Junagadhમાં માનવતા મરી પરવારી! મૃત શ્વાનને બાઈક પાછળ બે કિલોમીટર સુધી ઢસડ્યું

Sep 12, 2025 - 00:00
Junagadhમાં માનવતા મરી પરવારી! મૃત શ્વાનને બાઈક પાછળ બે કિલોમીટર સુધી ઢસડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢ શહેરમાં માનવતાને શરમાવે તેવી એક નિર્દયતાભરી ઘટના સામે આવી છે. જ્યાં બે યુવાનોએ એક મૃત શ્વાનને બાઈક પાછળ બાંધીને બે કિલોમીટર સુધી ઢસડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેનાથી પશુપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટના જૂનાગઢના જયશ્રી રોડ પર બની હતી.

બે યુવાનોએ નિર્દયતાપૂર્વક શ્વાનને ઢસડ્યું

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે યુવકો એક મૃત શ્વાનને બાઈકના પાછળના ભાગે બાંધે છે અને તેને રસ્તા પર બે કિલોમીટર જેટલા લાંબા અંતર સુધી ઘસડી રહ્યા છે. આ દ્રશ્યો એટલા હૃદયવિદારક છે કે પશુઓના મૃતદેહનો મલાજો પણ જાળવવામાં આવ્યો નથી. આ વીડિયો સામે આવ્યા બાદ જીવદયા પ્રેમીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પશુઓ પ્રત્યેની ક્રૂરતાના પ્રશ્નોને કર્યો ઉજાગર 

લોકોએ આ કૃત્ય કરનાર યુવાનો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પશુ કલ્યાણના નિયમો હેઠળ આવા કૃત્યો ગુનો ગણાય છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં સંવેદનશીલતા અને પશુઓ પ્રત્યેની ક્રૂરતાના પ્રશ્નોને ઉજાગર કર્યા છે. પોલીસ દ્વારા આ વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કૃત્ય કરનાર યુવાનોને શોધી કાઢવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આશા છે કે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાશે. જેથી ભવિષ્યમાં આવા અમાનવીય કૃત્યો થતા અટકી શકે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0