Junagadh : 4.60 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડ મામલે પોલીસે 12 બોગસ સંસ્થાઓમાં તપાસ કરી, 4 શખ્સોની કરી ધરપકડ

Sep 16, 2025 - 21:30
Junagadh : 4.60 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડ મામલે પોલીસે 12 બોગસ સંસ્થાઓમાં તપાસ કરી, 4 શખ્સોની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં વિદ્યાર્થીઓના નામે અનુ.જાતી કલ્યાણ કચેરીમાંથી સરકારના નિયમ અન્વયે મળવાપાત્ર શિષ્યવૃત્તિ રકમ મેળવવા ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે રજુ કરીને આશરે 2,245 જેટલા વિદ્યાર્થીઓના નામે રૂ.૪,૬૦,૩૮.૫૫૦ની મસમોટી રકમ મેળવીને ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાની જુલાઈ ૨૦૨૩માં ફરિયાદ કરવામાં આવી હતી, જે કેસમાં એસઓજી દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

2,245 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા

જૂનાગઢ અનુસુચિત જાતી કલ્યાણ કચેરીના નાયબ નિયામક કે.વી.ભરખડા દ્વારા ગત તા.૧૫ જુલાઈ ૨૦૨૩ ના રોજ પોલીસમાં ૧૨ જેટલી વિવિધ સંસ્થાઓના આચાર્ય, ટ્રસ્ટના હોદ્દેદારો સામે ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના અધ્યક્ષ સ્થાને એક સીટની રચના કરીને કેસની ઊંડાણપૂર્વક તપાસ શરુ કરવામાં આવી હતી, જે તપાસમાં એસઓજી દ્વારા ફરિયાદમાં બતાવેલ ૧૨ સંસ્થાઓની ઓફીસ ખાતેથી રજુ કરેલ ડોક્યુમેન્ટની તપાસમાં ૨૨૪૫ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા હતા. તેમજ સંસ્થાઓની બેંક પાસેથી ડીટેઇલ મંગાવી તે બેંક એકાઉન્ટ હોલ્ડરની માહિતી પરથી ફ્રોડની રકમ જમા થયેલ હતી.

આરોપીઓના 22 સપ્ટેમ્બર સુધી 6 દિવસના રિમાન્ડ મંજુર

તેમાં કુલ પાંચ આરોપીઓની ઓળખ થયેલ અને તે પાંચેયને ઝડપી લેવા એસઓજી પી.આઈ. જે.જે.પટેલ સહિતના તપાસ કરીને આજે ચાર આરોપીને ઝડપી લીધા છે. જેમાં પકડાયેલા વેપારી રમેશ કાળુ બાકુ ઉ.૩૧ (જેપુર, તાલાલા), પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક અને વકીલ રમણીક નાથા રાઠોડ ઉ.૩૬ (રહે.ગળોદર, માળિયા), પેરા મેડીકલ સ્કુલના સંચાલક અને જોબવર્ક કરતા ભાવિન લાલજી ડઢાણીયા ઉ.૩૮ (અમદાવાદ, વસ્ત્રાલ, મૂળ માળિયા હાટીના), અને ક્રિષ્ના ઇન્સ્ટીટયુટના સંચાલક અને લાઈફ એકેડમીના સંચાલક એવા જગદીશ ભીખા પરમાર ઉ.૪૩ (કેશોદ, ઉમાંધામ, મૂળ ચોરવાડ)ને ઝડપી લીધા છે. પોલીસે પાંચ પૈકી ચાર આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચારેય આરોપીના આગામી 22 સપ્ટેમ્બર સુધી 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે, તેમજ હજુ એક આરોપી માંગરોળના પ્રિન્સીપાલ અને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટના સંચાલક અમરેલીયા ઉમર ફારુક મો.ઈબ્રાહીમને પકડવાનો બાકી છે. સરકારી કચેરીના અધિકારી, કર્મીઓની પણ સંડોવણી અંગે તપાસ થશે : DYSP

ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે, આ કેસમાં ફરિયાદમાં પુરતી વિગતો આપવામાં આવી ન હતી, અને જે વિગતો હતી, તેના કોઈ પુરાવા મળ્યા ના હતા, જે સંસ્થાઓના નામજોગ ફરિયાદ હતી, તેના સરનામાં પણ ન હતા અને તેને માટે જૂનાગઢ અને રાજકોટની કચેરીમાં પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તે માહિતી આપવામાં અસમર્થ રહ્યા હતા, જેથી પોલીસે શિષ્યવૃત્તિની જે રકમ જે તે બેંક ખાતામાં જમા થયેલી તે બેંકોમાંથી એકાઉન્ટ હોલ્ડરની માહિતી મેળવીને તપાસના મૂળ સુધી પહોંચતા આટલો સમય લાગ્યો હતો, આટલી મોટી રકમ જે વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬ સુધીમાં શિષ્યવૃત્તિના નામે મેળવતા રહ્યા તો પણ કચેરીના અધિકારી કે કર્મચારીએ વેરિફિકેશન કેમ ના કર્યું તેને લઈને તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. સાથે વિદ્યાર્થીઓ પાસેથી મેળવેલા ડોકયુમેન્ટ કેવી રીતે મેળવતા તે તપાસ થશે અને આ સંસ્થાઓ રાજ્ય બહાર જેમ કે કોલકતા, જયપુરથી માન્યતા ધરાવતી હોય તેવા સર્ટીફીકેટ મળ્યા છે, તે ખરેખર સાચા છે કે કેમ તેની તપાસ અને અન્ય કોણ કોણ સંડોવાયેલ છે, તેની તપાસ રિમાન્ડમાં કરાશે. ગુનામાં સંડોવાયેલ 12 સંસ્થાઓ અને ફ્રોડની રકમ

  • ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ, માંગરોળ (રૂ.૮૧,૭૨,૨૦૦)
  • રોયલ ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ માણાવદર (રૂ.૩૭,૪૫,૭૦૦)
  • ગાંધી સ્મૃતિ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ, જૂનાગઢ (રૂ.૩૧,૬૬,૬૦૦)
  • સાંગાણી પેરા મેડીકલ સ્કુલ સાંગાણી કેશોદ (રૂ.૧૨,૩૪,૯૦૦)
  • ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ કેશોદ (રૂ.૪૨,૯૮,૪૦૦)
  • ગુજરાત ઇન્સ્ટીટયુટ માણાવદર (રૂ.૩,૫૫,૩૦૦)
  • શિવ ઇન્સ્ટીટયુટ માંગરોળ (રૂ.૭,૫૯,૪૦૦)
  • ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ મેંદરડા (રૂ.૬૮,૬૩,૫૦૦)
  • ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ બાલાજી કોમ્પલેક્ષ મેંદરડા (રૂ.૬૮,૬૩,૫૦૦)
  • ક્રિષ્ના એકેડમી, ગડુ માળિયા હાટીના (રૂ.૯,૧૬,૪૦૦)
  • ગુજરાત ઇન્સ્ટીટયુટ જૂનાગઢ (રૂ.૯૬,૮૧,૫૦૦)
  • પ્રશિક્ષણ એજ્યુકેશન કેશોદ (રૂ.૪,૮૯,૩૦૦)

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0