Junagadh: લગ્નના દિવસે યુવકને આવ્યો હાર્ટ એટેક...પરિવાર માંથે દુ:ખનું આભ તૂટી પડ્યું!
જૂનાગઢમાં જાન નીકળવાના સમયે વરરાજાની અંતિમયાત્રા નીકળી હોવાની ઘટના સામે આવી છે. લગ્નના દિવસે જ યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. યુવાનના મોતથી પરિવારજનોમાં શોક ભર્યો માલો છવાયો હતો. યુવકના મોતની ખબરથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જૂનાગઢના ચોકસી પરિવારમાં આજે આભ તૂટી પડ્યું હોય તેવી કરૂણ ઘટના આવી પડી છે. પરિવારના પુત્ર હર્ષિત ચોકસીના આજે અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા. લગ્નના દિવસે જ વહેલી સવારે 5:30 વાગ્યે હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા હર્ષિત ચોકસીનું અમદાવાદ ખાતે નિધન થયું છે. લગ્નના દિવસે જ યુવાના પુત્રના મોતના સમાચારથી સમગ્ર સુરતી પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી તરુણાંકીતા આવી પડી હતી. લગ્ન જેવો શુભ અને ખુશીનો પ્રસંગ આજે માતમમાં પરિણામતા સમગ્ર જૂનાગઢ શહેરમાં ભારે શોક જોવા મળે છે. ગઈ રાત્રિના સમયે હર્ષિત અને તેનો સમગ્ર પરિવારની સાથે લગ્નમાં સામેલ થવા આવેલા તમામ જાનૈયાઓ પણ મહેંદી, ડાંડિયા, હલ્દી સહિત લગ્નની તમામ વિધીઓમાં ખૂબ જ ઉમળકા સાથે જોડાયા હતા. મહેંદી, પીઠી અને દાંડિયા જેવી લગ્નની ખૂબ જ મહત્વની વિધિઓ પતાવીને હર્ષિત પોતે તૈયાર થવા માટે ગયો હતો. જ્યાં અચાનક તેને હૃદય રોગનો હુમલો આવતા તેનુ નિધન થયું છે. જેને લઈને સમગ્ર ચોકસી પરિવાર ભાંગી પડ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં જાન નીકળવાના સમયે વરરાજાની અંતિમયાત્રા નીકળી હોવાની ઘટના સામે આવી છે. લગ્નના દિવસે જ યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. યુવાનના મોતથી પરિવારજનોમાં શોક ભર્યો માલો છવાયો હતો. યુવકના મોતની ખબરથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના ચોકસી પરિવારમાં આજે આભ તૂટી પડ્યું હોય તેવી કરૂણ ઘટના આવી પડી છે. પરિવારના પુત્ર હર્ષિત ચોકસીના આજે અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા. લગ્નના દિવસે જ વહેલી સવારે 5:30 વાગ્યે હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા હર્ષિત ચોકસીનું અમદાવાદ ખાતે નિધન થયું છે. લગ્નના દિવસે જ યુવાના પુત્રના મોતના સમાચારથી સમગ્ર સુરતી પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી તરુણાંકીતા આવી પડી હતી.
લગ્ન જેવો શુભ અને ખુશીનો પ્રસંગ આજે માતમમાં પરિણામતા સમગ્ર જૂનાગઢ શહેરમાં ભારે શોક જોવા મળે છે. ગઈ રાત્રિના સમયે હર્ષિત અને તેનો સમગ્ર પરિવારની સાથે લગ્નમાં સામેલ થવા આવેલા તમામ જાનૈયાઓ પણ મહેંદી, ડાંડિયા, હલ્દી સહિત લગ્નની તમામ વિધીઓમાં ખૂબ જ ઉમળકા સાથે જોડાયા હતા. મહેંદી, પીઠી અને દાંડિયા જેવી લગ્નની ખૂબ જ મહત્વની વિધિઓ પતાવીને હર્ષિત પોતે તૈયાર થવા માટે ગયો હતો. જ્યાં અચાનક તેને હૃદય રોગનો હુમલો આવતા તેનુ નિધન થયું છે. જેને લઈને સમગ્ર ચોકસી પરિવાર ભાંગી પડ્યો હતો.