Jamnagarમાં વૃદ્ધ ગાયને રોટલી ખવડાવવા ગયા, ગાયે શિંગડુ મારી પછાડતા થયું મોત

જામનગરમાં રખડતા ઢોરનો આતંક વધતો જાય છે જેમા રખડતા ઢોરે વૃદ્ધાને શિંગડું મારી નીચે પટકતા મોત થયું હોવાની વાત સામે આવી છે,ઈજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે,જામનગરની હરિયા સ્કૂલ પાસે આ ઘટના બની હતી,તો જામનગરમાં રખડતા ઢોરના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ઢોરના આતંકના CCTV ફૂટેજ સામે આવ્યા છે.જામનગરમાં હરિયા સ્કૂલ પાસે રખડતા ઢોરથી મોત જામનગરમાં રખડતા ઢોરના આતંકથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે,જેમાં વૃદ્ધા રાત્રીના સમયે ગાયને રોટલી ખવડાવવા જાય છે અને તે દરમિયાન અચાનક ગાય તેના શિંગડાથી વૃધ્ધને ઉછાળીને નીચે પછાડે અને વૃદ્ધા ઉભા થઈ શકતા નથી બીજી તરફ આસપાસના સ્થાનિકો દોડી આવે છે અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે,પરંતુ વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.મહાનગરપાલિકાને જાણ હોવા છત્તા પણ રખડતા ઢોરને પકડવામા આવતા નથી તેવો આક્ષેપ સ્થાનિકોનો છે. જામનગરની આંનદ કોલોનીમાં રખડતા ઢોરનો ત્રાસ જામનગર શહેરના આનંદ કોલોનીની શેરી નં.2માં રહેતા લોકો રઝળતા ઢોર અને કૂતરાના આતંકથી ત્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક સમયથી આનંદના શેરી નં.2માં 25 થી 40 જેટલા ઢોર તેમજ કૂતરાઓ શેરીમાં અડીંગો જમાવી રાખતા હોય છે. ઘણી વખત શેરીમાં આખલા યુધ્ધ થતાં રહેવાસીઓ અડફેટે પણ ચડતા હોય છે. મોરબીમાં રખડતા ઢોરને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 08222-220551 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Jamnagarમાં વૃદ્ધ ગાયને રોટલી ખવડાવવા ગયા, ગાયે શિંગડુ મારી પછાડતા થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં રખડતા ઢોરનો આતંક વધતો જાય છે જેમા રખડતા ઢોરે વૃદ્ધાને શિંગડું મારી નીચે પટકતા મોત થયું હોવાની વાત સામે આવી છે,ઈજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે,જામનગરની હરિયા સ્કૂલ પાસે આ ઘટના બની હતી,તો જામનગરમાં રખડતા ઢોરના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ઢોરના આતંકના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

જામનગરમાં હરિયા સ્કૂલ પાસે રખડતા ઢોરથી મોત

જામનગરમાં રખડતા ઢોરના આતંકથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે,જેમાં વૃદ્ધા રાત્રીના સમયે ગાયને રોટલી ખવડાવવા જાય છે અને તે દરમિયાન અચાનક ગાય તેના શિંગડાથી વૃધ્ધને ઉછાળીને નીચે પછાડે અને વૃદ્ધા ઉભા થઈ શકતા નથી બીજી તરફ આસપાસના સ્થાનિકો દોડી આવે છે અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે,પરંતુ વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.મહાનગરપાલિકાને જાણ હોવા છત્તા પણ રખડતા ઢોરને પકડવામા આવતા નથી તેવો આક્ષેપ સ્થાનિકોનો છે.

જામનગરની આંનદ કોલોનીમાં રખડતા ઢોરનો ત્રાસ

જામનગર શહેરના આનંદ કોલોનીની શેરી નં.2માં રહેતા લોકો રઝળતા ઢોર અને કૂતરાના આતંકથી ત્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક સમયથી આનંદના શેરી નં.2માં 25 થી 40 જેટલા ઢોર તેમજ કૂતરાઓ શેરીમાં અડીંગો જમાવી રાખતા હોય છે. ઘણી વખત શેરીમાં આખલા યુધ્ધ થતાં રહેવાસીઓ અડફેટે પણ ચડતા હોય છે.

મોરબીમાં રખડતા ઢોરને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 08222-220551 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.