે થઈ શકે છે. 

પાલિકા ચૂંટણીમાં મોટું ટ્વીસ્ટ

પાલિકા પંચાયતની આ ચૂંટણીમાં મોટી ટ્વિસ્ટ ત્યારે જોવા મળી કે જ્યારે કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય પાલિકાનો જંગ હારી ગયા. ચોરવાડ બેઠક પર આ હારજીતના ઉલટફેરે ભલભલા દિગ્ગજોને માથુ ખંજવાળતા કરી નાખ્યા. એક સામાન્ય ઉમેદવાર સામે હારેલા કોંગ્રેસના હાઈપ્રોફાઈલ નેતાએ હારનું મનોમંથન કઈ રીતે કરવું તે તેમના માટે પ્રશ્ન બની ગયો. જુનાગઢના ચોરવાડના વોર્ડ નંબર 8ની આ બેઠકનું પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં સન્નાટો પ્રવર્તી ગયો છે. જો કે આગળ શક્તિસિંહ ભાજપની જીત પર ઈવીએમનું સેટીંગ પૈસાથી થઈ ગયું હોવાનો દાવો પણ કરી ચુક્યા છે. સૌથી મોટી વાત એ છે કે વિમલ ચુડાસમા પોતાની હોમપીચ પર રમી ના શક્યા જ્યારે કે આ વિસ્તાર પર કોંગ્રેસની પકડ પહેલેથી રહી છે. 

ચોરવાડ પાલિકા કોંગ્રેસે ગુમાવી

પાલિકા ચૂંટણીમાં વિમલ ચુડાસમાં દ્વારા પોતાના મતવિસ્તારમાં જોરશોરથી પ્રચાર કરાયો હતો. વિમલ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભરતાં દાવો કર્યો હતો કે તેમના સમય દરમ્યાન ચોરવાડમાં નોંધપાત્ર વિકાસ થયો છે. તેમણે લોકોની પાણી અને માર્ગ જેવી સામાન્ય સમસ્યાઓને લઈને અનેક વખત અવાજ ઉઠાવ્યો છે. આથી જ તેમના ઉપર ફરીથી વિશ્વાસ મૂકશે અને સ્થાનિકો પાલિકા ચૂંટણીમાં તેમને જ મત આપશે.

પરિવર્તનને તક

જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ચુડાસમા Vs. ચુડાસમાં વચ્ચે ખરાખરીનો જંગ હતો. ચોરવાડમાં કોંગ્રેસના વિમલ ચુડાસમાની સામે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા મેદાન પડ્યા હતા. પાલિકા ચૂંટણીમાં સાંસદ વર્સિસ ધારાસભ્યની લડાઈમાં સાંસદ રાજેશ ચુડાસમાએ બાજી મારી. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને હારને લઈને આજે દિવસભર ચર્ચાનો માહોલ રહ્યો. ચૂંટણી પરિણામોએ બતાવ્યું કે ચોરવાડના લોકો પરિવર્તન ઇચ્છે અને એટલે જ તેમણે પુનરાવર્તન ના કરતાં નવા ઉમેદવારને તક આપી.

ભાજપે આંચકી બેઠક

વિમલ ચુડાસમાની જેમ રાજેશ ચુડાસમાનું પણ આ હોમટાઉન છે. જ્યારે લાંબા સમયથી કોંગ્રેસના કબજામાં રહેલ ચોરવાડ બેઠક ભાજપે આંચકી લીધી. ભાજપના રાજેશ ચુડાસમાએ ચોરવાડ બેઠક પર જીત નોંધાવી. રાજેશ ચુડાસમાએ પ્રચાર દરમ્યાન લોકોને વચન આપ્યું હતું કે તેઓ ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ચોરવાડનો પણ વિકાસ કરશે. ચોરવાડને પ્રવાસનને વેગ મળે તેવો પ્રયાસ કરશે. જેથી સ્થાનિકોને રોજગાર મળી શકે. વધુમાં તેમણે કહ્યું હતુ કે ચોરવાડમાં કોંગ્રેસના શાસન દરમ્યાન જોઈએ તેવો વિકાસ થયો નથી.જો તેમની જીત થશે તો તેઓ નગરપાલિકા સહિત ચોરવાડની કાયાપલટ કરી દેશે.

ભાજપનો વિજય 

જૂનાગઢ મનપામાં 24 બેઠકો પરથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો. પાલિકાના પરિણામો જાહેર થવા દરમિયાન અનેક આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા હતા. ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે પાલિકાની બેઠક પર જીતનો મુદ્દો હાઈપ્રોફાઈલ બની ગયો હતો. જાહેરમાં આમનેસામને આવી ચુકેલા ચુડાસમા વર્સીસ ચુડાસમાના ખેલમાં ભાજપ એક દાયકા બાદ ચોરવાડની બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી ગયું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0