Junagadh News: પોલીસ કોન્સ્ટેબલ 6 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો
જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ 6 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો છે. મુક્તુપુર ચેકપોસ્ટ પાસે ACBએ છટકું ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ સિસોદિયાને 6 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.સરકારી કર્મચારીઓ કામ કરવા માટે લાંચ લેવા હોય તેવું ઘણી વખત સામે આવ્યું છે. એટલું જ નહીં ભ્રષ્ટાચારનું દુષણ ખુબ જ વધવા લાગ્યું છે. જોકે, તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે. અત્યારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા કૉન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. નોંધનીય છે કે, માંગરોળ મરીનના ચંદ્રસિંહ સિસોદિયાને 6 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે.ઉલ્લેખનિય છે કે, જુનાગઢ એસીબીએ છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીના ટ્રકને મક્તુપુર ચેકપોસ્ટથી પસાર થવા દેવા માટે લાંચ માંગવામાં આવી હતી. જેથી જુનાગઢ એસીબીએ કૉન્સ્ટેબલને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા કૉન્સ્ટેબલ ચંદ્રસિંહ સિસોદિયાને ઝડપી પડવામાં આવ્યાં છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ 6 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો છે. મુક્તુપુર ચેકપોસ્ટ પાસે ACBએ છટકું ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ સિસોદિયાને 6 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.
સરકારી કર્મચારીઓ કામ કરવા માટે લાંચ લેવા હોય તેવું ઘણી વખત સામે આવ્યું છે. એટલું જ નહીં ભ્રષ્ટાચારનું દુષણ ખુબ જ વધવા લાગ્યું છે. જોકે, તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે. અત્યારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા કૉન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. નોંધનીય છે કે, માંગરોળ મરીનના ચંદ્રસિંહ સિસોદિયાને 6 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે.
ઉલ્લેખનિય છે કે, જુનાગઢ એસીબીએ છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીના ટ્રકને મક્તુપુર ચેકપોસ્ટથી પસાર થવા દેવા માટે લાંચ માંગવામાં આવી હતી. જેથી જુનાગઢ એસીબીએ કૉન્સ્ટેબલને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા કૉન્સ્ટેબલ ચંદ્રસિંહ સિસોદિયાને ઝડપી પડવામાં આવ્યાં છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.