Junagadh News : અજાણ્યા શખ્સોએ ગોળી મારી પિતા-પુત્રની કરી હત્યા

જુનાગઢ જિલ્લામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી જૂની અદાવતમાં કેટલાક અજાણ્યા શખસો દ્વારા પિતા પુત્રને ગોળી મારી હત્યા કરી પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે વાડી વિસ્તારમાંથી આવતા પિતા પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું હાલ તો પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે.હત્યાની ઘટના બનતા પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો અને બંન્ને મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. આરોપીની શોધખોળ શરૂ કરાઈ વંથલી તાલુકાના રવની ગામમાં રહેતા રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેમનો પુત્ર જિહાલ સાંધ બંને વાડીએથી પરત ફરતા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા અને બંને પિતા પુત્રને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા જેની જાણ પોલીસ થતા ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે બંન્નેના મૃતદેહનો કબજો લીધો હતો અને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો,આમ અંગત અદાવતમાં ફરી પાછા બે લોકોના મૃત્યુ થતા પોલીસે આરોપીનું પગેરૂ દબાવ્યું છે અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથધરી છે. 10 દિવસ પહેલા હિંમતનગરમાં થઈ ડબલ હત્યા હિંમતનગરમાં બપોરે નિવૃત્ત પોલીસ કર્મી અને તેની પત્નીની નિર્મમ હત્યા કરી કુલ રૂ.77.25 લાખની લૂંટ કરવાના ચકચારી પ્રકરણમાં પોલીસે પાંચથી સાત શકમંદોને રાઉન્ડ ઓફ કરી મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી મુદ્દામાલ પણ રિકવર કરી લીધાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. જેમાં એક હિંમતનગર તાલુકાનો બીજો અન્ય તાલુકાનો હોવાનું અને પરિવારના સભ્યોની પણ સંડોવણીને પણ સમર્થન મળી રહ્યું છે. દાગીના ઘરમાંથી અને પૈસા બે યુવકો પાસેથી રિકવર કરવામાં સફળતા મળી હતી. દમણમાં ભાઈએ ભાઈની કરી હત્યા દમણ ભાજપના યુવા નેતા વિકી હરીભાઇ ટંડેલ (કાશી) (ઉ.વ.38) બોરાજીવા શેરીમાં રહે છે. ગુરૂવારે રાત્રે વિકી ધરેથી બહાર જતો હતો. તે દરમિયાન મોટાભાઇ અશોક કાશી ઉર્ફે અશોક હરીભાઇ ટંડેલ સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ અશોક કાશી ઉશ્કેરાઈ જઇને વિકીના શરીર પર છરા વડે ઉપરાછાપરી ઘા ઝીંકીને હુમલો કરી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી પરિવારજનો સહિત લોકોની પૂછપરછ પણ કરી છે. નાનાભાઇની હત્યા પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા લાંબા સમયથી રિગણવાડામાં આવેલી કરોડોની જમીનના મુદ્દે ઝઘડો ચાલતો હતો.

Junagadh News : અજાણ્યા શખ્સોએ ગોળી મારી પિતા-પુત્રની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુનાગઢ જિલ્લામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી
  • જૂની અદાવતમાં કેટલાક અજાણ્યા શખસો દ્વારા પિતા પુત્રને ગોળી મારી હત્યા કરી
  • પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે વાડી વિસ્તારમાંથી આવતા પિતા પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું હાલ તો પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે.હત્યાની ઘટના બનતા પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો અને બંન્ને મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

આરોપીની શોધખોળ શરૂ કરાઈ

વંથલી તાલુકાના રવની ગામમાં રહેતા રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેમનો પુત્ર જિહાલ સાંધ બંને વાડીએથી પરત ફરતા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા અને બંને પિતા પુત્રને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા જેની જાણ પોલીસ થતા ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે બંન્નેના મૃતદેહનો કબજો લીધો હતો અને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો,આમ અંગત અદાવતમાં ફરી પાછા બે લોકોના મૃત્યુ થતા પોલીસે આરોપીનું પગેરૂ દબાવ્યું છે અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથધરી છે.

10 દિવસ પહેલા હિંમતનગરમાં થઈ ડબલ હત્યા

હિંમતનગરમાં બપોરે નિવૃત્ત પોલીસ કર્મી અને તેની પત્નીની નિર્મમ હત્યા કરી કુલ રૂ.77.25 લાખની લૂંટ કરવાના ચકચારી પ્રકરણમાં પોલીસે પાંચથી સાત શકમંદોને રાઉન્ડ ઓફ કરી મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી મુદ્દામાલ પણ રિકવર કરી લીધાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. જેમાં એક હિંમતનગર તાલુકાનો બીજો અન્ય તાલુકાનો હોવાનું અને પરિવારના સભ્યોની પણ સંડોવણીને પણ સમર્થન મળી રહ્યું છે. દાગીના ઘરમાંથી અને પૈસા બે યુવકો પાસેથી રિકવર કરવામાં સફળતા મળી હતી.

દમણમાં ભાઈએ ભાઈની કરી હત્યા

દમણ ભાજપના યુવા નેતા વિકી હરીભાઇ ટંડેલ (કાશી) (ઉ.વ.38) બોરાજીવા શેરીમાં રહે છે. ગુરૂવારે રાત્રે વિકી ધરેથી બહાર જતો હતો. તે દરમિયાન મોટાભાઇ અશોક કાશી ઉર્ફે અશોક હરીભાઇ ટંડેલ સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ અશોક કાશી ઉશ્કેરાઈ જઇને વિકીના શરીર પર છરા વડે ઉપરાછાપરી ઘા ઝીંકીને હુમલો કરી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી પરિવારજનો સહિત લોકોની પૂછપરછ પણ કરી છે. નાનાભાઇની હત્યા પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા લાંબા સમયથી રિગણવાડામાં આવેલી કરોડોની જમીનના મુદ્દે ઝઘડો ચાલતો હતો.