Chhotaudepur : લ્યો બોલો !એમ્બ્યુલન્સમાંથી દવાને બદલે દારૂ મળી આવ્યો,બુટલેગરનો નવો કીમિયો

ગુજરાતમાં દારૂ કોઈ પણ રીતે ઘુસાડવામાં આવે છે,કયારેક કારમાં ખાનું બનાવીને તો કયારેક એમ્બ્યુલનસમાં.આવો જ એક કિસ્સા સામે આવ્યો છે જેમાં છોટાઉદેપુરમાં દારૂ ઘુસાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે,દારૂને ખેપ મારવા માટે આ જુનો કિસ્સો છે પણ બુટલેગરને એમ કે અમને કોણે પકડશે,પણ ભાઈ આવી ગયા પોલીસની ઝપટમાં. એમ્બ્યુલન્સમાં દારૂ ગુજરાતના છોટાઉદેપુરમાં દારૂ ઘુસાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જેમાં રંગપુર પોલીસને આ બાબતની બાતમી મળતા દારૂને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં ચાલક અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે 1,46 લાખનો દારૂ ઝડપી પાડયો છે અને તપાસ હાથધરી છે.વિદેશી દારૂ કયાંથી અને કોના મારફતે લાવવામાં આવ્યો તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,ત્યારે આ ઘટનામાં અનેક ખુલાસાઓ થઈ શકે છે. રંગપુર પોલીસે કરી કાર્યવાહી છોટાઉદેપુરમાં રંગપુર પોલીસ સ્ટેશને દારૂનો જથ્થો ઝડપી પાડયો છે,જેમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે જેમાં એક વ્યકિત કિશોર છે એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરનો છે,ત્યારે કંઈ પણ રીતે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નીત નવા કીમિયા શોધી કાઢતા હોય છે,પોલીસે હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી તપાસ કરી છે. ત્રણ દિવસ પહેલા પણ ઝડપાયો દારૂ છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો હોવાના કારણે પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે, જેને જિલ્લા પોલીસ ઝડપી પડે છે. ત્યારે વધુ એકવાર કવાંટ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કવાંટ પોલીસ રેનદા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ હતી. ત્યારે સામે મધ્ય પ્રદેશના છકતલ્લા તરફથી એક સ્કોર્પિયો ગાડી નં. MP 09 LH 8811 આવી હતી. જેને ઊભી રાખવાનો ઈશારો કરતા સ્કોર્પિયો ગાડીના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી.  

Chhotaudepur : લ્યો બોલો !એમ્બ્યુલન્સમાંથી દવાને બદલે દારૂ મળી આવ્યો,બુટલેગરનો નવો કીમિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દારૂ કોઈ પણ રીતે ઘુસાડવામાં આવે છે,કયારેક કારમાં ખાનું બનાવીને તો કયારેક એમ્બ્યુલનસમાં.આવો જ એક કિસ્સા સામે આવ્યો છે જેમાં છોટાઉદેપુરમાં દારૂ ઘુસાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે,દારૂને ખેપ મારવા માટે આ જુનો કિસ્સો છે પણ બુટલેગરને એમ કે અમને કોણે પકડશે,પણ ભાઈ આવી ગયા પોલીસની ઝપટમાં.

એમ્બ્યુલન્સમાં દારૂ

ગુજરાતના છોટાઉદેપુરમાં દારૂ ઘુસાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જેમાં રંગપુર પોલીસને આ બાબતની બાતમી મળતા દારૂને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં ચાલક અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે 1,46 લાખનો દારૂ ઝડપી પાડયો છે અને તપાસ હાથધરી છે.વિદેશી દારૂ કયાંથી અને કોના મારફતે લાવવામાં આવ્યો તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,ત્યારે આ ઘટનામાં અનેક ખુલાસાઓ થઈ શકે છે.

રંગપુર પોલીસે કરી કાર્યવાહી

છોટાઉદેપુરમાં રંગપુર પોલીસ સ્ટેશને દારૂનો જથ્થો ઝડપી પાડયો છે,જેમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે જેમાં એક વ્યકિત કિશોર છે એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરનો છે,ત્યારે કંઈ પણ રીતે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નીત નવા કીમિયા શોધી કાઢતા હોય છે,પોલીસે હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી તપાસ કરી છે.

ત્રણ દિવસ પહેલા પણ ઝડપાયો દારૂ

છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો હોવાના કારણે પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે, જેને જિલ્લા પોલીસ ઝડપી પડે છે. ત્યારે વધુ એકવાર કવાંટ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કવાંટ પોલીસ રેનદા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ હતી. ત્યારે સામે મધ્ય પ્રદેશના છકતલ્લા તરફથી એક સ્કોર્પિયો ગાડી નં. MP 09 LH 8811 આવી હતી. જેને ઊભી રાખવાનો ઈશારો કરતા સ્કોર્પિયો ગાડીના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી.