Junagadh News: ચોરવાડ બંદરના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ જિલ્લાના પ્રસિદ્ધ ચોરવાડ બંદર કાંઠે આવેલા જંગલ વિસ્તારમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. સૂકા ઘાસ અને ઝાડી-ઝાંખરાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બંદર કાંઠાની નજીક આવેલા આ જંગલ વિસ્તારમાં આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી
દરિયાઈ પવનને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હોવાથી આસપાસના રહેણાંક વિસ્તારો અને બંદર પર ઉભેલી બોટો પર પણ ખતરો મંડરાઈ રહ્યો હતો. આગની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ, સામાજિક કાર્યકરો અને ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરની ટીમે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.
ભારે જહેમતે આગને કાબૂમાં લેવાઇ
કલાકોની ભારે જહેમત બાદ આગને વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં લેવામાં આવી હતી. આ ભયાનક આગમાં વનસ્પતિ અને જંગલ સંપત્તિને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કોઈની બેદરકારીને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

