Jasdanના ઈશ્વરિયા પાસે બોલેરો પલટી ખાઈ જતાં લીલી પરિક્રમાએ જતા 15 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Nov 21, 2026 - 17:00
Jasdanના ઈશ્વરિયા પાસે બોલેરો પલટી ખાઈ જતાં લીલી પરિક્રમાએ જતા 15 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઈશ્વરિયા ગામ નજીક બોલેરો પીકઅપ વાહન પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ વાહનમાં જૂનાગઢની લીલી પરિક્રમા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ સવાર હતા. અચાનક વાહનનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બોલેરો પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 15 શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી છે, જેમાંથી 6 શ્રદ્ધાળુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોની મદદ અને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં ચાર 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી તમામ 15 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા

આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અને જરૂરિયાત મુજબના દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0